મહેસાણા માં સમુહલગ્નમા વાત વાતમાં મામલો બિચકતા ખુરશીઓ ઉડી, જોવા જેવી થઈ...

મહેસાણા માં સમુહલગ્નમા વાત વાતમાં મામલો બિચકતા ખુરશીઓ ઉડી, જોવા જેવી થઈ…

Bollywood/Entertainment Breaking

મહેસાણા કુકરરોડ ઈન્દીરાનગર વશાહત પાસે રોહિત સમાજના સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું અચાનક બંને પક્ષો વચ્ચે સામાન્ય બોલાચાલી એ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા એકબીજા પર ખુશી આપવાનું શરૂ કર્યું હતું લગ્ન પ્રસંગમાં અચાનક ખુરશીઓ સામસામે ઉછળતા લોકો હેરાન રહી ગયા હતા.

સમૂહ લગ્નના આયોજકો શાંતિ ની અપીલ કરતા જોવા મળ્યા હતા આ ઘટનામાં 50 જેટલી ખુરશીઓ ભાગી ને ભુક્કો થઈ જવા પામી હતી સમગ્ર ઘટના અનુસાર આ ઘટના બાદ બંને પક્ષોએ સામ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી ફરીયાદી મનિષ ચૌહાણે જણાવ્યું હતું કે રોહીત સમાજના સમુહ લગ્ન યોજવામાં આવ્યા હતા.

જેમાં ડીજે વાગી રહ્યું હતુ આ સમયે ચિત્રોડી વશાહત પાસે રહેતા લોકો આ સમુહલગ્ન માં નાચવા માટે ઘુસી આવ્યા હતા જેમને રોકવાનો પ્રયત્ન કરતા શૈલેષ સેનમા રાજુ સેનમા અને બળવંત સેનમા નામના યુવકો ખુરીશીઓ ઉપાડી ફેકંવા લાગ્યા અને મારામારી કરવા લાગ્યા તો બિજા પક્ષે નોંધાયેલ ફરિયાદ અનુસાર મનોજ સેનમા એ.

ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે આ સમૂહ લગ્નમાં અમે પાણીની બોટલો વેચવા માટે ગયા હતા અને સમાજના આગેવાનો અને આયોજકો ની રજા લીધા બાદ અમે સમૂહ લગ્નમાં પાણીની બોટલ વેચવાનું શરૂ કર્યું હતું આ સમયે જૈમીન ચૌહાણ નામના વ્યક્તિએ આવીને અમને અપશબ્દ બોલવાનું શરૂ કર્યું અને ખુરશીઓ સાથે મા રામારી.

કરવા લાગ્યા પોતાની વસાહત માંથી લોકો તેને બચાવવા માટે આવ્યા તેમની સાથે પણ મારામારી કરવા લાગ્યા બંને પક્ષોની દલીલો પોલીસે સાંભળી અને આગળની કાર્યવાહી હાથ ધરી છે આ ઘટનામાં મહેમાનો ની ગાડીઓ ના કાચ ફુટી ગયા તો ઘણી અન્ય ચીજોને પણ નુક્સાન થયું હતું પોલીસે ચાર વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *