Cli

સોનાક્ષી સિન્હાને ભાભી માને છે સલમાન ખાનની બહેન અર્પિતા ખાન.

Uncategorized

હાલમાં સોનાક્ષીના લગ્નની વાતોને લઈને ખૂબ ચર્ચામાં છે એ તો તમે જાણતા જ હશો. પરંતુ શું તમે એ જાણો છો કે સલમાન ખાનની બહેન અર્પિતા સોનાક્ષી ને પોતાની ભાભી માને છે. વર્ષો પહેલાથી જ અર્પિતા રજ્જો, દબંગ ગર્લ સોનાક્ષી ને પોતાની ભાભી માને છે.આ જ કારણ છે કે અવારનવાર બંને એકસાથે ફોટામાં જોવા પણ મળતા હોય છે.

હવે તમને થશે કે આ શું નવું છે? હમણાં સુધી તો જહીરે સાથેના લગ્નની વાત હતી હવે ખાન પરિવારની વહુ કઈ રીતે? તો તમને જણાવી દઈએ કે આ માટે સલમાન ખાન અને જહીરના સંબંધો જવાબદાર છે.

જહીર પિતા ઈકબાલ રત્નસી અને સલમાન ખાન વચ્ચે ખૂબ જ સારા સંબંધો છે. જહીર નાનો હતો ત્યારથી સલમાન તેને ઓળખે છે અને સલમાન ખાન તેને પોતાના નાના ભાઈની જેમ જ સાચવે છે.

સલમાન ખાન જ નહિ ખાન પરિવારના દરેક સભ્યો ખાસ કરીને સલમાન ખાનની બહેન અર્પિતા તો જહીરની ખૂબ જ નજીક છે. આ જ કારણ છે કે અર્પિતા સોનાક્ષીને ભાભી કહીને જ બોલાવે છે.

જણાવી દઈએ કે સોનાક્ષીની આ પ્રેમકહનીનો રાજ પણ અર્પિતાએ જ ખોલ્યો હતો. તેને એક વીડિયોમાં સોનાક્ષી ને અજાણતા જ ભાભી કહીને બોલાવી હતી જે બાદ જહીર અને સોનાક્ષીના સંબંધો પર મોહર લાગી ગઈ હતી. જો કે હાલમાં સોનાક્ષીના ૨૩ જૂને લગ્ન બંધનમાં બંધાઈ ખબર સામે આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *