શું કપિલ શર્માએ ધરપકડના ડરથી પોતાનો શો રદ કરી દીધો છે હકીકતમાં કપિલ શર્મા અને એમની પુરી ટિમ યુએસ અને કેનેડા ટુર પર છે કેનેડામાં પોતાના બધા શો પૂર્ણ કર્યા બાદ કપિલ ન્યુયોર્કમાં પોતાનો કોન્સર્ટ કરવાના હતા પરંતુ લાસ્ટ મોકા પર તે શોને કેન્સલ કરી દેવામાં આવ્યો ટિકિટ ખરીદનારને જાણકારી કરી છેકે.
એમનો શો પોસ્ટસ્પોન કરી દેવામાં આવ્યો છે અને તે આગળ ક્યારે થશે તેના વિશે પણ કંઈ જણાવ્યું નથી આ વાતથી લોકો નારાજ થઈ ગયા છે અને આ શોને 9 જુલાઈએ કરવાનો હતો પરંતુ કહેવામાં આવ્યું કે સિડ્યુલમાં વાંધા આવ્યા છે એટલે શોને પોસ્ટસ્પોન કરવામાં આવ્યો છે તેવામાં કપિલના સાથી કોમેડિયન.
ક્રિષ્ના અભિષેક પત્ની સાથે એકલા ભારત પાછા ફર્યા છે કપિલનો શો રદ થવાની વાત કંઈક બીજી થઈ રહી છે હકીકતમાં ગયા દિવસોમાં અમેરિકાના જાણીતા શો પ્રમોટર અમિત જેટલીએ કપિલ શર્મા પર ન્યુયોર્કમાં ફરિયાદ નોંધાવી હતી અમિતનો આરોપ હતો કે કપિલ શર્માએ 2015 માં અમેરિકામાં 6 શો કરવા માટે.
સાઈન કર્યું હતું તેના માટે કપિલને પુરા પૈસા પણ આપી દીધા હતા પરતું કપિલે તેના બાદ 5 શેહેરોમાં જ શોને કર્યો તેન બાદ કપિલે કહ્યું કે એક શોના પૈસા પાછા આપી દેશે પરંતુ તેન બાદ કપિલે ન પૈસા આપ્યા કે નહીં શો કર્યો એટલે એમના પર અમેરિકામાં ફરિયાદ નોંધાઈ છે હવે કહેવાઈ રહ્યું છેકે કપિલે ધરપકડના ડરે ન્યૂયોકનો શો રદ કર્યો છે.