તમે ફ્રાઈસ એટલે કે પાઇપ, કુર્કુરે વગેરે તો બાળપણમાં ઘણા જ ખાધા હશે કદાચ અત્યારે પણ ખાતા જ હશો અને દરેક વખતે આ વસ્તુઓને જોઈને મનમાં વિચાર આવતો જ હશે કે કાશ, કાશ! હું આ વસ્તુઓ ઘરે જાતે જ બનાવી શકતો હોત તો હું આખો દિવસ આ જ ખાધા કરતો અને સાથે સાથે કમાણી પણ કરી શક્યો હોત. કોઈએ તો એમ પણ વિચાર્યું હશે કે મારી પાસે તો એવા એવા માર્કેટિંગ આઈડિયા છે ને કે જો આ મશીન લાવવાના પૈસા મારી પાસે હોત તો હું આજે કરોડો ની કમાણી કરી શકતો હોત.
શું તમે પણ આવા વિચારો કર્યા છે? શું તમારી પાસે પણ માર્કેટિંગ આઈડિયા છે ? શું તમારી પાસે આ બધી જ વસ્તુઓ એકદિવસ માં વહેચાઈ જાય એવા ગ્રાહકો કે દુકાનદાર છે? જો હા, તો તમે લઈ શકો છો આ મશીન અને કરી શકો છો તમારી પોતાની કમાણી.
હકીકતમાં વડોદરાની એક કંપની કુરકુરે અને પાઇપ જેવા નાના બાળકોને ભાવતી વસ્તુઓ બનાવવાના કેટલાક મશીન નજીવી કિંમતમાં આપી રહી છે.ખાસ વાત તો એ છે કે આ મશીન લગાવવા માટે કોઈ ફેકટરી કે વિશાળ જગ્યાની જરૂર પણ નથી. માટે તમે તમારી અનુકૂળતા ની જગ્યા પર આ મશીન લગાવી શકો છો અને કલાકમાં ૨ થી ૩ હજાર રૂપિયા કમાઈ શકો છો..
કુરકુરે અને પાઇપ જેવા નાના બાળકોને ભાવતી વસ્તુઓ બનાવવાના આ મશીનમાં ૭૫૦ એચપી ની મોટર લગાવવામાં આવે છે. આ મશીનમાં માત્ર ચોખા અને મકાઈ નો ઉપયોગ કરી તમે વસ્તુઓ બનાવી શકો છો. મશીન સાથે ૩ પ્રકારની જાળી આપવામાં આવે છે. વારાફરતી આ ત્રણ જાળી નો ઉપયોગ કરી તમે વસ્તુ બનાવી શકો છ.
જેને માટે સૌપ્રથમ મશીનમાં જાળી લગાવી લેવી. જે બાદ મશીન શરૂ કરવું. જે બાદ ઉપરના ભાગથી મકાઈ કે ચોખા નાખવા. તમે જોઈ શકશો કે મકાઈ કે ચોખા નાખતા જ મશીનના આગળના ભાગેથી વસ્તુ તૈયાર થઈને બહાર આવવા લાગશે.
તૈયાર થઈને બહાર આવેલ વસ્તુઓને તમે તમારી ઈચ્છા મુજબ કાપી નાના મોટી સાઈઝમાં તૈયાર કરી શકો છો. તૈયાર કર્યા બાદ તેમાં મસાલો લગાવી તમે સાદા પેકિંગમાં પેક કરી તેને માર્કેટમાં વહેચી શકો છો. વાત કરીએ આ મશીન ની કિંમત અંગે તો મશીન નો માત્ર ઉપર નો ભાગ જેમાં ચોખા કે મકાઈ નાખી શકાય છે તે ખરીદવો હોય તો ૩૧૫૦૦ માં મળી રહે છે. પરંતુ જો તમે પૂરું મશીન ખરીદવા ઈચ્છતા હોય તો તેની કિંમત ૭૦,૦૦૦ રૂપિયા છે.આ મશીન મેળવવા વડોદરા જવું કે ઓનલાઇન મંગાવી શકાય? જો તમે પણ વિચાર કરતા થયા હોય તો આ એડ્રેસ અને નંબર નોંધી લો.
વિનાયક મશીન, ૫૪/૫૫ માન સરોવર કોમ્પ્લેક્સ ગુરુદ્વારાની પાછળ , છાની વડોદરા, ગુજરાત
૯૩૧૩૮૨૭૭૦૧, ૯૬૬૪૯૦૪૭૯૨
જણાવી દઈએ કે આ મશીન રૂબરૂ લેવા જવાની સલાહ કંપની દ્વારા આપવામાં આવે છે કારણ કે ત્યાં મશીનના ઉપયોગ વિશે ટ્રેનિંગ આપવામાં આવે છે.સાથે જ આ કંપનીમાં બીજા અન્ય મશીનો પણ તમે ત્યાં સરળતાથી જોઈ શકો છો.