બોલીવુડ ઇન્ડસ્ટ્રી એક ભુભૂલૈયા જેવી છે ,અહી કયા કલાકારના જીવનમાં શું ચાલી રહ્યું છે તે અંગે જાણવું ખૂબ જ અઘરું હોય છે. અહી કલાકારોના નામ અવારનવાર અન્ય સાથી કલાકારો સાથે જોડતા જોવા મળતા હોય છે તો કેટલાક કલાકારોના અણબનાવ પણ જોવા મળતો હોય છે જેને કારણે રાજકારણ ની જેમ જ બોલીવુડ પણ હમેશા ચર્ચામાં જોવા મળતું હોય છે.
હજુ ગઈકાલે સુધી જ સોશિયલ મીડિયા અને બોલીવુડમાં અભિષેક બચ્ચન અને એશ્વર્યા રાય બચ્ચનના સંબંધો અંગે ચર્ચા ચાલી રહી હતી.લોકો તરફથી બંનેના સંબંધોને લઈને અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા. જો કે હજુ લોકો આ બાબતે કોઈ નિર્ણય પર પહોંચે તે પહેલા જ બોલિવૂડમાંથી વધુ એક આશ્ચર્ય જગાડતી વાત સામે આવી છે. જે અનુસાર બોલીવુડ ના રેપર બાદશાહ કોઈ પાકિસ્તાની અભિનેત્રીના પ્રેમમાં હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિગતે વાત કરીએ તો પહેલી પત્ની સાથેના તલાક બાદ હાલમાં જ બાદશાહે પોતાના ઈન્સ્ટાગ્રામ પર સ્ટોરીમાં અભિનેત્રી હાનિયાનો એક સ્ક્રીન શોર્ટ શેર કર્યો હતો આ સ્ક્રીન શોર્ટમાં હાનિયા બાદશાહ સાથે હસતી જોવા મળી રહી છે. આ સ્ક્રીન શોર્ટ ને જોતા જ લોકોએ બંને વચ્ચે અફેર હોવાનો અંદાજો લગાવ્યો છે. જો કે આ પહેલા હનિયા એ પણ શોપિંગ અને કોફી ડેટ પરના બાદશાહ સાથેના કેટલાક ફોટા સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.
આ તમામ પુરાવાઓને આધારે બાદશાહના ચાહકો બાદશાહ અને હાનિયાં એકબીજાના પ્રેમમાં હોવાનો તેમજ જલ્દી જ લગ્ન કરવાના હોવાનો અંદાજો પણ લગાવી રહ્યા છે. જણાવી દઇએ કે બાદશાહની પહેલી પત્નીનું નામ જાસ્મીન મસીહ છે તેઓ વર્ષ ૨૦૨૦માં છૂટા પડયા હતા. જાસ્મીન અને બાદશાહની એક દીકરી પણ છે.