ચીની કમ એમ એસ ધોની અને પાઠશાલા જેવી ફિલ્મોની મશહૂર ચાઈલ્ડ એક્ટ્રેસ સ્વિની ખરા એ ફેન્સ ને એક સરપ્રાઈઝ ભેટ આપી છે પોતાની 24 વર્ષની ઉંમરે સ્વિની ખરાએ પોતાના બોયફ્રેન્ડ ઉર્વીશ દેસાઈ સાથે સગાઈ કરી લીધી છે સ્વિનીએ પોતાના સગાઈની જાણકારી સોશિયલ મીડિયા પર પોતાના ફેન્સ વચ્ચે શેર કરી છે.
સ્વિની ખરાએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી સગાઈ ની કેટલીક સુંદર તસવીરો ને શેર કરી છે જેમાં સ્વિની ખરા પોતાના મંગેતર ઉર્વીશ દેસાઈ સાથે રોમેન્ટિક અંદાજમા જોવા મળે છે તસવીરોમા સ્વિની ગુલાબી રંગની ચણીયાચોળી માં ખુબ જ સુંદર અને આકર્ષક લાગી રહી છે તો ઉર્વીશ બ્લેક શેરવાની માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા છે.
બંનેની જોડી ખુબસુરત લાગી રહી છે સગાઈની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહી છે લોકો આ તસ્વીરો પર બંનેને સગાઈની શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે સ્વિની ખરાએ અચાનક સગાઈ કરીને બધાને ચોંકાવી દીધા છે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં થી સ્વિની ખરાને ખુબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી રહી છે.
સગાઈ બાદ સ્વિની ખરાએ લગ્ન ની તૈયારીઓ પણ શરુ કરી દિધી છે પરંતુ હજુ સુધી સ્વિની ખરાએ પોતાના લગ્નની તારીખનો ખુલાસો કર્યો નથી સ્વિની ખરાનો જન્મ સાલ 1998 માં થયો હતો સ્વિની ખરાએ માત્ર પોતાની 7 વર્ષ ની ઉંમરે પોતાના અભિનય કેરિયર ની શરૂઆત કરી હતી.
સ્વિની ખરાએ સૌ પ્રથમ ટીવી શો બા બહુ ઔર બેટે થી બાળ કલાકાર તરીકે ઉમદા અભિનય કર્યો હતો જેનાથી દર્શકોમાં તેને ખૂબ જ લોકપ્રિયતા મળી ત્યારબાદ તેને ફિલ્મ પરણીતામાં કામ કર્યું અને બોલીવુડ ફિલ્મ મહાનાયક સાથે ફિલ્મ ચિની કમમાં પણ સ્વિની નો અભિનય દર્શકોએ.
ખૂબ પસંદ કર્યો ત્યાર બાદ સ્વિની હરીપુત્ર પાઠશાલા કાલો અને એમ એસ ધોની જેવી ઘણી બધી ફિલ્મોમાં જોવા મળી ત્યારબાદ સ્વિની એ અભિનય ને અલવીદા કહીને અભ્યાસ પર ધ્યાન આપ્યું એ વચ્ચે અચાનક સ્વિની ખરાએ પોતાની સગાઈના સારા સમાચાર પોતાના ફેન્સ ને આપ્યા છે.