નમસ્કાર વેધર એનાલિસીિસ સાથે હું છું પાયલ અને વેધર એનાલિસીિસની શરૂઆત કરું એની પહેલા કહી દઉં કે આજે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે ખૂબ વધારે ગરમી પડવાની છે એની આગાહી સાથે આવીશું પણ કેટલી પણ ગરમી પડે બહુ જ તાપ હોય છતાં પણ પોતાનું ધ્યાન રાખી અને પોતાનો અધિકાર જે છે પોતાની જે ફરજ છે એ નિભાવવા જજો મત આપવા માટે જજો અને હવે આજની ગરમીની વાત કરીએ કયા જિલ્લામાં કેટલી ગરમી પડવાની છે કારણ કે મેં જ્યારે હવામાન વિભાગની આગાહી સાંભળી
અને વિંડીમાં પણ જોવું તો ખબર પડે કે 44ડિગ્રી તાપમાન પહોંચવાનું છે. આજે સૌથી વધારે પીક ગરમી થવાની છે અને હિટવેવની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. હિટવેવની આગાહી કરવામાં આવી છે અને તમે જુઓ કે અમદાવાદમાં બપુર સુધીમાં 44 ડિગ્રી તાપમાન બતાવે છે રાપરમાં 43ડિગ્રી છે વડોદરામાં 44ડિગ્રી તાપમાન છે અને તાપમાન 45ડિગ્રીની પાર પહોંચે તેવી સંભાવનાઓ છે ધોળકા નળિયાદની આસપાસના વિસ્તારો સુરેન્દ્રનગરમાં 43ડિગ્રી મોરબીમાં 43ડિગ્રી રાજકોટમાં 42 બોટાદમાં 44 ભાવનગરમાં 41ડિગ્રી તાપમાન અમરેલી સૌથી વધારે ગરમ રહેવાનું છે
અમરેલીમાં 45ડિગ્રી તાપમાન જૂનાગઢમાં 43ડિગ્રી તાપમાન છે આ બાજુ પોરબંદરમાં 33 એટલે આ જે દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાં 34 થી 38ડિગ્રી તાપમાન જવાની સંભાવના છે સાથે તમે જુઓ ગાંધીધામમાં 40ડિગ્રી તાપમાન છે બાકીના મોટા ભાગના કચ્છના વિસ્તારોમાં 44 થી લઈને 40ડિગ્રી સુધીનું તાપમાન રહેવાનું છે. ઉત્તર ગુજરાત પણ એટલું ગરમ રહેશે પાલનપુર અને મહેસાણાની આસપાસ 43 ડિગ્રી તાપમાન રહેવાનું છે મધ્ય ગુજરાતમાં દાહોદ છોટા ઉદયપુરના વિસ્તારોમાં 42ડિગ્રી તાપમાન છે. દક્ષિણ ગુજરાતમાં સુરતમાં 43ડિગ્રી તાપમાન છે. વલસાડ વાપી બધી જ જગ્યાએ 40ડિગ્રીની ઉપર તાપમાન રહેવાની સંભાવના છે એટલે આજના દિવસમાં સૌથી વધારે ગરમી પડવાની છે.
45ડિગ્રી સુધી તાપમાન પહોંચે તેવી સંભાવના છે. 27 તારીખથી ટેમ્પરેચર થોડુંક ઓછું થાય એવી આગાહી કરવામાં આવી છે કારણ કે પ્રી મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ પડવાનો છે અને એને માવઠું એટલે નથી કહેતા કારણ કે પ્રી મોન્સુન એક્ટિવિટી છે એનો વરસાદ છે અને એટલે એ 27 28 તારીખથી એની અસર થતી તમને જોવા મળશે 27 તારીખે તમે જુઓ કે બપોરના સમય સુધીમાં 44 ડિગ્રી તાપમાન તો પહોંચવાનું જ છે એટલે 27 તારીખે પણ ગરમી તો વધારે રહેવાની છે પણ 28 તારીખે મહત્તમ તાપમાન જે છે એ ધીરે ધીરે ઓછું થતું દેખાય ખાશે અને એ 42ડિગ્રીની આસપાસ હજુ દેખાય છે થોડા કલાકો માટે એકદમ પીક પર તાપમાન પહોંચે તે સ્થિતિ છે 27 28 29 તારીખ સુધી આ સ્થિતિ રહેવાની છે એટલે એપ્રિલ મહિના જે પૂર્ણ થવાના જે ત્રણ ચાર દિવસ છે
ત્યારે વધારે ગરમી પણ પડવાની છે અમુક જિલ્લાઓમાં સામાન્ય મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે એ સામાન્ય મધ્યમ વરસાદ એ પ્રી મોન્સુન એક્ટિવિટી હશે માર્ચ મહિનાથી શરૂ થયેલો એ વરસાદ એ માવઠા હતા એના પછી એપ્રિલમાં પણ વરસાદ પડ્યો અને હવે હવે જે વરસાદ પડશે એ બધો જ પ્રી મોન્સુન એક્ટિવિટીનો વરસાદ હશે. મેમાં પણ વરસાદની સંભાવના છે મેના શરૂઆતના દિવસોમાં છૂટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. આગામી આખા મે મહિનામાં બે અઠવાડિયા વરસાદ પડશે બે અઠવાડિયા ગરમી પડશે પણ આજના દિવસે સૌથી વધારે ગરમી પડવાની સંભાવના છે. તમારે ત્યાં અત્યારથી કેટલી ગરમી પડી રહી છે અમને કોમેન્ટ્સમાં જણાવજો. અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વીડિયોને લાઈક અને શેર કરજો