નવસારી જિલ્લાના ગુરુકુળ સુપા ગામમા આખંની હોસ્પિટલ નું નિર્માણ થવા જઈ રહ્યું છે જે ના લાભાર્થે સામાજસેવાના હેતુ થી ભવ્ય ડાયરા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી પ્રસિદ્ધ લોક ગાયક કિર્તીદાન ગઢવી અને કિર્તીદાન ગઢવીના પ્રોગ્રામમાં રસીયો રૂપાળો રંગ રેલીયો ગરબાથી ખૂબ જ.
લોકપ્રિયતા મેળવનાર કમો ઉપસ્થિત રહ્યો હતો ખૂબ જ ભવ્ય રીતે આ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં હજારો લોકો ડાયરાની મોજ માણવા પહોંચ્યા હતા ભજન અને ગરબા સાથે લોકગીતો ગાઈ કિર્તીદાન ગઢવીએ ડાયરાની રંગત જમાવી હતી જેમાં કમો રસીયો રૂપાળો રંગ રેલીયો.
ગીત પર મન મૂકીને નાચી રહ્યો હતો તેને જોરદાર ડાન્સ કર્યો હતો અને આગવી અદામાં તે પોતાની ઠૂમકી મારતો પણ જોવા મળ્યો હતો એનસીસી કેડેક્સ સહીત ના ઘણા બધા લોકોએ સ્ટેજ પર આવીને ચલણી નોટોનો વરસાદ વરસાવ્યો હતો કમો જ્યારે રસીયો રૂપાળો રંગ રેલીયો ના તાલે ડાન્સ કરવા લાગ્યો ત્યારે લોકો લાખો રૂપિયાનો વરસાદ.
વરસાવી રહ્યા હતા સ્ટેજ પર ગજબનો માહોલ જોવા મળી રહ્યો હતો અને કમો ત્રણ તાલે ઝૂમતો જોવા મળ્યો હતો કમો શાનદાર અંદાજમાં આવ્યો હતો જેની સાથે સેલ્ફી લેવા માટે આજુબાજુના લોકો પડાપડી કરી રહ્યા હતા કમો અનોખી સ્ટાઇલમાં ડાયરામાં પહોંચ્યો હતો અને લોકોએ કમા ના ડાન્સને ખૂબ જ પસંદ કર્યો હતો.