આજકાલ હિન્દુ હોય કે મુસ્લિમ કે અન્ય કોઈ સમાજ દરેક સમાજમાં પ્રેમલગ્ન નું પ્રમાણ ખૂબ જ વધ્યું છે.સમાચારમાં રોજબરોજ કોઈને કોઈ યુવક યુવતીના ઘરેથી ભાગી જવાના અથવા પ્રેમમાં પાગલ બની માતાપિતાની હ!ત્યા કરવાના સમાચાર સામે આવતા હોય છે.સામાન્ય રીતે આવા કિસ્સાઓ સાંભળતા દરેક વ્યક્તિ છોકરીને દોષ આપવાની શરૂઆત કરી દેતો હોય છે.
વધુમાં વધુમાં તો સોશિયલ મીડિયા અથવા ટીવી સીરિયલ કે ફિલ્મોને આ પ્રેમ લગ્નનો દોષ આપતા હોઈએ છીએ ખરું ને? પરંતુ એક સમાજ તરીકે પોતાની ભૂલ ક્યાં થાય છે? કે એક માતાપિતા તરીકે પોતાની ભૂલ કયા થાય છે તે જાણવાની ભાગ્યે જ કોઈ કોશિશ કરતું હોય છે હાલમાં આવી જ એક કોશિશ પાટીદાર સમાજના લોકો તરફથી કરવામાં આવી છે હાલમાં પાટીદાર સમાજ દ્વારા આ અંગે ચર્ચા કરવામાં આવી હતી જેના યુવતીઓના ઘરેથી ભાગી જવાના અમુક કારણો પણ તેમને લોકો સામે મુક્યા હતા.
વિગતે વાત કરીએ તો પાછલા કેટલાય વર્ષથી દરેક સમાજની દીકરીઓ બીજા સમાજ ના યુવકો સાથે પ્રેમ લગ્ન કરતી થઈ છે. જેને લઇને પાટીદાર સમાજ દ્વારા પ્રેમ લગ્ન વખતે માતાપિતાની સહી અનિવાર્ય કરવાની માંગ કરવામાં આવી હતી સાથેજ દીકરી જો ૨૫ વર્ષ પૂરા કર્યા પહેલા ભાગીને લગ્ન કરે તો તેને સંપતિ માથી બેદખલ કરવાં માટેનો કાયદો બનાવવા પણ માંગ કરી હતી.
જો કે આ બાદ પાટીદાર સમાજના વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા હાલમાં જ એક સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ઉમિયાધામ ફાઉન્ડેશનના પ્રમુખે આર.પી પટેલે દિકરીઓના લગ્નને લઈને મોટું નિવેદન આપ્યું હતું. જે હાલમાં ચર્ચાનો વિષય બન્યું છે.
કાર્યક્રમ દરમિયાન દીકરીઓના ભાગી જવા અંગે વાત કરતા આર. પી પટેલે કહ્યું કે દીકરીઓના ભાગી જવા માટે માત્ર તેમનો વાંક નથી.આ માટે પરિવાર પણ જવાબદાર છે. સોશિયલ મીડિયા પર કોઈ એક યુવક તમારી દીકરીના રોજ વખાણ કરે, તેને સુંદર ગણાવે,તેના સ્વભાવને વખાણે,તેને સારી હોટેલમાં જમવા લઈ જાય,દીકરીને પૂરતો સમય આપે છે.
આ તમામ વાતો દીકરીને તે યુવક તરફ આકર્ષે છે જે પ્રેમ,હૂંફ તેને ઘરમાં ક્યારેક જ મળતા હોય તે યુવક પાસે રોજ મળતા હોવાથી યુવતી માટે તે યુવક માતા-પિતા કરતા પણ વધારે મહત્વનો બની જતો હોય છે માટે દરેક માતા-પિતાએ દીકરીઓને ઘરમાં જ પ્રેમ અને હૂંફ આપવામાં જોઈએ માતાપિતાએ દીકરી કે વહુ ને સન્માન આપવું,તેની નાની નાની વાતો પર ધ્યાન આપવું જોઈએ. મધ્યમ વર્ગના માતાપિતા એ પણ દીકરીના લગ્ન માટે પૈસા ભેગા કરવા કરતા તેને સમય આપવા પર, તેને સમજવા પર ધ્યાન આપવું જોઈએ.