17 સપ્ટેમ્બરે કોમેડિયન અને ગુજ્જુ લવ ગુરુ તરીકે જાણીતા ચંદન રાઠોડ છે એમનું નિધન થયું. એમનું મૃત્યુ થયું એ પહેલાના સીસીટીવી સામે આવ્યા છેલ્લે પેટ્રોલ પંપ પર એમણે પેટ્રોલ પુરાવ્યું અને પછી ત્યાંથી એ 3 km કે અંદાજે 3-ચ કિલોમીટર દૂર ગયા હશે હરિધામ ગૌશાળા આવી સોઈગામ ભાભર વચ્ચેનો એ રસ્તો અને ત્યાં એમનું અકસ્માત થયું અને અકસ્માતમાં એમનું મૃત્યુ થયું. એમના જે ચાહકો અને બાકી જે બધા લોકો છે એમના અકસ્માતને લઈને સવાલો કરી રહ્યા છે કેમ કે એમના પરિવાર તરફથી હજુ સુધી કોઈ એફઆઈઆર નથી નોંધાવામાં આવી પોલીસ છે એ પણ હજુ નામ જાહેર નથી કરી રહી અકસ્માતની આખી વિગતો છે એ ભેગી થઈ રહી છે એ બધાની વચ્ચે સવાલ એ થઈ રહ્યો છે કે એમનું જે બાઈક અકસ્માત થયો એનાથી એમનું જે બાઈક પડ્યું હતું ત્યાંથી 25 ફૂટ દૂર એમનો મૃતદેહ છે એ કેમ મળ્યો આ સવાલો છે
અને સવાલો પર પોલીસે શું જવાબ આપ્યા છે એના વિશે વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ તો 17 સપ્ટેમ્બરે જે ઘટના બની એ અત્યંત દુઃખદ ઘટના જેના કારણે એમના ચાહકો એમના પરિજનો અને બાકી બધા જ ગુજરાતના લોકો જે એમને ઓળખે છે એ હજુ એ આઘાતમાં છે એ માનવા માટે તૈયાર નથી કે અકસ્માતમાં એક એવો ચહેરો વયો ગયો એવો ચહેરો હંમેશા માટે શાંત થઈ ગયો જે આખા ગુજરાતને હસાવતો હતો. એ માત્ર બનાસકાંઠા સુઈગામ ભાબર કે ઉત્તર ગુજરાતનો નહીં પણ એ આખા ગુજરાતનો ફેમસ ચહેરો હતો અને લાખો લોકો એને ફોલો કરતા હતા 1.8 8 મિલિયન એમના ઇન્સ્ટાગ્રામ પર ફોલોવર્સ હતા તો આટલા બધા ફોલોવર્સ અને આટલા બધા એમના ફ્રેન્ડ મિત્રો હોવા છતા એ એ ચહેરો જ્યારે જતો રહ્યો જ્યારે આપણી વચ્ચે નથી ત્યારે આઘાત છે એ સ્વાભાવિક પણે એ માનવા માટે તૈયાર ન થાય લોકો કે આપણી વચ્ચે નથી અને અકસ્માતમાં એમનું મૃત્યુ થયું છે એ જ્યારે વિલેજની ટીમ સાથે શૂટિંગ પૂરું કરી
અને ઘરે જઈ રહ્યા હતા એ સમયગાળા દરમિયાન પેટ્રોલ પંપ પર પેટ્રોલ પુરાવે છે અને સુઈગામ ભાભરનો નો જે રસ્તો છે વચ્ચેનો ત્યાં એ હરિધામ ગૌશાળા પાસે પહોંચે છે. સામેથી બાઈક ચાલક આવે છે અને બાઈક ચાલક સાથે આમનું બાઈક ટકરાય છે ચંદન રાઠોડનું અને પછી અકસ્માત થાય છે અને અકસ્માત પછી બાઈક અલગ જગ્યાએ અને 25ફૂટ અલગ જગ્યાએથી મૃતદેહ મળે છે. શંકાઓ ઘણી વ્યક્ત કરવામાં આવી રહી છે કેમ કે એમણે જે છેલ્લા સીસીટીવી આવ્યા કે એમણે પોતાના જે પોસ્ટ ઉપર જે પોતાના સોશિયલ મીડિયા પર જે છેલ્લી પોસ્ટો કરી હતી બાઈ યારો અને એમણે જે કહ્યું હતું કે જિંદગીનો કોઈ ભરોસો નથી પણ જેનો ભરોસો છે 100% એ મૃત્યુ છે એટલે આ બધી જ પોસ્ટના આધારે શંકાઓ ઘણી બધી ઉપજી રહી છે પણ એ માત્ર એક સંજોગ હોઈ શકે શંકા એ વ્યક્ત કરવામાં આવી રહી છે કે એમનો મૃતદેહ પડ્યો છે જ્યાં એનાથી 25 ફૂટ છે બાઈક દૂર છે તો આજ કઈ રીતે બની શકે તો એના પર પોલીસે શું જવાબ આપ્યો છે ચંદન રાઠોડનો જે અકસ્માત થયો એ બાબતે પોલીસ છે એની પ્રાથમિક તપાસમાં શું સામે આવ્યું તો બે બાઈક છે સામ સામે અથડાયા અને એ માહિતી સામે આવી કે બાઈક ચાલક છે સામેવાળો જે બાઈક ચાલક છે એ કડિયા કામ કરતો માણસ હોઈ શકે છે હજુ આના વિશે બહુ જ ડિટેલમાં માહિતી સામે નથી આવી પણ એક બાઈક ચાલકના બાઈકની અંદર પોતાના જે સાધનો છે કામના એ રાખેલા હતા
ચંદન રાઠોડ સામેથી જઈ રહ્યા હતા બંને બાઈક ચાલક સામ સામે આવ્યા ચંદન રાઠોડનું બાઈક પહેલા બાઈક ચાલકના બાઈકમાં રાખેલા સાધનો સાથે ટકરાયું અને પછી અકસ્માત થયો અને પછી ચંદન રાઠોડનું અકસ્માતમાં નિધન થયું જે સામેવાળો બાઈક ચાલક છે એને પણ પગમાં ઈજાઓ પહોંચી છે આ પ્રકારની માહિતી સામે આવી છે એ પણ સારવાર લેવા માટે હોસ્પિટલ પહોંચ્યા હતા એ માહિતી સામે આવી છે અકસ્માતમાં બાઈક અને વ્યક્તિ બંને અથડામણ પછી અલગ અલગ દૂર ફંગોડાઈ શકે એમ હોવાથી ઘટનાસ્થળે બાઈકથી 20 25 ફૂટ દૂર વ્યક્તિ પડેલો હોવાની બાબતે પણ પોલીસ છે એ અકસ્માતની શક્યતા સાથે જોઈ રહી છે સવાલો લોકો કરી રહ્યા છે કે 25ફૂટ દૂર કઈ રીતે હોઈ શકે તો અત્યારે તો પોલીસે અકસ્માતની જ શક્યતાઓ છે એ વ્યક્ત કરી છે. પણ મૃતકના પરિજનો તરફથી કોઈ એફઆઇઆર છે એ નથી નોંધાવામાં આવી અને પોલીસ સત્તાવાર રીતે કોઈનું નામ છે એ હજુ સુધી પોલીસે જાહેર નથી કર્યું એટલે આને અત્યારે અકસ્માતની રીતે જોવાઈ રહ્યો છે પણ ઘટના જે બની એ ઘટના પહેલાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે એ છેલ્લે પેટ્રોલ પુરાવી અને પછી ઘરે જઈ રહ્યા હતા એ શૂટિંગ પૂર્ણ કરીને ઘરે જઈ રહ્યા હતા અને એ ઘરે જ ન પહોંચી શક્યા રસ્તામાં જ એમને કાળ ભરકી ગયો
એમના બાળકો છે એ આક્રંદ કરી રહ્યા છે એમના ના પરિવારજનો આકરંદ કરી રહ્યા છે. એમને ઓળખતા એમને જાણતા એમની સાથે સંબંધ ધરાવતા દરેક વ્યક્તિઓ કહી રહ્યા છે કે અમે માની નથી રહ્યા અને બહુ જ અદભુત કલાકાર છે એ ગુજરાતે ગુમાવ્યો છે. સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર એમના YouTube પર 10 લાખ સબ્સ્ક્રાઇબર અને Instagram પર મિલિયન ફોલોવર્સ એમના અને એ આટલા ચાહકો અને આ બધા જ લોકોને છોડીને જ્યારે જતા રહ્યા ત્યારે એમના મિત્રો પણ કહી રહ્યા છે કે હવે એમના પરિવારને એમની જરૂર છે. આર્થિક મદદની પણ જરૂર છે એમના મિત્રોએ એમના બાળકો સાથેના વિડીયો પણ બનાવ્યા છે અને ક્યુઆર કોડ સ્કેનર પણ મૂક્યું છે કે હવે બાળકો અને પરિવારને જરૂર છે. કમાનાર વ્યક્તિ છે એ જતું રહ્યું છે ઘરમાંથી અને હવે પરિવારને બહુ જ જરૂર છે એટલે તમે મદદ કરો એની સાથે ખજૂર ઉર્ફે નિતિન જાની છે એમણે પણ પોતાના સોશિયલ મીડિયા પેજ પર વિડીયો બનાવી અને લોકોને અપીલ કરી છે. પોતે પણ મદદની જાહેરાત કરી છે અને નેતાઓને પણ એમણે અપીલ કરી છે. અકસ્માતનું સાચું કારણ શું એ પોલીસ જ્યારે જાહેર કરશે ત્યારે ખબર પડશે અત્યારે તપાસ છે એ પૂરેપૂરી ચાલી રહી છે. શું કારણ સામે આવે છે એના પર નજર રહેશે અત્યારે આ વીડિયોમાં બસ આટલું જ નમસ્કાર.