Cli
dikrane chhodine ma bap jata rahya

માસુમ બાળકને રોડ પર છોડીને મા-બાપ જતા રહ્યા એટલુજ નહીં બાઇક વાળો પણ ઠોકીને જતો રહ્યો…

Story

સુરતમાં કતારગામ માં એક નાનકડો બાળક ઘણા વખતથી રોડ ઉપર રહેતો હતો તેના માતા-પિતાની ખબર ન હતી એક મજૂર તેની સંભાળ રાખતો હતો અને તેમના દ્વારા આ બાળકને શેલ્ટર હોમમાં લઇ આવવામાં આવ્યો બાળકનું નામ કિશન છે તે છેલ્લા ચાર મહિનાથી રોડ ઉપર રહેતો હતો તેના માતા-પિતાની કંઈ ખબર ન હતી એક મજૂર તેની સાર સંભાળ રાખતો હતો તે મજૂરી કરતો હતો અને પોતાનું ગુજરાન ચલાવતો હતો.

માનવસેવાને ધ્યાનમાં રાખીને તે બાળકની મદદ કરતો હતો અને તેને ખાવાનું પીવાનું આપતો હતો મજુર જ્યાં કામ ઉપર જાય ત્યાં બાળકને લઈને જતો હતો ત્રણ ચાર દિવસ પહેલા તે બાળકનું અકસ્માત થતા તેને પ્લાસ્ટર આવ્યું ત્યારબાદ તેને હોસ્પિટલે ખસેડવામાં આવ્યો ત્યાં તેને ૧૫ દિવસનો પ્લાસ્ટર આવ્યો મજુર જ્યાં કામ ઉપર જાય ત્યાં તે બાળકને લઈને જાય અને તેને ગોદડી પાથરી ને ત્યાં ઉપર બેસાડે અને તેને જમવાનું, દવાની સંપૂર્ણ વસ્તુઓની તે ધ્યાન રાખતો હતો.

આસપાસ રહેતા લોકોએ આ બાબતની જાણ સંસ્થાને કરી ત્યારે સંસ્થા ત્યાં પહોંચી તે બાળકને પૂછવામાં આવ્યું કે તેના માતા-પિતા ક્યાં છે ત્યારે તે બાળકે કહ્યું મારા માતા-પિતા એમપીમાં રહે છે હું પણ પહેલા એમપીમાં રહેતો હતો તે બાળક ખૂબ જ રડતો હતો તે ફક્ત મજુર ઉપર ભરોસો કરતો હતો તે બીજા કોઈ સાથે વાત ન કરતો હતો આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે તે મજૂરે બાળકની કેટલી સારી રીતે સંભાળ રાખી હશે કે નાનકડો બાળક તેના ઉપર સંપૂર્ણ ભરોસો કરી રહ્યો હતો આ મજુર જેવા વ્યક્તિ દરેક જગ્યાએ હોવા જોઈએ જે આવા રસ્તા પર રહેતા નાના બાળકોની મદદ કરે અને મુશ્કેલીના સમયે લોકોને મદદરૂપ બને.

બાળકને સેન્ટર ઉપર લાવવા માટે પૂછવામાં આવ્યું ત્યારે તે ખૂબ જ રડવા લાગ્યો ત્યારે મજૂરએ કહ્યું તું ચિંતા ન કરીશ હું પણ તારી સાથે આવીશ આ લોકો તારી મદદ કરવા માટે આવ્યા છે ડર નહીં ત્યારબાદ તે બાળકને સમજાવીને કરીને મજૂર સાથે સેન્ટર ઉપર લઈ આવવામાં આવ્યું બાળકની સંપૂર્ણ સારવાર સંસ્થા દ્વારા કરવામાં આવી તેનું રહેવાની ખાવાની સંપૂર્ણ સુવિધા સંસ્થા દ્વારા કરવામાં આવશે એવી તે મજૂરને ખાતરી આપવામાં આવી આમ એક બાળકને રહેવા માટે સંસ્થા દ્વારા છત મળી જ્યાં તેની જરૂરિયાતની વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *