કહેવાય છે ને જો દિખતા હૈ વો બિકતા હૈ. તમારે કોઈ ક્ષેત્રમાં આગળ રહેવું છે તો તમારે સૌથી પહેલા ચર્ચામાં રહેવું પડશે. એમાં પણ જો તમે ફિલ્મ કે સંગીત ક્ષેત્ર કે સાહિત્ય ક્ષેત્રમાં સંકળાયેલા છો તો તો તમારે બને તેટલું લોકોની નજરમાં રહેવું જરૂરી છે અને લોકોની નજરમાં રહેવા માટે તમારે કઈ એવું કરવું પડે જે આજ પહેલા કોઈએ ન કર્યું હોય ખરું ને?
હાલમાં આવું જ કંઈ સોશિયલ મીડિયા પર જોવા મળી રહ્યું છે. હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એક વ્યક્તિ હાથી પર બેસીને એન્ટ્રી કરતો જોવા મળી રહ્યો છે. તમને થશે કે આવો કયો વ્યક્તિ હશે જેને કારના જમાનામાં હાથી પર એન્ટ્રી કરી? તો તમને જણાવી દઈએ કે આ વ્યક્તિ બીજુ કોઈ નહિ પરંતુ જાણીતા લોકગાયક દેવાયત ખવડ છે. હમેશા પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહેતા દેવાયત ખવડ હાલમાં એક લોક ડાયરામાં હાજર રહ્યા હતા.આ ડાયરામાં તેમને હાથી ઉપર એન્ટ્રી કરી હતી.તેઓ હાથી પર બેસી છેક સ્ટેજ સુધી પહોંચ્યા હતાં.ઘણીવાર લોકો સાહિત્યકારોના આવા વર્તનને વખોડી દેતા હોય છે પરંતુ દેવાયત ખવડના કિસ્સામાં એવું ન થયું. દેવાયત ખવડ ને જોતા જ તેમના ચાહકો સ્ટેજ પાસે તેમનુ ભવ્ય સ્વાગત કરવા પહોચ્યા હતા.
હાલમાં સોશિયલ મીડિયાના અનેક વીડિયો વચ્ચે દેવાયત ખવડનો આ વીડિયો પણ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જણાવી દઇએ કે થોડા મહિનાઓ પહેલા જ દેવાયત ખવડ સાળંગપુર હનુમાન મંદિરના વિવાદમાં નિવેદન આપવાને કારણે ચર્ચામાં આવ્યા હતા. આ પહેલા એક નિવેદનને કારણે તેમને જેલ પણ જવું પડ્યું હતું.