જ્યારે પણ ગામડાની વાત આવે ત્યારે આપણા મનમાં એક ચોક્કસ તસ્વીર ઉઠતી હોય છે જેમાં ધૂળિયા રસ્તા હોય બળદગાડા કાચા મકાનો અને ખેતરો હોય પરંતુ જો તમને એવું કહેવામાં આવે કે આપણા ગુજરાતમાં એક ગામ એવું પણ છે જ્યાં કાચા રસ્તાની જગ્યાએ પાકા અને સ્વસ્થ રસ્તાઓ છે અને રસ્તાઓ પર મરસડીઝ અને BMW જેવી ગાડીઓ દોડે છે સાથે ગામડામાં મેકડોનાલ્ડ અને પીઝા પાર્લર પણ છે
તો શું તમે માનશો નહીં ને પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આપણા ગુજરાતમાં આવું જ એક ગામ છે જ્યાં આ બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. જી હા મિત્રો આણંદ જિલ્લામાં આવેલું ધર્મજ ગામ આ બાબતે ખૂબ જ પ્રખ્યાત છે. અહીંના લોકોની સમૃદ્ધિ તમને ચારે બાજુ નજરે ચડશે. ગામના લોકો શહેરી અને ગ્રામણી એમ બંને પ્રકારનું જીવન જીવે છે ધર્મજ ગામને એનઆરઆઈનું ગામ પણ કહે છે અહીંના દરેક ઘરમાંથી એક વ્યક્તિ વિદેશમાં કામ ધંધો કરે છે અહીં લગભગ દરેક પરિવારમાં એક ભાઈ ગામમાં રહીને ખેતી કરે છે
જ્યારે બીજો ભાઈ વિદેશ જઈને પૈસા કમાય છે. એવું કહેવાય છે કે દરેક દેશમાં તમને ધર્મજની વ્યક્તિ જરૂર જોવા મળશે. દેશનું કદાચ આ પહેલું ગામ હશે જેના ઇતિહાસ વર્તમાન અને ભૂગોળને વ્યક્ત કરતી એક કોફી ટેબલ બુક પર પ્રકાશિત થઈ રહી છે. ગામના લોકો કહે છે કે બ્રિટનમાં તેમના ગામના ઓછામાં ઓછા 1500 પરિવાર કેનેડામાં 200 અને અમેરિકામાં 300 થી વધુ પરિવાર રહે છે. હિસાબ કિતાબ રાખવા માટે કાયદેસર એક ડિરેક્ટરી પણ બનાવવામાં આવે છે જેમાં કોણ ક્યારે અને ક્યાં વિદેશ જઈને વસ્યા તેની સંપૂર્ણ વિગતો છે.
ગામમાં ડઝન જેટલી પ્રાઇવેટ બેંક અને ખાનગી શાળાઓ છે. મિત્રો ગામની સમૃદ્ધિનો આલમ એ છે કે અહીં ડઝનથી વધુ પ્રાઇવેટ અને સરકારી બેંકો છે જેમાં ગ્રામણીઓના નામે જ 1000 કરોડથી વધુ રકમ જમા છે. ગામમાં મેકડોનાલ્ડ જેવા પીઝા પાર્લર છે અને અનેક પ્રખ્યાત રેસ્ટોરન્ટોની ફ્રેન્ચાઈઝી પણ છે આ ઉપરાંત આયુર્વેદિક હોસ્પિટલથી લઈને સુપર સ્પેશિયાલિટી વાળી હોસ્પિટલ પણ છે લગભગ 12000 ની વસ્તીવાળા આ ગામમાં પ્રાથમિક શાળા છે તો જાણીતી આંતરરાષ્ટ્રીય સ્કૂલ પણ છે અને હાઈટેક ટેકનોલોજીથી બનેલા બિલ્ડીંગ પણ છે ગામમાં એક શાનદાર સિવિંગપૂલ પણ છે ગામમાં મોટા ભાગે પાટીદાર લોકો રહે છે
આ ઉપરાંત વાણીયા બ્રાહ્મણ અને દલિત જાતિના લોકો પણ છે. ધર્મજ ગામની સૌથી મોટી ખાસિયત એ છે કે તેમની સમૃદ્ધિ અને તેનાથી પણ મોટી વાત એ છે કે તેમની આ સમૃદ્ધિ કોઈપણ સરકારી મદદ વગર છે. વિદેશમાં વસતા ધર્મજના લોકો પોતાના ગામના વિકાસ માટે હદય ખોલીને પૈસા મોકલે છે. તેની અસર ગામના મોહોલ ઉપર જોવા મળે છે. ગામના મોટા ભાગના રસ્તા અને શેરીઓ પાકા છે. કેટલાક વિસ્તારો જોઈને તમને લાગશે કે આ ગામ છે કે શહેર બિલકુલ વિદેશી લુક અપાયો છે. આ સિવાય ભુજ શહેરથી 3 કિમીટર દૂર આવેલા માધાપર ગામમાં પણ આ બધી સુવિધાઓ ઉપલબ્ધ છે. આ ગામની વસ્તી આશરે 8000 છે
અને દરેક લોકોના બેંક ખાતામાં અબજો રૂપિયા જમા છે. સમૃદ્ધિ બાબતમાં આ ગામ દેશના અન્ય ગામોને જ નહીં પરંતુ ઘણા મોટા શહેરોને પણ ટક્કર આપે છે. ખરેખર આ ગામની સમૃદ્ધિનો અંદાજો અહીંના ચમકદાર રસ્તાઓ અને સુંદર ઇમારતો પરથી લગાવી શકાય છે. મિત્રો તમને આ ગામના દરેક ઘરમાં એક એનઆરઆઈ ચોક્કસ જોવા મળશે. કારણ કે અહીંથી ઘણા લોકો અમેરિકા કેનેડા બ્રિટન અને કેન્યા જેવા અન્ય દેશોમાં કામ કરી રહ્યા છે પરંતુ સૌથી મોટી વાત એ છે કે આ ગામના લોકો ભલે વિદેશમાં નોકરી કરતા હોય પરંતુ તેઓ આજે પણ ગામની માટી સાથે જોડાયેલા છે આ ગામની જે વ્યક્તિ વિદેશમાં કામ કરે છે તે દર મહિને પોતાના ગામના વિકાસ માટે પૈસા મોકલતી રહે છે અને આજ કારણ છે કે આજે આ ગામની રૂપરેખા બદલાઈ ગઈ છે