ટોપ ક્વોલિટી ઓર કન્સીસ્ટન્ટ [સંગીત] પરફોર્મન્સ કે લિયે સિર્ફ સિલ્વર પંપ નામ યાદ રખના અમારે તમને દુનિયાના નકશા પરના એક એવા નાનકડા ટુકડા વિશે વાત કરવી છે જ્યાં જાણે સમય સદીઓ પહેલા થમી ગયો છે બંગાળની ખા થાળીના ગુગવતા પાણીમાં અંદમાન અને નિકોબાર દ્વીપ સમૂહની વચ્ચે છુપાયો છે નોર્થ સેન્ટિનેલ ટાપુ આ ટાપુ અંદાજે 60 ચોરસ કિલોમીટર નો જ છે પણ અહીં ન તો કોઈ રસ્તો છે ન તો વીજળી છે ન તો કોઈ ઇન્ટરનેટ આ ટાપુ પર સેન્ટીનેલીસ પ્રજાતિના લોકો રહી રહ્યા છે તેઓ અત્યંત પછાત છે જેમનો બહારની આધુનિક દુનિયા કે આપણા જેવા લોકો સાથે કોઈ જ સંબંધ નથી અને તેઓ પૂરી દુનિયાથી અલગ પોતાની નાનકડી દુનિયામાં એકલા રહે છે તેઓ હજારો વર્ષોથી અહી રહી રહ્યા છે આધુનિક દુનિયાની ભક્ કાદા રોશનીથી જોજોનો દૂર બિલકુલ પોતાની મરજી અને પોતાના અંદાજમાં પણ જ્યારે જ્યારે બહારની દુનિયાએ તેમની આ શાંતિમાં ખલેલ પહોંચડવાનો કે તેમની નજીક પહોંચવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે ત્યારે તેમનો સામનો જરીલા તીરો અને ધારદાર ભાલાઓથી થયો છે આજ કારણે
આ જગ્યા ભારતનો એક એવો પ્રતિબંધિત ટાપુ છે જ્યાં જવ કાયદાકીય ગુનો તો છે જ પણ સાથે મોતને સામેથી વાહલું કરવા બરાબર છે સેન્ટીનેલીઝ લોકોની આ રોમાંચક કહાની હજારો વર્ષો પહેલા શરૂ થઈ હતી વૈજ્ઞાનિકોનું એવું માનવું છે કે આ લોકોના વંશજો આફ્રિકાથી નીકળીને એશિયા પહોંચનારા સૌથી પહેલા આદિમાનવો હતા અંદાજે 50 થી 60 હજાર વર્ષ પહેલા તેઓ આ ટાપુ પર આવીને વસ્યા હતા આંદમાનની બીજી આદિવાસી પ્રજાતિઓ જેવી કે જારવા અને ઓર્ગે દુનિયા સાથે સંપર્ક જાળવી રાખ્યો છે જો કે આ સેન્ટીનેલીસ પ્રજાતિના લોકોએ ક્યારેય બીજા લોકો સાથે સંબંધ ન રાખ્યો તેમણે પોતાની જ એક અલગ દુનિયા બનાવી આજે પણ તેમની ભાષા કોઈ સમજી શકતું નથી અને તેમના રીતિ રિવાજ વિશે આખી દુનિયા સાવ અજાણ છે તેઓ આજે પણ શિકાર કરીને અને જંગલની વનસ્પતિઓ વીણીને પોતાનું પેટ ભરે છે તેમજ દરિયામાંથી માછલીઓ પકડે છે તેમની પાસે લાંબા ધનુષ લોખંડની અણીવાળા તીરો અને ધારદાર ભાલા જેવા હથિયારો છે આ લોખંડ કદાચ દરિયાના મોજા સાથે તણાઈને આવેલા કચરા કે ભંગારમાંથી તેઓ મેળવે છે. તેઓ લાકડીના સહારે ચાલતી નાની હોળીઓ વાપરે છે. નાની ઝૂપડીઓમાં રહે છે.
ઝાડની છાલમાંથી બનેલા કપડા તેમજ ગળામાં કુદરતી વસ્તુઓથી બનાવેલા હાર પહેરે છે પણ આટલી સદીઓ પછી પણ તેઓ આગ કેવી રીતે પ્રગટાવે છે કોની પૂજા કરે છે અને તેમની વસ્તી કેટલી છે આ બધું આજે પણ એક રહસ્ય જ છે નોર્થ સેન્ટિનલ ટાપુ ચારે તરફથી એકદમ ગીચ અને જંગલોથી ઘેરાયેલો છે જેની ફરતે દુનિયામાં પથરાયેલી પરવાળાની દીવાલો એટલે કે કોરલ રીક્સ આવેલી છે જે કોઈપણ અજાણી હોળીને આ ટાપુની નજીક આવતા અટકાવે છે કિનારા પર ચમકતી સફેદ રેતી અને તેની પાછળ ઊંચા વૃક્ષો આ જગ્યાને સુંદર તો બનાવે છે પણ એટલી જ રસ્તેમાં પણ નાખે છે. અહીં કેટલા લોકો રહે છે એ આજે પણ એક મોટો સવાલ છે કોઈ કહે છે કે 50 થી 200 લોકો રહે છે તો કોઈ વળી 15 થી લઈને 400 નો આંકડો આપે છે વર્ષ 2011 ની વસ્તી ગણતરી વખતે દૂરથી માત્ર 15 થી 39 લોકો જ નજરે ચડ્યા હતા કારણ કે ત્યાં જઈને ક્યારે સત્તાવાર ગણતરી કરવી શક્ય જ બની નથી તેઓ ત્રણ અલગ અલગ જૂથમાં વહેચાયેલા છે અને જંગલોમાં ભટકતું જીવન જીવ્યા છે આ રહસ્યમય દુનિયાનો ઇતિહાસ પણ એટલો ચોકાવનારો છે 19મી સદીમાં જ્યારે અંગ્રેજો અંદમાનમાં પોતાનીજ જેલ બનાવી રહ્યા હતા ત્યારે પણ સેન્ટીનેલીઝ લોકોએ કોઈ બહારની વ્યક્તિને પોતાની શરદમાં પગ નહતો મુકવા દીધો. વર્ષ 1880 માં એમવી પોર્ટમેન નામના એક બ્રિટિશ અધિકારીએ આ ટાપુ પર જવાનો પ્રયત્ન કર્યો. ત્યારે સ્થાનિક લોકો કા તો જંગલમાં છુપાઈ ગયા અથવા તો તેમના પર તીર ચલાવ્યા. પોર્ટમેને તો ક્રૂરતા બતાવીને ત્યાના કેટલાક લોકોનું અપહરણ પણ કર્યું. પરંતુ બહારની દુનિયામાં પગ મુકતા જ
એ લોકો બીમાર પડવા લાગ્યા એટલે અંગ્રેજોએ તેમને પાછા છોડી દેવા પડ્યા. દેશ આઝાદ થયો પછી પણ તેમની સાથે મૈત્રીપૂર્ણ સંબંધો બાંધવાના પ્રયાસો ચાલુ જ રહ્યા 1960 અને 1970 ના દાયકામાં ટીએન પંડિત જેવા નિષ્ણાતોએ તેમની નજીક જવાની કોશિશ કરી હતી એ સમય હેલિકોપ્ટર કે ઓડીઓ દ્વારા ત્યાં નાળિયર કેળા અને પ્લાસ્ટિકના વાસનો ભેટ તરીકે ફેંકવામાં આવતા શરૂઆતમાં તો આ આદિવાસીઓ ડરીને જંગલમાં છુપાઈ જતા પણ પછી ધીમે ધીમે આ ભેટ લેવા તેઓ બહાર આવવા લાગ્યા 4 જાન્યુઆરી 1991 ના દિવસે આ આખી કહાનીની સૌથી યાદગાર અને ઐતિહાસિક ક્ષણ આવી ટીએન પંડિત અને અને તેમની ટીમ હોળી લઈને આ ટાપુના કિનારે પહોંચી. દર વખતની જેમ સેન્ટીનેલીઝ લોકો હાથમાં તીરો લઈને સામે તો આવ્યા પણ આ વખતે કંઈક અનોખું બનવાનું હતું. એક પુરુષ હિંમત કરીને ટીએન પંડિતની હોળીની સાવ નજીક આવ્યો. ટીએન પંડિતની ટીમે આપેલા નાળીયર અને કેળાની ભેટનો સ્વીકાર કર્યો એટલું નહીં તેણે પ્રેમથી હાથ મિલાવ્યો અને ચહેરા પર એક નિર્દોષ સ્મિત આવી ગયો. આ દ્રષ્ટિ જોઈને જંગલમાંથી કેટલીક મહિલાઓ પણ બહાર દોડી આવી આખી દુનિયાના ઇતિહાસમાં આ આદિવાસીઓ સાથે શાંતિપૂર્ણ સંપર્કની આ એકમાત્રને અદભુત ક્ષણ હતું જો કે થોડા જ સમયમાં આખી પરિસ્થિતિ બદલાઈ ગઈ સેન્ટીનેલીસ પ્રજાતિના લોકો સાથેની આ મિત્રતા વધારે સમય ન ટકી શકે થોડા સમય પછી ફરી એ લોકો આક્રમક બની ગયા આગળ તેમની સ્વાયતતા અને સંસ્કૃતિને બચાવવા માટે ભારત સરકારે વર્ષ 1956 ના એક કાયદા હેઠળ આ ટાપુની આસપાસ 5 કિલોમીટર નો એવો વિસ્તાર જાહેર કયો કરી દો જ્યાં કોઈને પણ જવાની સખત મનાઈ છે. આજે ભારતીય કોસ્ટગાર્ડની ટીમ ત્યાં સતત ચોખી પહેરો ભરે છે. આ ટાપુના ફોટા કે વિડીયો લેવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ છે. સરકારનો ખરો હેતુ તેમને દુનિયાથી અલગ રાખવાનો નથી પણ તેમને બહારના જીવલેન રોગોથી બચાવવાનો પણ છે. સેન્ટીનેલીઝ લોકોની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે ઈમ્યુનિટી સામાન્ય શરદી ઉદ્રસ કે ઓરી જેવા વાયરસ સામે સાવજીરો છે. એટલે જો બહારની દુનિયાનો કોઈ માણસ ભૂલે ચૂકે પણ ત્યાં પહોંચી જાય ને તો તેના શ્વાસ સાથે ગયેલા વાયરસ આખી આદિવાસી પ્રજાતિનું નામ નિશાન મિટાવી શકે અને એટલે તેમનો આ સંપર્ક તેમના માટે વિનાશ સાબિત થઈ શકે ઘણા બધા સાહસિકો અહીં જવાનો પ્રયત્નો કરે પણ છે પરંતુ તેનું પરિણામ જીવલેણ જ આવે છે આગળ વર્ષ 2004 માં જ્યારે સમુદ્રમાં ભયાનક સુનામી આવ્યું હતું હજારો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હતા ચારે તરફ વિનાશના દ્રશ્યો જોવા મળ્યા હતા એ સમયે ભારત સરકારને ચિંતા થઈ કે આ નાનકડા ટાપ ઉપર રહેતા સેન્ડિનલીઝ લોકોનું શું થયું હશે આ આદિવાસીઓની ભાળ મેળવવા અને તેમને મદદ કરવા માટે ભારતીય સેનાના હેલિકોપ્ટર્સ નોર્થ સેન્ટીનલ ટાપુની ઉપરથી પસાર થયા ત્યારે હેલિકોપ્ટરમાં બેઠેલા અધિકારીઓએ જે જોયું તે દ્રશ્ય જોઈને આખી દુનિયા દંગ રહી ટાપુના કિનારે ઉભેલો એક સેન્ટીનેલીસ પુરુષ ગુસ્સામાં આકાશમાં ઉડી રહેલા હેલિકોપ્ટર તરફ પોતાના ધનુષ બાણથી નિશાન સાધી રહ્યો હતો
જાણે કહી રહ્યો હોય કે અમને તમારી કોઈ જ જરૂર નથી અમારી શરત છોડીને ચાલ્યા જાવ તેઓ બધા જ સલામત જીવતા હતા જ્યારે આધુનિક ટેકનોલોજી ધરાવતા દેશો આ સુનામી સામે લાચાર હતા ત્યારે જંગલ અને કુદરતના ઈશારાને સમજવાની તેમની અદભુત ખોટાસુજે જ તેમનો જીવ બચાવી લીધો હતો આ ઘટના એ વાતનું સૌથી મોટું ઉદાહરણ છે કે પ્રકૃતિ સાથે એકરૂપ થઈને કેવી રીતે જીવી શકાય આ ટાપુ પર બહારની દુનિયાથી ખતરો હંમેશા તોડાતો રહ્યો છે વર્ષ 2006 માં મ્યાનમારના બે માછીમારો રાતના અંધારમાં ગેરકાયદે રીતે માછલીઓ પકડવા નીકળ્યા પણ કમ નસીબે તેમની હોળીનું લંગર તૂટી ગયું અને દરિયાના મોજા તેમને ગસળીને સીધા આ પ્રતિબંધિત ટાપુના કિનારે લઈ ગયા હોળી કિનારે પહોંચતા જ સેન્ટિનલીઝ લોકોએ તેમના પર હુમલો કરી દીધો અને એ બંને માછીમારો ત્યાં જ મોતને ઘાટ ઉતારી દેવાયા એટલું જ નહીં તેમણે એ બંનેના મૃદદેવોને દરિયા કાંઠાની રેતીમાં દફનાવી પણ લીધા જ્યારે આ ઘટનાની ખબર પડી ત્યારે ભારતીય નોકાદળને કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરસ ત્યાં જઈને એ માછીમારોના મૃતદે પાછા લાવવાનો ઘણો પ્રયત્ન કર્યો પરંતુ ટાપુ પરથી આદિવાસીઓએ હેલિકોપ્ટર પર એટલા જોરદાર તીરોનો વરસાદ કર્યો કે સેનાના જવાનોએ પણ લાચાર થઈને ખાલી હાથે પાછા ફરવું પડ્યું આ ઘટનાએ ફરી એકવાર સાબિત કરી દીધું કે તેમની સરહદમાં પગ મુકનાર વ્યક્તિ માટે મોત નિશ્ચિત
છે આ ટાપ ઉપર અનેક રહસ્યમય ઘટનાઓ પણ બની છે જેના વિશે અમે તમને વિસ્તારથી વાત કરીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે માત્ર ભારત જ નહીં પરંતુ આખી દુનિયાના લોકો નોર્થ સેન્ટિનલ ટાપુ વિશે જાણવા માંગે છે અહીંના લોકોને સમજમાં પણ માંગે છે આ ટાપુના ઇતિહાસની સૌથી વધુ ચર્ચાસ્પદ અને હચમચાવી દેનારી ઘટના 2018 માં સામે આવી હતી જ્યારે આજ નોર્થ સેડ્રીનલ આઈલેન્ડ પર એક અમેરિકન પ્રવાસીની હત્યા કરી દેવામાં આવી 27 વર્ષના આ અમેરિકન યુવાનું નામ હતું જોન એલન ચાવ આ ઘટનાએ આખી દુનિયાને સ્તબ્ધ કરી છે કેમ કે આ હત્યાનો આરોપ દુનિયાથી સાવ અલગ રહેતી આજ સેન્ટીનેલીસ આદિવાસી પ્રજાતિ પર લાગ્યો હતો જોનનો મૃદદેહ આદુ સુધી પાછો મેળવી શકાયો નથી એવું માનવામાં આવે છે કે દર વખતની જેમ આ વખતે પણ આદિવાસીઓ તેના મૃતદેહને રેતીમાં જ ક્યાંક દફનાવી દીધો હશે આ અચાનક આઘાતથી જોનનો પરિવાર પણ ધ્રુજી ઉઠ્યો હતો જોન એક નાની હોળી ભાડે કરીને અટાપ ઉપર પહોંચ્યો હતોમા માછીમારોને તો જોખમની ખબર હતી એટલે તેમણે કિનારાથી અંદાજે 500 મીટર દૂર પોતાની હોળ રોકી દીધી હતી. અહીંથી એક નાની હોડી લઈને જોન એકલો જ ટાપુ તરફ આગળ વધી ગયો. તે કિનારે પહોંચતાની સાથે જ આદિવાસીઓ તેના પર તીરોથી હુમલો કરી દીધો. માજી મારોએ દૂરથી એ હુમલો જોયો પણ ખરો આ હુમલો છતાં જોન જંગલ તરફ આગળ વધતો જ રહ્યો જો કે કોઈક રીતે જોન બચીને કિનારે તેની નાવડી પાસે પહોંચ્યો એના બે થી ત્રણ દિવસ બાદ માછીમારોએ જોયું કે આ આદિવાસીઓ જનના મૃતદેહને રેતીમાં દસડી રહ્યા હતા આ માછીમારોએ સ્થાનિક અધિકારીઓને વાત પણ કરી અને ત્યાંથી વાત અમેરિકા સુધી પહોંચી એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે જોન ખરેખર તો આ આદિવાસીઓને ખ્રિસ્તી બનાવવા માટે આ ટાપુ પર ગયો હતો તે ખ્રિસ્તી પ્રચારક હતો આ ટાપુ પર રહેતા લોકોનું જીવન જેટલું સરળ દેખાય છે
એટલું મુશ્કેલ પણ છે તેઓ દરિયાઈ કાચબા જંગલી ફળો તેમજ વનસ્પતિના મૂળ ખાઈને પોતાનું જીવન પસાર કરે છે તેઓ આ કેવી રીતે પ્રગટાવે છે એ પણ એક કોયડો છે તેમની પાસે દરિયાના છીછરા પાણીમાં ચલાવવા માટે નાની હોળીઓ પણ છે તેઓ વસ્ત્રોના નામે શરીર પર માત્ર ઝાડની છાલમાંથી બનેલી દોરીઓ જ વિંટાળે છે કેટલીક વાર રાતના અંધારામાં ટાપુ પરથી પસાર થનાર લોકોએ સાંભળ્યું છે કે તેઓ દરિયા કિનારે આગ સળગાવીને અનોખા સુર અને સંગીતમાં ગીતો પણ ગાય છે તેઓ આપણી આધુનિક દુનિયાથી ખૂબ જ ડરે પણ છે અને તેમની પાસે આ ડરનું એક મજબૂત કારણ પણ છે કારણ કે ભૂતકાળમાં જ્યારે પણ બહારના લોકો આંદમાનની બીજી પ્રજાતિઓને મળ્યા ત્યારે તેમને જીવલેન્ડ બીમારીઓ સિવાય કઈ ન મળ્યું અને તેમની વસ્તી સાવ નાશપામી આજે પણ ભારતીય કોસ્ટગાર્ડ આ ટાપુની ફરતે રાત દિવસ કડક ચોકી પહેરો ભરે છે અને સરકારી વહીવટી તંત્રની ટીમ માત્ર દૂરથી જ તેમની સ્થિતિ પર નજર રાખે છે. હજુ ગયા વર્ષે પણ એક યુવકે ત્યાં પહોંચવાનો ગુપ્ત પ્રયાસ કર્યો હતો પરંતુ સમયસર તે પકડાઈ ગયો જેના કારણે આ ટાપુ અને ત્યાના લોકો આજે પણ સુરક્ષિત છે હવે સવાલ એ થાય કે શું આપણે તેમને વિકસિત કરવા જોઈએ કે પછી તેમની પોતાની મરજીનું સન્માન કરવું જોઈએ આ બાબતે ભારત સરકારનું વરણ એકદમ સ્પષ્ટ છે સરકાર ઈચ્છે છે કે તેઓ સલામત રહે જેના માટે જ તેમનાથી અત્યારે અંતર રાખવામાં આવી રહ્યું છે. નોર્થ સેન્ટિનલ ટાપુ આપણને એ વાતની યાદ અપાવે છે કે આ પૃથ્વી પર આજે પણ અનેક રહસ્યો છે જ્યાં આધુનિક માણસે ટેકનોલોજીના જોરે દુનિયાનો ખૂણે ખૂણો જીતી લીધો છે ત્યાં આ દરિયાની વચ્ચે છુપાયેલો આ નાનકડો ટાપુ આપણને કુદરતનું સન્માન કરવાનું શીખવે છે સેન્ડનેલીઝ લોકો આજે પણ હજારો વર્ષોની જેમ પોતાની જ મસ્ત દુનિયામાં જીવી રહ્યા છે અને કદાચ આધુનિક દુનિયાથી અંતર જાળવી રાખવું એ જ તેમના અસ્તિત્વની સૌથી મોટી જીત પણ છે ખેર આજના ફૂલ સ્ટોપમાં આજે આટલું જ નવા મુદ્દાઓ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર