આજે અંબાણી પરિવારનું નામ સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ છે સાથે વિશ્વભરમાં સૌથી સુખી ધનાઢ્ય બિઝનેસમેનમાં પણ અંબાણી પરિવાર સૌથી ઉપર પોતાનુ નામ ધરાવે છે મુકેશ અંબાણી પોતાના પરિવાર સાથે મુંબઈમાં આલિશાન ભારતના સૌથી મોંઘા આલીશાન એન્ટેલીયા બંગલામાં રહે છે પરંતુ આજે અંબાણી પરીવાર જે સુખી જીવન વ્યતીત કરી રહ્યું છે.
તેમાં મુકેશ અંબાણી અને અનિલ અંબાણી ના પિતા ધીરુભાઈ અંબાણી નો પરસેવો સમાયેલો છે ધીરુભાઈ અંબાણી એ પોતાના જીવનમાં અનેક તકલીફો નો સામનો કર્યો અને વિશ્રવના સૌથી ઉંચા સ્થાન પર પહોંચ્યા ધીરુભાઈ હિરાચંદ અંબાણી મુળ ગુજરાતી હતા જે આપણા માટે ગૌરવની વાત છે ધીરુભાઈ અંબાણીનો જન્મ 28 ડિસેમ્બર 1932 ના રોજ.
ગુજરાતના ચોરવાડ માં થયો હતો સખત મહેનત વ્યાપાર ની કુશળતા થકી તેમને પોતાનો વ્યવસાય વિસ્તાર્યો અને તેઓ એમા સફળ રહ્યા માત્ર એક નાનકડી રુમ માંથી પોતાના વ્યવસાય ની શરુઆત કરી અને બહુરાષ્ટ્રીય કંપની માં નામના મેળવી પોતાનું નામ સમગ્ર વિશ્વમાં ગુજંતુ કર્યું ધીરુભાઈ અંબાણી ના જીવન ચરિત્ર પર.
બોલિવૂડમાં ફિલ્મો પણ બની ચૂકી છે જેમાં અભિષેક બચ્ચન અને એશ્ર્વર્યા રાય ની ફિલ્મ ગુરુ તેમના જીવન પર આધારિત હતી જે ફિલ્મ લોકોએ ખુબ પસંદ કરી જેમાં ધીરુભાઈ અંબાણી નું જીવન દેખાડવામાં આવ્યું હતુ ધીરુભાઈ અંબાણી ના જીવનમાં તેમની પત્ની કોકીલાબેન અંબાણી ની પણ અંહમ ભુમીકા રહી.
જીવન સર્ઘષ રાહ પર કોકિલા બહેન હંમેશા ઢાલ બનીને આગળ રહ્યા ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સ ગ્રુપની સ્થાપના કરી આ સમયે કાપડના ઉદ્યોગમાં ક્રાંતિ આવી ધીરુભાઈ અંબાણીનુ જુનુ ચોરવાડ માં આવેલું ઘર આજે મેમોરિયલ હાઉસ તરીકે ઓળખાય છે જેના પર ધીરુ ભાઈ અંબાણી નું નામ પણ આપવામાં આવ્યું છે.
જે ધીરુભાઈ ફાઉન્ડેશન દ્વારા ચલાવવામાં આવે છે જેની લેન્ડસ્કેપ ડીઝાઈન અભિતાભ તેવેટિયા ડીઝાઈન્સ દ્વારા કરવામાં આવી છે તો વર્લ્ડ લેન્ડસ્કેપ આર્કિટેક્સ વેબસાઈટના જણાવ્યા અનુસાર અગ્રણી રીસ્ટોરેટીવ આર્કિટેક્ટ ફર્મ અભિક્રમ દ્વારા આ ઘરનું ફરીથી રીનોવેશન કરવામાં આવ્યું હતું તેમાં સમારકામ કરવામાં આવ્યું હતું.
પરંતુ આ કામ કરતા ખાશ તેની સો વર્ષ પહેલાની ડિઝાઇન બગડે નહીં તેનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું હતું જે રીતે ધીરુભાઈ અંબાણી નું આ જૂનું મકાન હતું એવી જ રીતે ફરીથી તેને રીનોવેશન કરવા માટે કહેવામાં આવ્યું હતું ધીરુભાઈ અંબાણીની યાદો આ જૂના ઘરમાં સમાયેલી હતી જેને આજે પણ અંબાણી પરિવાર ભૂલી શકતો નથી
અંબાણી પરિવારના દરેક સભ્યો માટે સૌથી પ્રિય ધીરુભાઈની આ સ્મુતી તેમનું આ મકાન છે ધીરુભાઈ અંબાણી નું આ જૂનું મકાન બે ભાગમાં વિભાજીત છે જેમાં એક ભાગ માત્ર અંબાણી પરીવાર ના લોકો માટે જ ખુલ્લો છે જ્યારે બીજો ભાગ જાહેર લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે આજે પણ કોકિલાબેન અંબાણી પોતાના.
જૂના ઘરની મુલાકાત લે છે અને ધન્યતા અનુભવે છે ધીરુભાઈ અંબાણીના આ જૂના ઘરની સામે આવેલો બગીચો પણ બે ભાગમાં વિભાજીત છે એક જાહેર લોકો માટે અને એક માત્ર અંબાણી પરિવારના લોકો માટે ખુલ્લો રહે છે બગીચામાં પણ ઘણા બધા વૃક્ષો નો ઉછેર કરવામાં આવ્યો છે ધીરુભાઈ અંબાણીના આ જુના મકાનના રીનોવેશન.
દરમિયાન બગીચામાં કેટલાક સુધારા વધારા કરવામાં આવ્યા છે જેમાં મુળ જુના ઝાડને રાખવામાં આવ્યા છે અને નવા વૃક્ષો પણ ઉછેરવામાં આવ્યા છે નારિયેળ પ્રામના મૂળ વૃક્ષો અહીંયા હયાત છે જે વૃક્ષો ધીરુભાઈ અંબાણી એ ઉછરેલા હતા તે આ જુના ઘરની શોભા માં વધારો કરે છે જુના ઘર.
સુધી પહોંચવા માટે લાલ મંડળના પથ્થર નો એક રસ્તો બનાવવામાં આવ્યો છે અને એ રસ્તાની બંને બાજુ નાળિયેરના ઝાડ ઉભેલા છે સાથે લોકોના બેસવા માટે એક બેઠક વિસ્તાર પણ બનાવવામાં આવ્યો છે મુલાકાતીઓ અહીં બેસી શકે છે મુળ દિવાલો અને જુના છોડને પણ સાચવવામાં આવ્યા છે.
ગ્રોવ ના છાયંડે મુલાકાતીઓ આરામ પણ ફરમાવી શકે છે અને ભોજન પણ લઈ શકે છે કોકીલાબેન અંબાણીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મારા પતિ સાથેની શરુઆત ની તમામ સ્મુતીઓ આ જુના ઘર સાથે જોડાયેલી છે આજે પણ હું યાદ કરું છું રડી પડું છું હું મારા.
લગ્ન બાદ ચોરવાડમાં ગુજરાતમાં રહેતી હતી તેમને એડમથી મને ફોન કર્યો હતો કે હું તને કોકિલા એક ગાડી લઈને લેવા આવીશ તેઓ ગાડી લઈને મને લેવા આવ્યા ત્યારબાદ ગાડીમાંથી હેલિકોપ્ટર આવ્યું પરંતુ શરૂઆત અમે બળદગાડા થી કરી હતી આજે એ બળદગાડું પણ મને યાદ છે જે મજા એમાં.
આવતી એ આજે હેલીકોપ્ટર માં પણ આવતી નથી કોકીલાબેન અવારનવાર અહીંયા આવતા રહે છે દેશ વિદેશમાં થી લોકો ધીરુભાઈ અંબાણી ના જુના આ ઘરને જોવા માટે આવે છે લોકો માટે પાણીની વ્યવસ્થા સાથે બગીચા માં પણ માણસો કાર્યરત છે અને ખાસ સુરક્ષા પણ ગોઠવાયેલી છે.