Cli

મિત્રતા ઓ સૌથી સારો વિડિઓ, વિડીઓએ જય વીરુ ની મિત્રતા યાદ અપાવી દીધી…

Ajab-Gajab Life Style

સોસીયલ મીડિયામાં વાયરલ થતા કેટલાક વિડિઓ એવા હોય છેકે આપણા દિલને સ્પર્શી જાય છે હાલમાં એક એવો જ વિડિઓ સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેમાં 2 અલગ અલગ ફૂડ ડિલિવરી બોય ગરમીમાં એકબીજાને મદદ કરી રહ્યા છે અહીં આ વિડિઓ જોઈને લોકોનું કહેવું છેકે આનાથી સારી મિત્રતા ક્યાંય જોવાજ ન મળે.

આમ તો સ્વિગી અને ઝોમેટો એક જ ક્ષેત્રના બે ખેલાડીઓ છે અને પોતાની કંપનીને આગળ લઈ જવા અલગ અલગ ઓફર આપતા રહે છે પરંતુ કંપનીઓ જે પણ કરે પરંતુ એકબીજાની જરૂર પડે તો ડિલિવરી બોય એકબીજાની મદદ કરતા હોય છે હવે તેનું જ એક ઉદાહરણ આ વિડીઓમાં જોઈ શકાય છે વીડિઓ એક સાચી મિત્રતા બતાવી રહ્યો છે.

વાયરલ વિડીઓમાં ઝોંમેટોનો ડિલિવરી બોય દિલ્હીની ભારે ગરમીમાં સાયકલથી ખાવાનું ડિલિવરી કરવા જઈ રહ્યો છે એવામાં એક સ્વિગી નો ડિલિવરી બોય બાઈક લઈને આવે છે ગરમીમાં સાઇકલ ચલાવનારને પેડલ મારવું ન પડે એટલે બાઇકર સ્વિગી એજન્ટ તેનો હાથ પકડી લીધો અને તેને પોતાની સાથે સ્પીડમાં લઈ જવા લાગે છે.

આ વિડિઓ ઇન્ટરનેટમાં લોકોના દિલને પીગળાવી રહ્યો છે અને તેઓ આને મિત્રતાની સૌથી સારી મીશાલ આપી રહ્યો છે વિડિઓ શેર કરતા લખવામાં આવ્યું છેકે દિલ્હીની ભીષણ ગરમીમાં સાચી મિત્રતાને મીશાલ બનતા બંને ડિલિવરી બોય મિત્રો આ વિડિઓ પર તમે શું કહેશો અને સાચી મિત્રતા માટે એક શેર તો બને છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *