ગુજરાતમાં રાતો રાત સ્ટાર બનેલા કોઠારીયા ના કમલેશ ઉર્ફે કમાએ પોતાના આગવી શ્રેલી ના ડાન્સ થકી ગુજરાતમા ખુબ જ લોકપ્રિયતા મેળવી છે લોક સાહિત્યકાર કિર્તીદાનભાઈ ગઢવી ના પ્રોગ્રામ માંથી રશીયો રૂપાળો રંગ રેલીયો ગીતથી ખૂબ ફેમસ બનેલા કમા ની લોકચાહના ઘટવાનું નામ નથી લેતી .
ડાયરા ઓ નવરાત્રી મહોત્સવ દરમિયાન પણ કમો પોતાના આગવા ડાન્સ થી ખુબ જ હાઈલાઈટ રહ્યો તેની ઠુમકી પર ચાહકોએ ખુબ પ્રેમ વરસાવ્યો તાજેતરમાં કમાને બુક કરવા માટે પડાપડી થઈ રહી છે કમો વિધાનસભા ની આ ચુંટણીમાં પણ લાઈટમલાઈટ રહે છે તાજેતરમાં ભાજપાના એક ઉમેદવાર ની.
રેલી દરમિયાન કમો ભાજપા ના ઝંડા સાથે ગળામાં હાર પહેરીને ગાડી પર ડાન્સ કરતો જોવા મળ્યો હતો બેક ગ્રાઉન્ડ માં મોદી સાહેબ ભપમ ભપમ ગાડી લાયા નું સોગં વાગતુ હતું અને કમો ઝંડો લહેરાવતા મન મુકીને ડાન્સ કરતો જોવા મળ્યો હતો આ દરમિયાન કમો એની ફેમસ ઠુમકીઓ પણ લગાવતો જોવા મળ્યો હતો.
કહાની પાછડ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા કમો એક સેલિબ્રિટી બની ગયો છે તેનુ બુકીગં અગાઉથી જ કરવામાં આવે છે પણ કમો મોટાભાગે ભાજપના પ્રચારમા જ જાઉં પસંદ કરે છે તેને એક ઈન્ટરવ્યુ માં પણ જણાવ્યું હતું કે મોદીજી ભાજપ ભાજપ આ વચ્ચે કમો ખુબ આનંદમા પ્રચાર દરમિયાન પણ જોવા મળ્યો હતો.