હમણાં થોડા દિવસો પહેલાં એક વિડિઓ સોસીયલ મીડિયામાં વાઇરલ થયો હતો જેમાં મધ્યપ્રદેશના ઝાબુઆના કલેક્ટરને ચેલેંજ કરતી નિર્મલા ચૌહાણ નો જેના બાદ અન્ય વિડિઓ પણ વાઇરલ થયા હતા જેમાં નિર્મલા ચૌહાણને એક દિવસની કલેકટર બનાવવામાં આવી તે એક અફવા હતી પરંતુ હવે એક વધુ સીસીટીવી ફૂટેજ સોસીયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યો છે.
વિડીઓમાં દાવો કરવામાં આવી રહ્યો છેકે નિર્મલા ચૌહાણ તેની મિત્ર સાથે ચોરી કરતી નજરે આવી રહી છે વિડીઓમાં સાફ દેખાઈ રહ્યું છેકે નિર્મલા એક દુકાને કંઈક લેવા ઉભી હોય છે જેની બાજુમાં તેની કોઈ જાણીતી મિત્ર પણ ઉભી હોય છે નિર્મલા દુકાનદારને કંઈક માંગે છે અને દુકાનદાર દુકાનમાં પાછું વળીને કંઈક લેવા જાય.
ત્યાં સુધી નિર્મલાની બાજુમાં ઉભેલી નિર્મલાને સાઈડમાં કરીને એક ચોકલેટનો ડબ્બો ચોરી લેછે આ બધું નિર્મલા જોઈ રહે છે યુવતી ડબ્બો ચોરીને નીકળી જાય છે સિસિટીવી ફૂટેજ સામે આવ્યા બાદ નિર્મલાએ મીડિયાથી વાત કરતા જણાવ્યું કે ચોરી કરી રહેલી યુવતીને હું નથી જાણતી તે કેટલાય સમય પહેલાજ બાજુના રૂમમાં રહેવા આવી હતી.
જયારે તે યુવતીએ મને આ ઘટના વિશે જણાવ્યું તો યુવતીને મેં ચોકલેટનો ડબ્બો પાછો આપવાનું કહ્યું હતું પરંતુ તેણે કહ્યું દુકાનદાર જોડે મારા કેટલાક પૈસા લેવાના બાકી છે વારંવાર માંગવા છતાં નથી આપી રહ્યો એટલે મેં તેની દુકાનેથી સામાન ઉઠાવી લીધો દુકાનદારનું કહેવું છેકે આ ચોરીની જાણકારી તેમને સિસિટીવી ફૂટેજ દ્વારા મળી હતી.