સોનાક્ષીએ લગ્ન પહેલા જ પિતાનું ઘર છોડી દીધું હતું.સોનાક્ષી અને ઝહીર ઈકબાલ પાછલા ઘણા વર્ષથી સાથે રહે છે. બંનેએ પોતાના ઘરને સાથે મળીને સજાવ્યું છે. બંનેના પરિવાર ભલે લગ્ન વિશે કઈ બોલી ન રહ્યા હોય પરંતુ બંનેના લગ્નના કાર્ડ પરથી તેમના લગ્નની જગ્યા, ડ્રેસ કોડ બધું જ પબ્લિક થઈ ગયું છે.
મળતી માહિતી મુજબ, સોનાક્ષી અને ઝહીર 23 જૂને રજિસ્ટર્ડ લગ્ન કરશે.સોનાક્ષીને ઓફિશિયલ મિસિસ ઈકબાલ બનવામાં હજુ થોડા દિવસો બાકી છે, પરંતુ છેલ્લા 7 વર્ષથી સુનાક્ષી ઝહીરના પ્રેમમાં છે.આટલું જ નહીં તેણે લગ્ન પહેલા જ ઝહીર સાથે તેની લવ લાઈફ પણ સ્થાપિત કરી લીધી છે.હા, મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ છેલ્લા ૧ વર્ષથીલીવ ઇન રિલેશનશિપમાં છે.
એટલે કે લગ્ન પહેલા જ સોનાક્ષીએ તેના પિતા શત્રુઘ્નનું ઘર છોડીને ઝહીર સાથે તેની સપનાની દુનિયા બનાવી છે.તમને જણાવી દઈએ કે આ એ જ ફ્લેટ છે જેમાં સોનાક્ષી ગયા વર્ષે જ શિફ્ટ થઈ હતી, આ પહેલા સોનાક્ષી તેના પિતા શત્રુઘ્નના આલીશાન બંગલા રામાયણમાં રહેતી હતી.જોકે, ગયા વર્ષે જ સોનાક્ષી તેના પિતાનું ઘર છોડીને તેના જ ફ્લેટમાં રહેવા ગઈ હતી.
હવે તમારે સોનાક્ષી અને ઝહીરને વર-કન્યા બનતા જોવા માટે થોડા દિવસો રાહ જોવી પડશે પરંતુ તે પહેલા અમે તમને એ ઘરની વર્ચ્યુઅલ ટૂર આપીએ જેને સોનાક્ષી તેના સપનાનું ઘર કહે છે.મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો સોનાક્ષી ઝહીર સાથે લીવ ઇન માં એક જ ફ્લેટમાં રહે છે, તમને જણાવી દઈએ કે 70થી 75 કરોડ રૂપિયાની નેટવર્થ ધરાવતી સોનાક્ષીએ પોતાના માટે એક બહુમાળી વર્લી વિસ્તારમાં ખરીદ્યો હતો.બિલ્ડિંગના 26મા માળે આવેલા આ ફ્લેટ માટે અભિનેત્રીએ 11 કરોડ રૂપિયાની મોટી રકમ પણ ચૂકવી હતી.
અભિનેત્રીએ આ સી ફેસિંગ ફ્લેટને પોતાની મરજી મુજબ સજાવ્યો છે અને ઘરનું ઈન્ટિરિયર કરાવ્યા બાદ સોનાક્ષીએ તેના સપનાના ઘરની ઘણી તસવીરો ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.જેમાં ચાર બેડરૂમની સાથે આર્ટ સ્ટુડિયો અને યોગા સ્પેસ પણ બનાવવામાં આવી છે.સોનાક્ષીના હોમ સ્વીટ હોમને મોંઘા ફર્નિચર સાથે ભવ્ય અને રોયલ લુક આપવામાં આવ્યો છે અને સોનાક્ષીનું ઘર બિલ્ડિંગના ટોપ ફ્લોર પર છે.