મિત્રો ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં છેલ્લા કેટલાય વર્ષોથી ઘરે ઘરે લોકપ્રિય છે તેના દરેક પાત્રોને લોકો ખુબ પસંદ કરે છે એમણે દર્શકોના દિલ જીતવાનો કોઈ મોકો છોડ્યો નથી શોનું એક પાત્ર વાત કરી રહ્યા છીએ નટુકાકા એમનું ગયા સમયમાં નિધન થયું ત્યારથી એમનો સેટ સૌ સુનો પડી ગયો છે.
જણાવી દઈએ નટુકાકાને દુનિયા છોડ્યે 9 મહિના થઈ ગયા છે તેના પછી એમની જગ્યાએ નવા ચહેરાની એન્ટ્રી નથી થઈ હવે મિત્રો ખબર આવી રહી છેકે શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીને નટુકાકાના રૂપમાં એક નવો ચહેરો મળી ગયો છે હવે એકવાર ફરીથી નટુકાકાની જગાએ નવો ચહેરો હસાવવા આવી ગયો છે.
હાલમાં અસિત કુમાર મોદીએ એક વિડિઓ શેર કર્યો છે વિડીઓમાં તેઓ પહેલા જેઠાલાલની દુકાનની અંદર જાય છે અને પુરી દુકાન જોવે છે પછી તેઓ કહે છેકે આ દુકાન જોયા બાદ આપણને હંમેશા નટુકાકાની યાદ આવશે પછી નટુકકાકાની કેટલીક જૂની ક્લીક ચલાવાય છે અને પછી અસિત મોદી કહે છેકે જૂનું પાત્ર ક્યારેય મરતું નથી.
જુના નટુકાકાએ નવા નટુકાકાને મોકલ્યા છે જેવી રીતે તમે ઘનશ્યામ નાયકને પ્રેમ આપ્યો છે એવોજ આ નવા નટુકાકાને પણ પ્રેમ આપજો મિત્રો તમને જણાવી દઈએ નવા નટુકાકાનું નામ કિરણ ભટ્ટ છે કિરણ ભટ્ટ ગુજરાતના મશહૂર પ્રોડયુસર એક્ટર અને ડાયરેક્ટર છે હવે કિરણ ભટ્ટ નટુ કાકાના પાત્રમાં જોવા મળશે.