કહેવાય છે ને કે માણસ પોતાના પર મુશ્કેલી આવતા જ તેમાંથી બહાર નીકળવાના અવનવા ઉપાયો શોધી નાખતો હોય છે અને તેમાં પણ જો માણસ ભારતીય હોય તો તેની પાસે કોઈપણ વસ્તુના જુગાડ તૈયાર જ હોય છે. પછી આ જુગાડ મોબાઈલ ચાર્જમાં મુકવા માટે હોય, પેટ્રોલ વગર ગાડી ચલાવવા માટે હોય કે પછી અન્ય કોઈ બાબતે. ભારતના લોકો જુગાડ શોધવામાં કેટલા એક્સપર્ટ છે તે અંગે તમે ઘણા વિડીયો સોશિયલ મીડિયા પર જોયા જ હશે.
આજના આ લેખમાં અમે તમને આવા જ એક જુગાડ વિશે માહિતી આપવાના છીએ, જે જુગાડથી તમે ન માત્ર તમારા ઘરના પરંતુ તમારા ખેતરમાં આવતા પક્ષી કે વાંદરાઓને દૂર ભગાવી શકો છો.આ જુગાડ એક ખેડૂતે પોતાના ખેતરમાં આવતા વાંદરાઓને ત્રાસને કારણે બનાવ્યો છે.
ખેડૂતે પોતાના ખેતરમાં વાંદરા અને પક્ષીના ત્રાસ થી બચવા માટે ફેંસિંગ લગાવી હોવા છતાં વાંદરાઓનો ત્રાસ બહુ વધી ગયો હતો. વાંદરા ન માત્ર તેના ખેતર પરંતુ પોલી હાઉસ ને પણ નુકસાન પહોચાડતા હતા. જેને કારણે ખેડૂતે કંટાળીને એક મશીન બનાવવાનો વિચાર કર્યો.
સૌપ્રથમ તેને સાયકલમાં આવતી લોખંડની પાઇપ લીધી. જે બાદ તેમાં પાંખો ફિટ કરી શકાય તે માટે ગોળ પાઇપ સાયકલની ઊભી પાઇપ ની બંને તરફ ફીટ કરાવી. જે બાદ તેને એક તરફ ઘરનો જૂનો પાંખો લગાવ્યો અને બીજી તરફ ગોળાકાર ઘૂઘરા જેવું રમકડું લગાવ્યું. જે બાદ લોખંડનો પાઇપમાં ફીટ કરી શકાય તેવો ટુકડો લઈ બધી જ વસ્તુઓને ઊભી પાઇપમાં લગાવી દીધા. જે બાદ આ યંત્રને કાણા પાડેલ સ્ટીલના એક થાળ સાથે જોડી દીધું. આ યંત્રને થાળ સાથે જોડ્યા બાદ જે થયું તે કમાલ હતું.યંત્ર તૈયાર થયા બાદ પવન આવતા જ પંખો ફરવા લાગ્યો અને પાછળ લગાવેલ રમકડું થાળને અથડવવાને કારણે અવાજ ઉત્પન્ન થવા લાગ્યો.
જણાવી દઇએ કે આ યંત્ર કેટલું કારગર નિવડે એની કોઈ ગેરંટી નથી પરંતુ હાલમાં આ ખેડૂતનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ યંત્ર બનાવવાના ખર્ચને વાત કરીએ તો આ યંત્ર બનાવવા માટે ખેડૂતને 500 થી 600 રૂપિયા ખર્ચ થયો છે. જો તમે પણ પક્ષી કે વાંદરાના ત્રાસથી હેરાન થતા હોય તો અજમાવી જુઓ આ ઉપાય.