આજના જમાનામાં માણસાઈ બહુ ઓછી જોવા મળે છે પોતાનું કામ કઢાવીને લોકો પોતાના આપેલા વચનો ભૂલી જાય છે અહીં જે માણસાઈને નીભાવવામાં ઐશ્વર્યા રાય ચુકી ગઈ તે માણસાઈ માટે રણદીપ હુડા બધું છોડીને પહોંચી ગયા હકીકતમાં ગઈ કાલે સરબજીતની બહેન દલબિર કૌરનું નિધન થઈ ગયું હતું.
સરબજીત એજ છે જેઓ ન!શામાં બોર્ડર પાર કરીને પાકિસ્તાનમાં પહોંચી ગયા હતા અને પાકિસ્તાને એમને ભારતના જાસૂસ બતાવીને વર્ષો સુધી જેલમાં સડાવ્યા અને અંતમાં એમને જેલના કેદીઓ દ્વારા હત્યા કરાવી દેવામાં આવી વર્ષ 2016 માં સરબજીત પર ફિલ્મ પણ બની હતી જેમાં રણદીપ હૂડાએ સબજીતનું જોરદાર પાત્ર નિભાવ્યું હતું.
એમાં ઐશ્વર્યા રાયે સબજીતની બહેન દલબીર કૌરનું પાત્ર નિભાવ્યું હતું ફિલ્મ રિલીઝ પછી પણ રણદીપ હુડા સરબજીતના પરિવાર જોડે રહ્યા જ્યાંરે ઐશ્વર્યા બધું ભૂલી ગઈ દલબીરનું નિધનના સમાચાર સાંભળીને રણવીર બધું છોડીને પંજાબના ભીકીવિંડ પહોંચ્યા અને એમણે અંતિમ સંસ્કારના બધા પ્રસંગો નિભાવ્યા.
પરંતુ અફસોસ કે ઐશ્વર્યા રાયે દલબીરના નિધન પર કંઈપણ ન કહ્યું દલવીરનું પાત્ર નિભાવ્યું છતાં એમના ન નિધન પર ઐશ્વર્યા એક શબ્દ બોલી ન શકી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઐશ્વર્યા દલબીર સાથે મહિનાઓ સુધી સાથે રહી પરંતુ ગઈકાલે આ વાતની ચર્ચા થતી રહી કે દલબીરના નિધન પર ઐશ્વર્યા કેમ ન ગઈ.