ગુજરાતના નામચીન લોક સાહિત્યકાર દેવાયત ખાવડ છેલ્લા લાંબા સમયથી જેલના સળિયા પાછળ ધકેલાયા છે 7 નવેમ્બર 2022 ના રોજ રાજકોટ સરેશ્વર ચોક માં રાજકોટના બિલ્ડર મયુરસિંહ રાણા પર જીવલેણ હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડવાના મામલામાં તેમના પર કાર્યવાહી કરવામાં આવી હતી તેમના સાથે.
રહેલા બે સાગરીતો ને પણ જેલ માં ધકેલી દેવામાં આવ્યા હતા દેવાયત ખાવડ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ મામલે કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે દેવાયત ખાવડ ના જામીન બે વાર કોર્ટે ફગાવી દિધા છે મયુર સિંહ રાણા એ લગાવેલા ગંભીર આરોપો થી તેમનું બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે એ વચ્ચે તાજેતરમાં.
સોશિયલ મીડિયા પર એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જેમાં ગુજરાતના લોકપ્રિય કોમેડી કલાકાર એવંમ સૌરાષ્ટ્ર વિસ્તારમાં પોતાના સેવાકીય કાર્ય થી ગરીબ નિરાધાર લોકોને આર્થિક મદદ કરતા અંદાજીત 250 થી વધારે રહેવા માટે મકાન બનાવી આપનાર પરોપકારી કાર્યો થી ખુબ લોકચાહના ધરાવતા ખજુર ભાઈ ઉર્ફે નિતીન જાની.
પોતાના ભાઈ તરુણ જાની સાથે રાજકોટ મધ્યસ્થ જેલમાં થી બહાર આવી રહ્યા છે અને અંદર ની તરફ જતા પણ જોવા મળે છે આ વિડીઓ માં તેમની સાથે રાજકોટ જેલ પોલીસ ના જવાનો પણ જોવા મળે છે તરુણ જાની અને નિતિન જાની ના ચહેરા સ્પષ્ટ પણે દેખાઈ આવે છે વાઈરલ આ વિડીઓ ની.
પર દેવાયત ખાવડ સાથેની રાજકોટ ની મુલાકાત લખવા માં આવ્યું છે દેવાયત ખાવડના ચાહકો જણાવી રહ્યા છે કે ખજૂર ભાઈ દેવાયત ખાવડ ના પરમ મિત્ર છે અને તેઓ પોતાના મિત્રને મળવા માટે જેલમાં પહોંચ્યા છે સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ જ પસંદ કરવામાં આવી રહ્યો છે લોકો આ વિડીયો પર.
અલગ અલગ પ્રતિક્રિયા આપી રહ્યા છે શું ખરેખર દેવાયત ખાવડ સાથે ખજૂર ભાઈએ મુલાકાત લીધી કે કેમ એ અમે આ પેજ પર પુષ્ટિ કરતા નથી પરંતુ વાયરલ આ વિડીયોમાં કેટલી સચ્ચાઈ છે ખજુર ભાઈ રાજકોટ જેલમાં કોને મળવા ગયા હતા શા માટે તેમને જેલની મુલાકાત લીધી હતી આ વિશે ખજુરભાઈએ મિડીયા સાથે વાતચીત કરી નથી.