બોલિવુડમાં સોનાક્ષીને દબંગ ગર્લ તરીકે ઓળખવામાં આવે છે પરંતુ હાલમાં આ જ દબંગ ગર્લના ભાવિ પતિને ધમકી મળી હોવાનું જાણવા મળ્યું છે. બોલીવુડ અભિનેત્રી સોનાક્ષી સિંહા પાછલા કેટલાય દિવસોથી લગ્નને લઈને ચર્ચામાં છે. સોનાક્ષી આવનારી ૨૩ જૂને જહીર ઈકબાલ સાથે લગ્ન કરી રહી હોવાની ખબરોએ મીડિયા અને સોશિયલ મીડિયા પર જોર પકડ્યું છે.ભલે સોનાક્ષીના પરિવાર તરફથી આ બાબતે નિવેદન ન આપવામાં આવ્યું હોય પરંતુ હાલમાં જ સોનાક્ષીના લગ્નનું કાર્ડ ઓનલાઇન વાયરલ થઈ રહ્યું છે.
જો કે લગ્નનું કાર્ડ વાયરલ થયા બાદ થી જ સોનાક્ષીના ભાવિ પતિને ધમકી મળવાનું શરુ થઈ ગયું છે. નહી.. નહી આ કોઈ મારપીટની ધમકી નથી પરંતુ પ્રેમપૂર્વક આપવામાં આવેલી ધમકી છે. વાસ્તવમાં બોલિવુડની જાણીતી અભિનેત્રી પૂનમ ઢિલ્લો હાલમાં પદ્મિની કોલ્હાપુરી ના સ્ટોર લોન્ચ પર પહોંચી હતી. પૂનમ ને જોતા જ તેમને સોનાક્ષીના લગ્ન અંગે સવાલ કરવામાં આવ્યો હતો.
જો કે સોનાક્ષીના ભાઈ લવ સિંહાની જેમ આ સવાલને અવગણી દેવાને બદલે પૂનમે સ્વીકારી લીધું કે સોનાક્ષીએ તેને લગ્નનું કાર્ડ મોકલ્યું છે, જે ખૂબ સુંદર છે અને તે તેમના લગ્નમાં હાજરી જરૂર આપશે.
સોનાક્ષીના લગ્ન વિશે તેને ખબર હતી કે નહી તે અંગે સવાલ કરવામાં આવતા અભિનેત્રીએ કહ્યું હું સોનાક્ષીને શુભકામનાઓ આપું છું ખૂબ જ સુંદર આમંત્રણ મોકલ્યું છે હું તને ત્યારથી ઓળખું છું જ્યારથી તે નાની હતી. મેં તેની જર્ની જોઇ છે. તે ખૂબ જ સારી છોકરી છે અને હું તેની ખુશીની કામના કરું છું. આ સાથે જ પૂનમે મજાકિયા અંદાજમાં જહીરને ધમકી આપતા કહ્યુંપ્લીઝ તેને ખુશ રાખજે જહીર, યાદ રાખજે તે બહુ જ સારી છોકરી છે અને અમારી માટે બહુ જ કીમતી છે.
જણાવી દઈએ કે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા લગ્નના કાર્ડ સાથે ઓડિયો નોટ મોકલી સોનાક્ષી અને જહીરે લોકોને લગ્નમાં આવવા આમંત્રણ આપ્યું છે. તેમના લગ્નનું ફંકશન શિલ્પા શેટ્ટીના હાલમાં જ શરૂ થયેલા રેસ્ટોરન્ટમાં રાત્રે ૮ વાગ્યાથી રાખવામાં આવશે.જોકે ખબર અનુસાર સોનાક્ષી અને જહીર હિન્દુ કે મુસ્લિમ રિવાજથી લગ્ન ન કરતા કોર્ટે મેરેજ કરવાના છે.