બોલીવુડમા જગુ દાદા તરીકે ઓળખાતા અને હાલના જાણીતા અભિનેતા ટાઇગર શ્રોફના પિતા જેકી શ્રોફએ બોલીવુડમાં યુદ્ધ કર્મા ત્રિદેવ જેવી ઘણી ફિલ્મોમાં કામ કરી અવોર્ડ જીત્યા છે અને સાથે લોકોના દિલમાં પણ પોતાના માટે એક આગવું સ્થાન બનાવ્યું છે હાલમાં પણ અભિનેતા જેકીશ્રોફની બોલચાલ અને એમની સ્ટાઈલના લોકો ફેન છે અને જેકી શ્રોફની જિંદાદિલી એમની ઉદારતા વિશે પણ સૌ જાણે જ છે. પણ શું તમે જાણો છો કે જગું દાદા એટલે કે જેકીશ્રોફનું માન માત્ર બોલીવુડમાં જ નહિ પરંતુ અંડરવર્લ્ડના લોકોમાં પણ એમનું એટલું જ માન છે છે.
આજે અમે તમને જણાવીશું જેકીશ્રોફ અને અંડરવર્લ્ડ ડોન દાઉદ વચ્ચેના સંબંધની એવી વાત જે સાંભળીને તમે પણ જગુ દાદાના ફેન થઈ જશો એક સમયે જ્યારે બોલીવુડ ડાયરેકટર અને પ્રોડ્યુસર ફિલ્મને લાગતા વિવાદને પતાવવા માટે અંડરવર્લ્ડના માફિયાંનો ઉપયોગ કરતા હતા તે સમયે અભિનેતા જેકીશ્રોફ પ્રોડ્યુસર હનીફ અને સમીરની એક ફિલ્મ કરી રહ્યા હતા. જો કે એ સમયે જગુ દાદા પાસે એટલી ફિલ્મનું કામ હતું કે તેમને પ્રોડ્યુસર હનીફ અને સમીરની ફિલ્મનું શુટિંગ અધૂરું મૂક્યું હતું.
બીજી બાજુ ફિલ્મનું શુટિંગ પૂરું ન થવાને કારણે પ્રોડ્યુસરની ચિંતા વધતી જતી હતી. તેમણે જેકી દાદાને મળીને વાત કરી પરતું જેકી દાદાએ વાત ટાળી દીધી. જે બાદ ફિલ્મ પ્રોડ્યુસર હનીફ અને સમીરે જેકી શ્રોફને સમજાવવા અંડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહીમની મદદ લેવી પડી હતી પરંતુ જ્યારે પ્રોડ્યુસરે દાઉદ ઇબ્રાહીમને જેકીશ્રોફનુ નામ આપ્યું તો દાઉદે તેમને ધમકી આપવાની ના પાડી દીધી દાઉદે કહ્યું કે પ્રોડ્યુસર ભલે તેને ગમે તેટલા પૈસા આપે પણ તેઓ જેકી દાદાને કોઈ ધમકી નહિ આપે.જો કે આ વાત જાણ્યા બાદ બોલીવુડમાં જેકી દાદાનું માન વધારે વધી ગયું હતું.
તમને જણાવી દઇએ કે જેકી શ્રોફ એ પોતાના જીવનમાં બહુ જ સંઘર્ષ કર્યો છે 11 ધોરણ બાદ અભ્યાસ છોડી તેઓ તાજ હોટેલ એર ઇન્ડિયા કંપની વગેરે જગ્યા એ કામ માટે ભટકતા રહ્યા હતા જે બાદ એક એડ એજન્સી દ્વારા તેમના મોડલિંગ કરિયરની શરૂઆત થઈ અને દેવાંદની ફિલ્મ સ્વામી દાદા દ્વારા તેમને બોલીવુડમાં એક્ટર તરીકે કામની શરૂઆત કરી હતી.