તાજેતરમાં ગુજરાતમાં લોકસાહિત્યકાર દેવાયત ખાવડ નું નામ ચોતરફ ગુંજી ઉઠ્યું છે દેવાયત ખાવડ હાલ જેલમાં ધકેલાયા છે રાજકોટ સરેશ્વર ચોક નજીક 6 ડિસેમ્બરના રોજ બિલ્ડર મયુરસિંહ રાણા પર દેવાયત ખાવડ અને તેના બે સાગરીતો એ મળીને જાનલેવા હુ મલો કર્યો હતો અને મયુરસિંહ રાણાને સારવાર હેઠળ.
હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા મયુરસિંહ રાણાના પરિવારજનો એ દેવાયત ખાવડ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જે ઘટના બાદ સતત દસ દિવસથી દેવાયત ખાવડ ફરાર હતો અને આ દરમિયાન દેવાયત ખાવડના પરિવારજનો ન્યાયની માંગણી કરતા ઘણા આવેદન પત્ર પોલીસ કમિશનર પાસે આપ્યા હતા.
સાથે ન્યાયની અરજી પીએમઓ ઓફિસ ખાતે મોકલવામાં આવતા દેવાયત ખાવડ સામે ચાલીને રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયો હતો જેને રાજકોટ એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો અને તેના સાગરીતો કાનો રબારી અને કિશન કુભારવાડીયા ની પણ ધડપકડ કરી લેવામાં આવી છે આ બાબતે.
સોસીયલ મિડિયા પર એક વિડીઓ ખુબ વાઈરલ થયો છે જે વિડીઓ માં દિલીપભાઈ ખાચર જણાવી રહ્યા છે કે સાહેબ આ દુનિયા છે દુનિયાને પહોંચી શકાય નહીં જ્યારે દેવાયતભાઈ રજૂ થયા નહોતા ત્યારે બધા એમ કહેતા હતા કે દેવાયતભાઈ ફરાર થઈ ગયા છે રાણો બી ગયો છે દેવાયત ભૂગર્ભમાં ઉતરી ગયો છે.
અને જ્યારે તે રજુ થયા ત્યારે એ જ લોકો કહેવા લાગ્યા કે પોપટ પાંજરે પુરાઈ ગયો પોપટ પાંજરે નથી પુરાણો સાવજ સામેથી રજૂ થયો છે અને એવી ચિંતા કરી રહ્યા છે કે હવે દેવાયતભાઈ નું શું થશે પરંતુ સાંભળી લો અમારી માથે જ્યારે વેર હોય ત્યારે અમે જ્યારે ખાવા બેસીએ ને ત્યારે મુઠ્ઠી ભરીને.
સાઈડમાં ધૂળ મૂકીયે છીએ કે અમે ધૂળ ખાઈએ છીએ પરંતુ જ્યારે અમે વેર લઈએ ત્યારે અમારા ઘેર લાપસીના આધંણ મુકવામાં આવે છે અમે જ્યારે જેલમાં હોઈએ ને ત્યારે પણ અમારા ઘેર લાપસીના આંધણ મુકાતા હોય છે અને બાપ કહેતો હોય છે કે મારા દીકરાએ વેર લીધું જેલ તો અમારી.
સાસરી કહેવાય હો કાંઈ ફેર ના પડે દેવાયતભાઈ જેલમાં નહીં પરંતુ સાસરીમાં ગયા છે સોશિયલ મીડિયા પર આ વિડીઓ ખુબ વાઈરલ થયો છે જેના પર લોકો અલગ અલગ પ્રતિક્રિયા આપતા જોવા મળે છે વાચંક મિત્રો આપનો આ વિશે શું અભિપ્રાય છે એ કોમેન્ટ કરીને જરૂર જણાવજો.