ટીવીની લોકપ્રિય એક્ટર અંકિતા લોખંડે અત્યારે પતિ વિકી જૈન સાથે લગ્ન જીવનનો આનંદ માણી રહી છે બંનેના લગ્નને 6 મહિનાથી વધુ સમય થઈ ગયો છે બંને કપલની સમય સમયે તસ્વીર સામે આવતી રહે છે હવે જે નવી તસવીરો સામે આવી છે તેના પરથી અટકળો લગાવવામાં આવી રહી છેકે અંકિતા પ્રેગ્નેટ છે.
હવે અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસ્વીર શેર કરી છે સામે આવેલ આ તસવીરોમાં તેઓ તેના પતિ વિકી જૈન સાથે જોવા મળી રહી છે અંકિતા બ્લુ કલરના સાઈટ કટ ડ્રેસમાં સુંદર લાગી રહી છે ફોટામાં જોઈ શકાય છેકે અંકિતા અને વિકી કેમેરા માટે રોમેન્ટિક અંદાજમાં પોઝ આપી રહ્યા છે.
આ તસવીરો શેર કરતા અંકિતા લોખંડેએ કેપ્શન પણ સુંદર લખ્યું છે પરંતુ તેની ફોટો સામે આવતા લોકો અટકળો લગાવી રહ્યા છેકે અંકિતા પ્રેગ્નેટ છે એક યુઝરે કોમેંટ કરતા પૂછ્યું શું તમે પ્રેગ્નેન્ટ છો જ્યારે અન્ય એક યુઝરે તો 100 ટકા દાવો કર્યો કે અંકિતા પ્રેગ્નન્ટ છે તેના શિવાય કેટલાય લોકો અભિનેત્રિ પ્રેગ્નેટ હોવાની અટકળો લગાવી રહ્યા છે.