Cli

આવા ફેન્સ ભગવાન કોઈને ન આપે જોઈએ તમે પણ એમના પર ગરમ થઈ જશો…

Bollywood/Entertainment Breaking

કેટલીયે વાર ભૂલ સ્ટારની નથી હોતી કેટલીયેવાર સ્ટારથી એવા એવા લોકો ટકરાઈ જાય છેકે જોઈને તમને પણ ગુસ્સો આવી જાય વિધુત જામવાલ બહુ ડિસેન્ટ એક્ટર માનવામાં આવે છે એમને ક્યારેય ગુસ્સો નથી આવતો પરંતુ કેટલીયે વાર એવા ફેન્સ મળી જાય છે જેઓ સીધા એક્ટરને પણ ગુસ્સો અપાવે છે હકીકતમાં વિધુત પોતાની આવનાર ફિલ્મ.

ખુદા આફિસ 2 નું પ્રમોશન કરીને હૈદરાબાદથી પાછા આવી રહ્યા હતા પ્રમોશન બહુ થાક લગાડે તેવું કામ હોય છે જેમાં લોકોથી મળવું પડે છે ડાન્સ કરવો પડે છે રાડો પાડીને બોલવું પડે છે એજ કામ કરીને વિધુત જયારે હૈદરાબાદથી મુંબઈ પાછા આવ્યા ત્યારે વિધુતનો સામનો એવા લોકોથી થયો જેને જોઈને તમારું મગજ પણ ગરમ થઈ જાય.

હવે એક્ટર પણ માણસ હોય છે થાક એને પણ લાગે છે પરંતુ કેટલાક લોકો ઈચ્છે છેકે તેઓ જયારે ઈચ્છે જેવી રીતે તેવી તેવી હરકતો કરીને ફોટો પડાવી લે હવે હાલ્મા એક વિડિઓ સામે આવ્યો છે જેમાં વિધુતની બાજુમાં એક યુવક જોવા મળી રહ્યો છે કાળી ટીશર્ટ અને ચેન સાથે તે વિધુત સાથે બિલકુલ હાથ ધોઈને પડી ગયો હતો.

વિધુત જામવાલા ઝડપથી ચાલીને એ સમજાવવાની કોશિશ કરતા રહ્યા કે તેઓ થાકેલ છે અને ઘરે જવા માંગે છે પરંતુ આ યુવક ક્યાં માનવાનું નામ લેતો હતો તેના બાદ વિધુનું મગજ ગરમ થઈ ગયા તેના બાદ એક બીજા ભાઈ હતા તેઓ એક પછી એક સેલ્ફી લઈ રહ્યા હતા બધું જોઈને વિધુત જામવાલા ગુસ્સે ભરાઈને ભાગી જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *