ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાઇ રહી છે આ વચ્ચે વિવિધ પક્ષના ઉમેદવારોની સંપત્તિ જાહેર કરવામાં આવે છે એ વચ્ચે ભારતીય ટીમના ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ની પત્ની રિવાબા જાડેજા પણ જામનગર ઉત્તર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી માંથી પોતાની ઉમેદવારી નોંધાવી છે રવિન્દ્ર જાડેજા ના ફેન્સ એ.
જાણવા માટે ખૂબ જ આતુર છે કે રવિન્દ્ર જાડેજા પાસે કેટલી સંપત્તિ છે એ વચ્ચે તાજેતરમાં આ વિગત સામે આવી છે ચૂંટણી પંચ સામે રિવાબા જાડેજાએ પોતાની સંપત્તિ જાહેર કરી હતી ચૂંટણી પંચ સામે આપેલા સોગંદનામાં મુજબ રિવાબા જાડેજા ના નામે 6 લાખ 20 હજારની મિલકત સાથે તેમના પતિ.
ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા ના નામે 18.56 કરોડની મિલકત જાહેર કરવામાં આવી છે ભાજપાએ જામનગર ઉત્તર બેઠક પર રિવાબા જાડેજા ને ટીકીટ આપી છે જે વચ્ચે ગઈકાલે રીવોબા જાડેજા એ રવિન્દ્ર જાડેજા સાથે પોતાના હજારો સમર્થકો સાથે જામનગરમાં શક્તિ પ્રદર્શન કર્યું હતું.
અને ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આ દરમિયાન તેમને મીડિયા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે લોકોએ મારા પર ભરોસો મૂક્યો છે ભાજપે જે વિશ્વાસ મૂક્યો છે હું સતત લોક સેવાના કાર્યો સાથે સંકળાયેલી રહીશ ગ્રામ્ય વિસ્તારને ડેવલપમેન્ટ સાથે સ્માર્ટ સિટી બનાવવાના પણ પ્રયત્ન કરતી રહીશ.
તેમને વધારે જણાવ્યું હતું કે હું લોક સેવા માટે હંમેશાં સમર્થથી સમર્પિત રહીશ અને મારાથી બને એટલા પ્રયત્નો કરતી રહીશ ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાને લોકોનો ખૂબ જ સપોર્ટ મળી રહ્યો છે આ વચ્ચે રિવાબા જાડેજા પોતાના જીતની આશા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.