તમે ભલે ૨૦ વર્ષના હોય કે ૩૫ વર્ષના પરંતુ તમે જો ચોર પોલીસની સિરિયલ જોવાના શોખીન હશો તો તમે ક્યારેકને ક્યારેક ઈચ્છા ,અનિચ્છાએ પણ સોની ટીવી પર પ્રસારિત થતી સિરિયલ સીઆઇડી તો જોઈ જ હશે.સબ ટીવીની તારક મહેતા સિરિયલ ની જેમ આ સીરિયલ પણ સોની ટીવી દ્વારા એક લાંબા સમય સુધી લોકોને મનોરંજન કરતી આવી છે. આ સિરિયલ ના એક એક પાત્રો લોકોના મનમાં વસ્યા છે.
લોકો આજે પણ આ સીરિયલ ના પાત્રોની નકલ ઉતારતા જોવા મળે છે. એવામાં હાલમાં આ સીરિયલના એક કલાકાર અંગે દુખદ સમાચાર સામે આવ્યા છે.હાલમાં જાણવા મળ્યા અનુસાર સિરિયલના કલાકાર દિનેશ ફડણવીસ નું હાલમાં નિધન થયું છે.
હકીકતમાં દિનેશ પાછલા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા. થોડા દિવસ પહેલા તેમને હાર્ટ એટેક આવ્યું હોવાનું કહેવામાં આવ્યું હતું. જો કે બાદમાં તેમનું લીવર ખરાબ હોવાની જાણકારી કલાકાર દયાનંદ શેટ્ટી ઉર્ફે દયા એ આપી હતી.તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા. જે બાદ હાલમાં તેમના નિધનના સમાચાર સામે આવ્યા છે.
વાત કરીએ દિનેશ ફડનીસ ના કરિયર વિશે તો તેમને અભિનેતા હૃતિક રોશન, આમિર ખાન સાથે ફિલ્મોના કામ કર્યું છે. આ સિવાય તેમને તારક મહેતા સિરિયલમાં પણ નાનકડી ભૂમિકા ભજવી છે.દિનેશ ફડનીસ સિરિયલ માં જેટલા મોજીલા બતાવવામાં આવ્યા હતા એટલા જ તેઓ અસલ જીવનમાં પણ મોજીલા હતા. તેઓ હંમેશા પોતાના ચાહકો સાથે જોડાયેલા રહેતા હતા.
હાલમાં અચાનક જ આ અભિનેતાના નિધનની ખબર સાંભળતા તેમના ચાહકોમાં નિરાશા વ્યાપી ગઈ છે. જણાવી દઈએ કે અભિનેતા માત્ર ૫૭ વર્ષના હતા.