Cli
indian cricketers buetiful deaughter

મોટાભાગના નથી જાણતા ભારતીય ટીમના ક્રિકેટરોની ખૂબસૂરત દીકરીઓને…

Story

પિતા સામાન્ય હોય કે સેલિબ્રિટી દરેક માટે તેની દીકરી સૌથી અમૂલ્ય હોય છે. આ જ કારણ છે કે દરેક પિતા ભલે પોતાના દીકરા માટે કે પત્ની માટે સમય ન નીકળી શકે પરંતુ પોતાની દીકરી માટે સમય નીકાળી લેતો હોય છે. આજના અમારા આ લેખમાં અમે કેટલાક એવા પિતા વિશે વાત કરવાના છીએ જે ભારતીય ક્રિકેટ ટીમમાં છે અને ભારતીય ટીમને આગળ લઈ જવા સાથે તેઓ પોતાની દીકરી સાથે પણ ભરપૂર સમય વિતાવતા જોવા મળે છે.

આ યાદીમાં સૌથી પહેલા વાત કરીએ ક્રિકેટર વિરાટ કોહલી વિશે તો વિરાટ કોહલી અને અભિનેત્રી અનુષ્કા શર્માની પ્રેમકહાની જેટલી ચર્ચામાં રહી છે તેટલી જ બંનેની દીકરી પણ ચર્ચામાં રહી છે. એ તો તમે જાણતા જ હશો કે દીકરી વામિકા ના જન્મ બાદ મેચ જોવા પહોંચેલી અનુષ્કાએ દીકરી પર કેમેરો લાવવાના કારણે કેમેરામેન સાથે કેટલી બબાલ કરી હતી.જો કે વર્ષ ૨૦૨૧માં જન્મેલી દીકરી વામિકાને વિરાટ અને અનુષ્કા ભલે કેમેરાથી અને સોશિયલ મીડિયા થી દૂર રાખતા હોય પરંતુ વિરાટ પોતાની દીકરી સાથેની મસ્તીના વીડિયો અનેકવાર ચાહકો સાથે શેર કરતો હોય છે.

જે બાદ વાત કરીએ મહેન્દ્ર સિંહ ધોની અને તેમની દીકરી ઝીવા વિશે તો સાક્ષી અને ધોનીની પ્રેમકહાની જેટલી પ્રચલિત છે તેટલો જ ધોની અને તેની દીકરી ઝીવાનો બોન્ડ પણ પ્રચલિત છે. ઝીવા અનેકવાર પિતા ધોનીની મેચ દરમિયાન સ્ટેડિયમ માં જોવા મળી છે. એટલું જ નહિ અનેકવાર મેચ બાદ ગ્રાઉન્ડ પર જ પિતા અને દીકરીની મસ્તી પણ જોવા મળી છે. જણાવી દઇએ કે ઝીવા હાલમાં ૮ વર્ષની થઈ ગઈ છે.

વાત કરીએ ક્રિકેટની દુનિયામાં ભગવાનની ઓળખ ધરાવતા સચિન તંડુલકરની દીકરી સારા વિશે તો કોઈ તહેવારો હોય કે દીકરીની ડિગ્રી ની વાત સચિન હમેશા સારા સાથે જોવા મળ્યા છે. આ ઉપરાંત તે અનેકવાર પિતા સાથે યોગા કરતી પણ જોવા મળી છે. જો કે સરાના અંગત જીવન અંગે વાત કરીએ તો હાલમાં તે ૨૫ વર્ષની છે. એટલું જ નહિ હાલમાં ક્રિકેટર શુભામન ગિલ સાથેના સંબંધોને કારણે તે ખૂબ જ ચર્ચામાં પણ જોવા મળી રહી છે.

વાત કરીએ ક્રિકેટર રોહિત શર્મા અંગે તો આ ક્રિકેટર મેદાનમાં ભલે ગમે તેટલી વાર હાર્યો હોય પરંતુ પિતા બનવા બાબતે તે ખૂબ સારા સાબિત થયા છે. રોહિત મેદાનમાં જેટલી ખુશી સાથે રમતા જોવા મળે છે તેટલી જ ખુશીથી તેઓ પોતાની દીકરી સમાયરા સાથે પણ રમતા જોવા મળતા હોય છે. પિતા અને દીકરીની આ જોડીના અનેક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચુક્યા છે. હાલમાં ભારતીય ટીમ ની વર્લ્ડ કપ દરમિયાન હાર થવા સમયે પણ બંનેનો એક ફોટો સામે આવ્યો હતો જેમાં રોહિત દીકરીના ખોળામાં માથું મૂકી બેઠેલા જોવા મળ્યા હતા.

અંતમાં વાત કરીએ સુરેશ રૈના અંગે તો આ ક્રિકેટર ને એક દીકરો અને એક દીકરી છે. તેમની દીકરીનું નામ ગ્રેસિયા છે.જેના ફોટા અંવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *