બિગબોસ 14 વિજેતા રુબીના દિલેકની બહેનના લગ્ન, પહાડી અંદાજમા ઉજવાયા...

બિગબોસ 14 વિજેતા રુબીના દિલેકની બહેનના લગ્ન, પહાડી અંદાજમા ઉજવાયા…

Bollywood/Entertainment Breaking

સાલ 2020 માં બિગ બોસ રિયાલિટી શો માં વિજેતા રહી ચૂકેલી ટીવી સીરીયલ છોટી બહુ માં રાધીકા ના પાત્રમાં ખુબ ફેમસ થયેલી અભિનેત્રી રુબીના દિલેક પોતાની ફિલ્મ અર્ધ થી બોલીવુડ માં ડેબ્યુ કરવા જઈ રહી છે તો આ દરમિયાન તેને પોતાનું શુટિંગ અધુરું મુકી પોતાની બહેન જ્યોતિકા ના લગ્ન ની ભવ્ય તૈયારીઓ કરી હતી.

હોળીના તહેવાર માં જ્યોતીકા ની હલ્દી સેરેમની ની સુંદર તસવીરો સામે આવી હતી જેમાં રુબીના દિલેક પોતાની બહેન જ્યોતિકા સાથે ખુબ જ ખુશ જોવા મળતી હતી આ તસવીરો ને લોકો એ ખુબ પસંદ કરી હતી તો હવે જ્યોતીકા ના લગ્ન રજત સાથે થયા છે જ્યોતીકા અને રજત ના લગ્ન પહાડી અંદાજમા ખુબ સાદાઈ થી યોજવામાં આવ્યા હતા.

પહાડો ની વચ્ચે મંડપનુ ડેકોરેશન કરવા મા આવ્યું હતું ફરતી બાજુ વિશાળ પહાડો કુદરતી હરીયાળી લીલાછમ વૃક્ષો અને ખડખડાટ વહેતી નદીઓ સાથે પક્ષીઓનો સુમધુર અવાજ સંભળાતો હતો રુબીના દિલેક પોતાની બહેન જ્યોતિકા અને રજતના લગ્ન માં ખુબ ખુશ દેખાતી હતી રજત વાદળી રંગની શેરવાની માં.

ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા તો જ્યોતિકા દુલ્હન ના જોડા માં આછા મેકઅપ માં ખુબ હસીન અને જવાન લાગી રહી હતી જ્યોતીકા લાલ રંગના દુલ્હન ના જોડા માં ખુબ જ સુંદર લાગી રહી હતી ગળામાં આકર્ષક ડાયમંડ જ્વેલરી પહેરેલી ખુબ જ ખુશ જોવા મળી હતી તો રુબીના દિલેક પણ પોતાની બહેનની સાથે ચણીયાચોળી પહેરીને.

શાનદાર અંદાજમાં જોવા મળી હતી રજત અને જ્યોતીકા દિલેકની આ સુંદર તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ હતી જે તસવીરો ને રુબીના દિલેકે પણ શેર કરી હતી આ તસવીરો પર ચાહકો મનમુકીને લાઈક કમેન્ટથી લગ્ન ની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે અને સાદાઈ થી પહાડી અંદાજમા કરેલા લગ્ન ની ખુબ પ્રસંસા પણ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *