કહેવાય છે ને કે સમયનો કોઈ ભરોસો નથી હોતો. આજે જે વ્યક્તિ બળવાન છે, દરેક સાથે હક માટે લડવા સક્ષમ છે તે વ્યક્તિ થોડા જ સમય પછી વ્હીલચેરમાં હોય તેવું પણ બની શકે, આજે જે વ્યક્તિ તમને જ્ઞાનની વાતો સાંભળવી રહી હોય તે વ્યક્તિ થોડા સમય પછી માનસિક અસ્થિર બની જાય એવું પણ બની શકે.
સમયના આ બદલાવને તમે કદાચ પોતાના જીવનમાં ભલે ન અનુભવ્યો હોય પરંતુ ફિલ્મો કે સિરિયલમાં તો અનેકવાર આ પ્રકારના સીન જોયા જ હશે. જેમાં કોઈ બિઝનેસમેન બધી જ સંપતિ ગુમાવી દે અને રસ્તે રઝળતો થઈ જાય. હાલમાં આવો જ એક ફિલ્મી કિસ્સો હકીકતમાં સામે આવ્યો છે. જેમાં એક પ્રોફેસરના નસીબની કઠણાઈ સામે આવી છે.
આ લેખમાં આજે અમે આ પ્રોફેસર વિશે જ વાત કરવાના છીએ.આ વાત છે સુરતના બીલીમોરા ગામની. હાલમાં સુરતના બીલીમોરા ગામથી એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ રસ્તે રઝળતો જોવા મળી રહ્યો છે. આ વ્યક્તિના વાળ વિખરાયેલા છે, શર્ટની હાલત ખરાબ છે, સાથે જ પેન્ટ વારંવાર નીચે ઉતરી જાય તેવી ખરાબ સ્થતિમાં છે. જો કે ખાસ વાત એ છે કે, આ વ્યક્તિ અંગ્રેજીમાં વાત કરી શકે છે.
હકીકતમાં આ વ્યક્તિ માનસિક બિમારીથી પીડિત છે. તે પાછલા એકાદ વર્ષથી બીલીમોરા સ્ટેશનની સામે ચોવીસ કલાક ફરતો જોવા મળે હતો. હાલમાં ત્યાં હાજર કેટલાક લોકોએ પોપટભાઈ ફાઉન્ડેશનની ટીમને આ વ્યક્તિ અંગે જાણ કરી હતી. જે બાદ પોપટ ભાઈએ બીલીમોરા પહોંચી આ વ્યક્તિ સાથે વાત કરવા પ્રયાસ કર્યો હતો.સ્થળ પર હાજર લોકોનું કહેવું છે કે આ વ્યક્તિ પ્રોફેસર હતો.જો કે આ વ્યક્તિની માનસિક હાલત એટલી ખરાબ છે કે તેના જીવન અંગે કોઈપણ ચોક્કસ માહિતી મળી શકી નથી.આ વ્યક્તિ હમેશા એકલા જ બબડ્યા કરે છે.હાલમાં તો પોપટભાઈએ આ વ્યક્તિને માનવ સેવા ટ્રસ્ટ કામરેજમાં રહેવાની વ્યવસ્થા કરી આપી છે.
આ કિસ્સા પરથી કહી શકાય છે કે ભણેલા હોઉં એ સારા જીવનની ગેરંટી નથી. બધું હમેશા ઈશ્વર આધારિત હોય છે. તમે ગમે તેટલા ભણેલા હોય પરંતુ નસીબ સાથ ન આપે તો બધું જ જ્ઞાન એક જ વારમાં નષ્ટ થઈ જાય છે.