બોલીવુડના આઉટ સાઈડ એક્ટર આયુષ્માન ખુરાનાએ કમાલ કરી દીધો છે મુંબઈમાં આયુષ્માને એટલો આલીશાન ઘર ખરીદ્યું છે જેને જોઈને આંખો જોતી જ રહી જાય નવાઈની વાત એછે આયુષ્માને એક નહીં પરંતુ એક સાથે બે નવા ઘર ખરીદ્યા છે અને એ પણ મુંબઈના સૌથી મોંઘા એરિયામાં આ ઘરોની કિંમત પણ એટલી મોંઘી છે.
મુંબઈના અંધેરી વેસ્ટર્ન લોખંડવાલા માં વિન્ડસર ગ્રાન્ડ રેસિડેન્સસમાં વીસમાં માળે આયુષ્માન અને એમના ભાઈએ આ એપાર્ટમેન્ટ ખરીદ્યા છે અને આ બંને એપાર્ટમેન્ટની કિંમત 26 કરોડથી વધુ છે રિપોર્ટ મુજબ આયુષ્માને જે ઘર ખરીદ્યું છે તેની કિંમત 19 કરોડ 30 લાખ રૂપિયા છે તેનું ટોટલ સાઈઝ 4 હજાર 27 સ્ક્વાયર ફિટનું છે.
જેમાં ચાર પાર્કિંગની પણ સુવિધા આપવામાં આવી છે જયારે એમના ભાઈ અપાશક્તિ ખુરાનાએ જે ઘર ખરીદ્યું છે તેની કિંમત 7 કરોડ રૂપિયા છે જેનું ટોટલ સાઈઝ પણ લાબું છે જેમાં બે કાર પાર્કિંગની સુવિધા પણ છે આયુષ્માન અને અપાશક્તિ બોલીવુડના આઉટસાઈડર છે એમને ફિલ્મઈન્ડસ્ટ્રીઝમાં કોઈ પણ બેકગ્રાઉન નથી રહ્યું.
પરંતુ છેલ્લા કેટલાક સમયથી આયુષ્માનની દરેક ફિલ્મ 100 થી 200 કરોડની કમાણી કરી રહી છે આયુષ્માન ખુરાના પહેલા એવા એક્ટર છે જેમણે છેલ્લા પાંચ વર્ષમાં સૌથીઓ ઓછી ફ્લોપ ફિલ્મો આપી છે મીડિયા રિપોર્ટ મુજબ છેલ્લા બે ત્રણ વર્ષોમાં આયુષ્માન ખુરાનાની કમાણી 600 કરોડથી વધુ કરી છે.