હાલમાં સાળંગપુર મંદિર વિભાગ અંગે વાયરલ થયેલા વીડિયો વિશે તો તમે જાણતા જ હશો.હાલમાં જ સાળંગપુર મંદિરથી એક વિડીયો વાયરલ થયો હતો જેમાં સફેદ કપડા પહેરેલ એક વ્યક્તિ હાથમાં લાંબી લાકડી અને કાળા કલર સાથે મંદિરમાં સ્થાપિત હનુમાનની મૂર્તિ પાસે ઊભેલો જોવા મળી રહ્યો હતો.આ વ્યક્તિએ અનેક પોલીસ વચ્ચે મંદિરની મૂર્તિ પાસે પહોંચી તેની નીચે લગાવવામાં આવેલ ભીંત ચિત્રો પર કાળો કલર કરવાની શરૂઆત કરી હતી.
જો કે ત્યાં હાજર પોલીસનું ધ્યાન વ્યક્તિ પર જતા જ તેને પકડી લેવામાં આવ્યો હતો એ તો તમે જાણતા જ હશો.પરંતુ શું તમે એ જાણો છો કે પોલીસની હાજરીમાં મંદિર પરિસરમાં પહોંચનાર આ વ્યક્તિ કોણ છે? અને તે કેવી રીતે પરિસરમાં આવ્યો હતો?
હાલમાં સામે આવેલ જાણકારી અનુસાર આ વ્યક્તિનું નામ હર્ષદ ગઢવી છે. તે ખૂબ જ ધાર્મિક વ્યક્તિ છે તે.સાળંગપુરની નજીક આવેલા ચારણકી ગામનો હોવાનું સામે આવ્યું છે.પોલીસના જણાવ્યા અનુસાર આ વ્યક્તિ મંદિરના બાગમાં છુપાઈ બેરિકેટ તોડી અંદર આવ્યો હોવાનું અનુમાન છે.
જો કે હાલમાં હર્ષદ ગઢવીને ન માત્ર પોતાના ગામવાસીઓ તરફથી પરંતુ બરવાળા ના હિન્દુ સંતો તરફથી પણ સમર્થન આપવામાં આવી રહ્યું છે. ગામવાસીઓનું માનવું છે કે હર્ષદ ભાઈ ધાર્મિક છે, તે પોતાની વાડીમાં આશ્રમ બનાવી રહ્યા છે એવી સ્થતિ માં હનુમાનનું અપમાન તેમનાથી સહન ન થાય તે સ્વાભાવિક છે.