Cli

21મી સદીનું સૌથી મોટું રહસ્ય? બાબાના એક હુકારથી આખરે કેમ ધૂણવા લાગ્યા હજારો લોકો?

Uncategorized

આ વિડીયોડિયો જોયા પછી પ્રશ્ન એ થાય કે આપણે 21મી સદીમાં જીવીએ છીએ કોઈ મંચ પરથી એક હુકાર ભરે અને પછી હજારો લોકોમાંથી કેટલાક લોકો ધૂણવા લાગે ધૂણવા પછી એ જે વર્તન કરે એના પર પણ ઘણા બધા પ્રશ્ન થાય પણ સવાલ એ ભૂત પ્રેત કે પછી કોઈ ધૂણે છે કે પછી અંધશ્રદ્ધાનો નહી સવાલ એ સમાજની માનસિકતાનો પણ છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ રાજકોટમાં યોજાયેલા બાગેશ્વર ધામના દિવ્ય દરબારની ચર્ચાઓ અને વિવાદ આની પહેલા પણ ખૂબ થયા એટલે કાર્યક્રમ થવાનો હતો એની પહેલાથી એ વિવાદના કેન્દ્રમાં હતા અત્યારે એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે

જેમાં આ વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે અમુક બહેનો અને પુરુષ ધૂણતા ધૂણતા ચીસો પાડતા પાડતા એ કાર્યક્રમમાં મંચ તરફ આગળ વધે છે. આ ઘટનાને લઈને અંધશ્રદ્ધા અને ચમત્કારના દાવાઓ અંગે ચર્ચાઓ ખૂબ થઈ રહી છે. સવાલ એ છે કે શું ખરેખર કોઈ વ્યક્તિ મંચ પરથી બેસી અને ભૂત પ્રેત ભગાડી શકે? શું એ એવું કહે કે અમે માતાજી લાવી દેશું અને કોઈપણ માણસ ધૂણવા લાગે એમના એક હુકારથી શરીરની અંદર શું આત્મા આવી શકે? રાજકોટની આ ઘટનામાં એક મહિલા ધૂણવા લાગી અને ધૂણતા ધૂણતા પછી એક વ્યક્તિ પર એ હુમલો કરે છે એટલે લાફો મારવાનો પ્રયત્ન કરે છે એ પત્રકાર હોય છે પછી આમને સામને ઝપાઝપી થઈ જાય છે

એટલે આ કયા પ્રકારની ધૂળ અને કઈ વાત એ કરી રહ્યા છે કે જેમાં એ વ્યક્તિને મારવા પર આવી જાય વાયરલ વિડિયોમાં એ દેખાઈ રહ્યું છે કે ધૂણતા વ્યક્તિઓ જે છે એના સામે જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ મંચ પરથી હુકાર ભરતા હોય છે અને હુકાર કરતા હોય છે. અંશ્રદ્ધાને પ્રોત્સાહન આપતો આ વિડીયો એવો લાગી રહ્યો છે જેને શરૂઆતમાં જોઈએ. આ સમગ્ર મામલે સૌરાષ્ટ્રના અગ્રણી અને સહકારી આગેવાન પરષોત્તમ પીપળિયા જેની ચર્ચાઓ ખૂબ પહેલાથી થઈ જેમણે ધીરેન્દ્ર શાસ્ત્રીને અનેક પડકાર ફેંક્યા હતા અને ફરી એકવાર જ્યારે એ દિવ્ય દરબારમાં જવાના હતા એની પહેલા એમની અટકાયત થઈ અટકાયાત બાદ આ વિડીયો વાયરલ થયો એ વિડીયો વાયરલ થયા પછી ફરી આજે એમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી છે જેમાં ધીરેન્દ્ર શાસ્ત્રીને ચેલેન્જ આપી છે અને કહ્યું છે કે તમે જે પણ મીડિયા કહેશો એ મીડિયામાં આપણે આમને સામને બેસી જઈએ અને એ એ જે હદનું એમણે લખ્યું છે

એટલે એમણે લખ્યું છે કે મોરે મોરા આવી જવાનું છે ડાઈપર ખરાબ કરી દઈશ એવી પરિસ્થિતિ તમારી કરી દઈશ એવા પ્રશ્ન ને એવા જવાબો આપીશ એટલે તમે વિચારો કે અંધશ્રદ્ધાના મુદ્દે આ વિવાદ તો એક ચાલી જ રહ્યો છે પણ એ આખા વિડીયો પછી ફરી એકવાર આપણે યાદ કરવું પડે હજુ પણ આપણે યાદ કરવું પડે કે ગામડાઓમાં આજે પણ જ્યારે કોઈ વ્યક્તિ બીમાર થાય છે તો એને ડોક્ટર પાસે નહીં પણ બાબા પાસે લઈ જવામાં આવે છે એ માનસિકતા પણ યાદ કરવી પડે કે જેમાં પ્રેત બાધા અને અલગ અલગ વિષયો પર વાત કરવામાં આવે જેને બાલ સોયા પોતાના બાળકોની બલી જળાવી દીધી છે. આ બધું જ જ્યારે થતું હતું ત્યારે ગુજરાત સરકારે વર્ષ 2024 માં જ ગુજરાત અંધશ્રદ્ધા નિવારણ વિધેયક પસાર કર્યો હતો. આ કાયદાની ચર્ચાઓ અને બધી જ વસ્તુ વિધાનસભામાં વિસ્તારથી થઈ હતી. કાયદાનો હેતુ એ હતો કે ધર્મ અને આસ્થાનો વિરોધ કરવાનો નહીં પરંતુ ચમત્કાર ભૂત પ્રેત તંત્ર મંત્ર દેવીય શક્તિના નામે લોકો જે છેતરપિંડી કરે છે

એને રોકવાનો છે. હવે એ કાયદા જે પ્રમાણે કહે છે પ્રમાણે અલૌકિક શક્તિના નામે લોકોનું શોષણ કરે કે ડરાવે કે ગેરમાર્ગે દોરે અથવા આર્થિક શારીરિક નુકસાન પહોંચાડે તો એ કાયદો એ લોકોને બધાને પ્રોટેક્ટ કરતો હતો અને એ બધા જ લોકો સામે કાર્યવાહીની પણ જોગવાઈઓ હતી એટલે જેની સાથે આવું થયું છે એ બધાને ન્યાય મળી શકે એના માટેનો એ કાયદો હતો કાયદો ગુજરાતમાંથી પસાર થઈ ગયો પણ એનું અમલીકરણ કોણ જોશે ભૂતપ્રેત છે કે નહીં એ ચર્ચાનો વિષય છે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે એકદમ એક પાતળી ભેદરેખા હોય છે ધૂણતા વ્યક્તિ એટલે કોઈને પણ એ વાંધો ન હોય કે ધીરેન્દ્ર શાસ્ત્રી આવી અને પછી એક સભા કરે કે પછી એ ધાર્મિક કાર્યક્રમ કરે કે પછી એ કથા કરે એનાથી કોઈને વાંધો ન હોય પણ એ કાર્યક્રમમાં કોઈ માણસ ધૂણવા લાગે છે અને ધૂણતા ધૂણતા કોઈના પર હુમલો કરી દે છે એનાથી બધાને વાંધો છે એ સમાજમાં કેવો સંદેશો લઈને આવે છે એનાથી બધાને વાંધો છે અંધશ્રદ્ધા અને શ્રદ્ધાની પાતળી ભેદરેખા આપણે જો સમજી જઈએ તો પછી આવા વિડીયો 21 મી સદીમાં ન જોવા પડે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *