Cli

અમિતાભ બચ્ચન અને સુભાષ ઘઈને કારણે બરબાદ થયું અભિનેતા લીલીપુટનું કરિયર.

Uncategorized

અભિનેતા લીલીપૂટનું નામ તો તમે સાંભળ્યું જ હશે. હુકુમત, આંટી નંબર 1 જેવી ફિલ્મોમાં જોવા મળનાર આ અભિનેતા એ ટીવી સિરિયલો માં પણ ખૂબ જ કામ કર્યું અને સફળતા પણ મેળવી પરંતુ હાલમાં જ લિલીપૂટે કરીએ સાથે સંકળાયેલા એક એવા કિસ્સાની વાત કરી જાણે સૌને ચોકાવી દીધા.

હાલમાં જ લીલીપુટનું એક ઇન્ટરવ્યૂ સામે આવ્યું છે જેમાં તે પોતાના કરિયર વિશે અને સુભાષ ઘઈ સાથેની પહેલી મુલાકાત વિશે વાત કરતા જોવા મળ્યા છે. અભિનેતા જણાવ્યું કે તેઓ એક નાટકમાં કામ કરી રહ્યા હતા જ્યારે પહેલીવાર તેમની મુલાકાત સુભાષ ઘઈ સાથે થઈ.

તમને કહ્યું કે તે એક નાટકમાં રોલ કરી રહ્યા હતા ત્યાં સુભાષ ઘઈ એ તેમને જોયા હતા. સુભાષ ઘઈ તેમને મળ્યા અને તેમના અભિનયના વખાણ કર્યા હતા. જે બાદ થોડા દિવસ પછી તેઓ પોતાના મિત્ર સાથે રૂમ પર બેઠા હતા તે સમયે સુભાષ ઘઈ ની ઓફીસ થી ફોન આવ્યો હતો. જો કે પહેલા તો તેમને સુભાષ કોણ એ યાદ ન આવતા ફોન લેવાની જ ના કહી દીધી હતી પરંતુ બાદમાં સુભાષ ઘઈ સાંભળતા જ તે વાત કરવા દોડ્યા હતા. સુભાષ ઘઈ એ અભિનેતા ને ઓફિસ આવવા કહ્યું.

જે બાદ તેમને કહ્યું કે તેઓ એક ફિલ્મ બનાવી રહ્યા છે જેમાં લીલીપુટ ને વિલન તરીકે લેવા ઇચ્છે છે પરંતુ શરત એ છે કે આ ફિલ્મ પહેલા અભિનેતાની કોઈ ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. ઇન્ટરવ્યૂ દરમિયાન અભિનેતાએ આગળ જણાવ્યું કે તેમને સુભાષભાઈ ના કહેવા પર છોડી પરંતુ સુભાષ ઘઈ ની ફિલ્મ રિલીઝ ન થઈ જેથી તેમના કરિયર ને ખૂબ નુકસાન થયું.

આટલું જ નહીં અભિનેતા આગળ જણાવ્યું કે તેમણે અમિતાભ બચ્ચન સાથે આલિશાન તેમજ બીજી અનેક ફિલ્મો નું શૂટ કર્યું પણ કોઈ કારણસર અમિતાભ સાથેની તેમની કોઈપણ ફિલ્મ રિલીઝ થઈ શકે નહીં જેથી તેમણે ગુસ્સામાં આવીને અમિતાભ બચ્ચનને પોતાની સાથે કામ ન કરવા પણ કહી દીધું હતું.

જોકે વર્ષો બાદ અમિતાભ બચ્ચન અને લીલીપુટ ની જોડી બંટી ઓર બબલી ફિલ્મમાં જોવા મળી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *