ગુજરાતમાં જ્યારે કોઈ ભજન ની વાત આવે ત્યારે નામ એક જ સામે આવે છે હેમંત ચૌહાણ જેને પોતાના સુમધુર અવાજથી ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે જ્યારે કેસેટનો જમાનો હતો એ સમયે જેનો અવાજ લોકો સાંભળવા હંમેશા આતુર રહેતા અને કોઈપણ કિંમતે હેમંત ચૌહાણની કેસેટ ખરીદતા હતા.
આજે સોશિયલ મીડિયા પર પણ હેમંત ચૌહાણ ખૂબ જ લોકપ્રિયતા ધરાવે છે હેમંત ચૌહાણ નો જન્મ સાલ 1955 માં રાજકોટના જસદણ તાલુકાના કાનપુર ગામે થયો હતો તેમના માતા પિતા ખૂબ જ આધ્યાત્મિક હતા તેમના ઘરમાં રામાયણ મહાભારત વૈદ પુરાણો નુ ખુબ અધ્યયન થતું હતું ભક્તિમય વાતાવરણમાં.
રહીને હેમંત ચૌહાણ મોટા થયા તેઓના પિતાનું નામ રાજાભાઈ ચોહાણ જેમના ચાર દિકરા એક દિકરી માં હૈમત ચૌહાણ સંગીત પ્રત્યે ખૂબ રુચી ધરાવતા હતા સાલ 1974 માં અર્થશાસ્ત્ર માં બીએ ની ડીગ્રી મેળવી તેઓ સરકારી વાહન વ્યવહારની કચેરીમાં કારકૂન તરીકે જોડાયા હતા રાજકોટ માં તેમને સંગીત નાટ્ય.
ભારતની સંસ્થામાં તાલીમ લીધી અને તેઓ આજુબાજુના વિસ્તારમાં ભજન અને ડાયરાઓ કરવા લાગ્યા શરૂઆતમાં હેમંત ચૌહાણને કામ આકાશવાણી રેડિયો માંથી મળવા લાગ્યું તેઓ નોટબુકમાં લખીને આકાશવાણી રેડિયો પર ભજન ગાતા હતા ત્યારબાદ તેમને નાના મોટા ડાયરાના પ્રોગ્રામો મળવા લાગ્યા.
તેમનો અવાજ લોકોને ખૂબ જ પસંદ આવવા લાગ્યો આ દરમિયાન તેમના લગ્ન લીલાબેન સાથે થયા પોતાની નોકરીની સાથે તેઓ ભજનના પ્રોગ્રામ કરવા લાગ્યા દિવસે તેઓ નોકરી કરતા હતા અને રાત્રે તેઓ ભજન ગાતા હતા એક દિવસ તેઓ કચેરીમાં બેઠા હતા અને ભજનની ચોપડી લઈને.
પ્રેક્ટિસ કરતા હતા સતત 12 વર્ષની નોકરી બાદ એક સમયે અધિકારીએ આવીને એમને કહ્યું કે મિસ્ટર અહીંયા તમે શું કરો છો ભજન ગાવાનું બંધ કરો ક્યાં નોકરી છોડી દો એમ જ ચૌહાણ તે દિવસે ઘેર આવ્યા અને તેમને નોકરી જવાનું બંધ કર્યું તેમને કચેરી પર જઈને રાજીનામું આપ્યું અને ભજન.
ગાવાનું શરૂ કર્યું તેમને અત્યાર સુધી 6000 જેટલા ભજનો ગાયા છે સાથે તેમને રાજકીય ક્ષેત્રે પણ ખૂબ જ યોગદાન આપ્યું છે તેમનો દિકરો મયુર ચૌહાણ પણ પિતા ની જેમ સંગીત ક્ષેત્રે જોડાયો છે હૈમત ચૌહાણ આજે પણ સાદાઈ ભર્યું જીવન વ્યતિત કરે છે ગુજરાતમાં તેઓ ખુબ જ લોકપ્રિયતા ધરાવે છે.