દેશભરમાં ઘણા બધા બોલીવુડના કલાકારોના ચાહકો વિશે ઘણીવાર તમે વાંચ્યું હશે પરંતુ ભારતીય ક્રિકેટરનો એક એવો પણ ચાહક છે હંમેશા ભારતની કોઈપણ મેચમાં સ્ટેડિયમમાં ખૂબ જ અનોખા અંદાજમાં જોવા મળશે પોતાના શરીર પર ભારતીય રાષ્ટ્રધ્વજ ના ત્રણ રંગો થી યુક્ત ત્રિરંગા સાથે ભારતીય ક્રિકેટ ટીમ ને પ્રોત્સાહન આપી.
ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવતો જોવા મળે છે આ વ્યક્તિ છેલ્લા ઘણા બધા વર્ષોથી ભારતીય ક્રિકેટ ટીમના મહાન ક્રિકેટર સચિન તેંડુલકરનો એક મોટો ચાહક છે જેનું નામ છે સુધીરકુમાર અને નવાઈ ની વાત એ છે કે તેને ક્રિકેટ મેચો જોવા માટે પોતાની ત્રણ નોકરીઓ છોડી દીધી છે સુધીરકુમાર બિહારના મુજ્જફર.
નગરનો રહેવાસી છે તેને ક્રિકેટ પ્રત્યે એટલો લગાવ છે કે તેને કોઈપણ ભારતીય ટીમની મેચ હોય તો તે પોતાનું કામ છોડીને પણ મેચમાં ભારતનું સમર્થન કરતો જોવા મળે છે સુધીર કુમારના મોઢા પર ત્રણ રંગો જેમાં કપાળમાં ઈન્ડીયા લખેલું અને શરીરમાં પણ ત્રણ રંગો જેમાં છાતીના ભાગે સચીન તેંડુલકર સાથે નંબર 10 લખેલું જોવા મળે છે.
સચિન તેંડુલકર જ્યારે ક્રિકેટમાંથી સન્યાસ લીધો એ સમયથી તે એક નવા શબ્દોનો ઉમેરો કરીને જોવા મળે છે જેમાં મિસ યુ પણ પોતાની છાતી પર લખેલું છે સુધીરકુમાર ચૌધરી ઉર્ફે ગૌતમ નામે પણ જાણીતા છે સુધીરકુમાર શરૂઆતમાં બિહારની સૌથી મોટી સુધા ડેરીમાં નોકરી કરતા હતા એ સમયે ભારત પાકિસ્તાન વચ્ચેની એક મેચ હતી.
જે દરમિયાન તેમણે રજા ના મળતા તે નોકરી પણ એમને છોડી દીધી હતી એક પ્રાઇવેટ કંપનીમાં તેમને ખૂબ સારી પોસ્ટ આપવામાં આવી હતી પરંતુ ક્રિકેટ પ્રત્યેના લગાવના કારણે તેમને આ નોકરી છોડી દીધી હતી આ સાથે તેઓને રેલવેમાં ટિકિટ કલેકટર ની નોકરી પણ મળી હતી જેને પણ તેમને માત્ર ક્રિકેટ જોવા માટે જ છોડી દીધી હતી.
તેઓ સચિન તેંડુલકરના ખૂબ મોટા ભગત છે તેમના ઘેર ભગવાનની બાજુમાં સચિન તેંડુલકરનું એક મંદિર પણ બનાવેલુ છે જેમાં તેઓ દિવસની શરુઆત પણ સચીન તેંડુલકર નો ફોટો જોઈને કરે છે તેઓ દર મહીને બિહાર મુજ્જફપુરની પ્રખ્યાત લીચી સચીન તેંડુલકર ના ઘેર પહોચાડવા માટે પણ જાય છે.
પોતાના આ ચાહકને સચિન તેંડુલકર પણ નિરાશ કરતા નથી અને દુનિયાના કોઈપણ ખૂણે ભારતીય ટીમની જ્યારે મેચ હોય છે ત્યારે સુધીરકુમાર ટિકિટ અને ખર્ચો આપવામાં આવે છે સુધીર કુમાર નો ખર્ચો ભારતીય ટીમ તરફથી પણ ઘણીવાર આપવામાં આવે છે તેઓ પોતાના.
આગવા અંદાજમાં ભારતીય ટીમને હંમેશા ગ્રાઉન્ડ ઉપર સપોર્ટ આપતા જોવા મળે છે સચિન તેંડુલકર જ્યારે ભારતીય ક્રિકેટ ટીમ માંથી નિવૃત્ત થયા હતા એ સમયે સુધીરકુમાર જાહેરમાં ખૂબ જ રડવા લાગ્યા હતા અને તેઓએ ત્રણ દિવસ સુધી ખાવા પીવાનું છોડી દીધું હતું જેના કારણે તેમને.
હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા ત્યારે સચિન તેંડુલકર પોતે તેમના ખબર અંતર લેવા પહોંચ્યા હતા અને તેમને પોતાના હાથે સુધીર કુમારને પાણી પીવડાવ્યું હતું ભારતીય ક્રિકેટ જગતના મહાન ક્રિકેટર સચિન તેંડુલકર પ્રત્યેની આવી દિવાનગી અન્ય કોઈ ચાહકોમાં આપે નહીં જોઈ હોય.