લોકપ્રિય ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા 14 વર્ષોથી દર્શકોની પહેલી પસંદ રહી છે દેશભરમાં સૌથી વધારે જોવાતા ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ના દરેક પાત્રો ને દર્શકો ખુબ પસંદ કરે છે છેલ્લા કેટલાક વર્ષોથી તારક મહેતા શો માં ઘણા બદલાવો જોવા મળ્યા છે દિશા વાકાણી શૈલેષ લોઢા જેવા ઘણા.
કલાકારો આ ટીવી શો ને છોડી ચુક્યા છે જેમની જગ્યાએ નવા કલાકારો પણ સામેલ કરવામાં આવ્યા છે તારક મહેતા શો માં જેઠાલાલ ના દિકરા ટપ્પુ ના પાત્રમાં શરુઆત માં એક્ટર ભવ્ય ગાંધી જોવા મળતા હતા ભવ્ય ગાંધી એ ઘણા વર્ષો સુધી દમદાર અભિનય થકી દર્શકોને દિલમાં સ્થાન બનાવ્યું પરંતુ અચાનક તેમને શો છોડી દેતા.
શો મેકર આસીત મોદી ટપ્પુ ના પાત્રમાં રાજ અનદકટ ને લઈને આવ્યા રાજ નો અભિનય પણ દર્શકોને ખુબ પસંદ આવ્યો પરંતુ ગયા વર્ષે રાજ અનદકટ પણ તારક મહેતા શો થી બહાર નીકળી જતા ટપ્પુ ના પાત્રમાં કોઈ સારા કલાકાર ની એન્ટ્રી કરાવવા માટે શો મેકર આસીત મોદી ઓડીસન લઈ રહ્યા હતા એ વચ્ચે નવા ટપ્પુ ની.
પસંદગી કરી લેવા મા આવી છે અને આસીત મોદી હવે ફાઈનલ નવો ટપ્પુ લઈને આવી ગયા છે અને નવા ટપ્પુ સાથે શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે અને જે રાજ અનદકટ ની જગ્યા એ હવે આપણાને ટપ્પુ તરીકે જોવા મળશે એ એક્ટર નું નામ છે નિતેશ ભાલુની જેમને ટપ્પુ ના રોલમાં પસંદ કરવામાં આવ્યા છે.
અને શો મેકર આસીત મોદી સાથે તેની કેટલીક તસવીરો પર સામે આવી છે એક્ટર નિતેશ ભાલુની ને મેરી ડોલી મેરે અંગના ટીવી શો પણ કામ કરેલું છે સાથે ઘણી ટીવી એડ માં પણ જોવા મળ્યા છે તેઓ હવે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો ના દર્શકો ને તેઓ મનોરંજન કરાવતા જોવા મળશે તારક મહેતા શો મેકર ટપ્પુના પાત્રમાં કોઈ એવા કલાકાર ને શોધતા હતા જેનો ચહેરો શરુઆત ના.
કલાકાર ભવ્ય ગાંધી થી મળતો આવે અને સાથે તેની ઉંમર પણ મળતી આવે જેના કારણે તેઓ ને ખુબ લાંબો સમય લાગ્યો એવા કલાકાર ને શોધવા માટે તેઓ પહેલા ભવ્ય ગાંધી ની જગ્યાએ રાજ અનદકટ ને પણ એવી જ રીતે શોધી લાવ્યા હતા અને એ જ પાત્રને અકંબધ રાખવા માટે ફરી થી તેઓ નવા ટપ્પુ તરીકે એક્ટર નિતેશ ભાલુની ને લઈને આવ્યા છે.