તમારા નસીબમાં લખાયું હોય તે કોઈ છીનવી શકતું નથી મહેનત કાબિલિયત અને ક્ષમતા પર સૌ કોઈની નજર પડે છે અને તે ઘણીવાર મળી પણ જતું હોય છે એવું જ એ ગુજરાતી અત્યંત ગરીબ પરિવારના આદિવાસી યુવક સાથે થયું છે ભારતીય એરફોર્સ નેવી અને આર્મીમાં હાઈટ બોડી વજન શિક્ષણ તમામ પાસાઓને જોવામાં આવે છે.
પરંતુ નિતેશ રાઠવાની હાઈટ ઓછી હોવા છતાં પણ તેને ભારતીય નેવી એ નોકરી સામા પગલે આવીને આપી છે છોટા ઉદેપુર જીલ્લા ના બોડેલી કાટકુવા ગામમા ખેતમજૂરી કરીને કાચા મકાન માં રહેતો નિતેશ રાઠવા આજે નેવી નો જવાન બની ગયો છે તેના પિતા કડીયા કામ કરે છે અને માતા મજુરી કરે છે નિતેશ રાઠવા બાળપણથી જ.
દોડવા મા પાવરધા હતો તે રમત ગમત ક્ષેત્રે ખુબ આગળ હતો તે એ ઘોઘંબા આશ્રમ શાળામાં અભ્યાસ કરતો એ ખોખો આર્ચરી કબડ્ડી અને રનિંગ જેવી રમતો માં ખુબ આગળ હતો સાતમા ધોરણમાં આવતા ડિસ્ટ્રિક્ટ લેવલે દેવગઢ બારિયા ખાતે સ્પોર્ટ્સ સ્કૂલમાં મા તેની પસંદગી થઈ અને પહેલી વખત રનિંગમાં સિલેકટ થયો.
એ પહેલીવાર 400 મીટર દોડમા રાંચી ગયો ઝારખંડ સાલ 2014માં 400 મીટર દોડ નેશનલ રમવા ગયો આ સમયે વડોદરામાં બે વર્ષ ગુજરાત સરકાર તરફથી પીટી ઉષા એકેડેમી ચલાવવામાં આવતી હતી તેને 2 વર્ષ પ્રેક્ટિસ કરી એ તેને 2000 મીટર દોડમાં વેસ્ટ ઝોનમાં પહેલો ગોલ્ડ મેડલ મેળવ્યો હતો.
સાલ 2018માં સ્કૂલગેમમાં રોહતક હરિયાણામાં 5000 મીટરમાં દોડમાં જેમાં સિલ્વર મેડલ મેળવ્યો એ પછી ગુન્ટૂર આંધ્રપ્રદેશ ખાતે જુનિયર નેશનલમાં 10000 મીટરની દોડમાં ભાગ લીધો જેમાં બ્રોન્ઝ મેડલ મેળવ્યો નડિયાદ ખાતે સ્કૂલગેમમાં 2019માં 1500 મીટરમાં બ્રોન્ઝ
મેડલ મેળવ્યો જુનિયર નેશનલમાં 2017થી 2019 સુધી.
5 અને 10 કિમી રનિંગમાં દેશભરમા 5 અને 6 નંબર પર આવ્યો છેલ્લે અદાણી મેરેથોનમાં દોડ્યો હતો અને 10000 મીટરમાં અમદાવાદ ખાતે ગોલ્ડ મેડલ જીત્યો એશિયન ગેમ્સમાં મેડલ મેળવનાર ની ચાહ રાખનાર સાલ 2019 માં આંધ્ર પ્રદેશ માં યોજાયેલ વારંગલ ક્રોસ કન્ટ્રી એથલેટિક રમત દરમિયાન નેવી.
કોચની એના પર નજર પડતાં જ તેને બોલાવી ને કહ્યું કે તારે નોકરી ની જરુર છે નિતેશ રાઠવા એ હા કહેતા તેને લેટર મોકલ્યો તેની દોડ થી પ્રભાવિત થઈ નેવીના કોચે તેને નોકરી આપી અને આજે 161 સેમીની હાઈટ સાથે નેવી માં સૈનીક તરીકે નોકરી એ લાગ્યો જોકે નેવી માં નોકરી કરવા માટે મીનીમમ હાઈટ 166 જોઈએ છે પરંતુ નેવી કોચ અને.
આર્મી કોચ એ નોકરી કોને આપવી એ નક્કી કરી શકે છે આજે નિતેશ રાઠવા નેવી માં નોકરી મેળવી ખુબ ખુશ છે અને તે ઓફીસર બનવાની પણ ચાહના ધરાવે છે એના ગામમાં કોઈ સરકારી નોકરી કરતુ નથી માતા પિતા મજૂરી કરે છે અને ગામમાં પાકો રસ્તો પણ નથી આ સ્થિતિ વચ્ચે તેને આદીવાસી સમાજનું નામ રોશન કર્યું છે.