બોલીવુડ ફિલ્મ અભિનેતા સુનીલ શેટ્ટી ની પુત્રી અથીયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કે એલ રાહુલ 23 જાન્યુઆરી 2023 ના રોજ લગ્ન જીવનમાં બંધાઈ ગયા છે બંનેની આ ખુબસુરત તસવીરો સામે આવી ચુકી છે ફેન્સ ખુશી થી ઝુમી ઉઠ્યા છે અને લગ્ન ની શુભેચ્છાઓ આપી રહ્યા છે સુનીલ શેટ્ટી ના ખંડાલા.
ફાર્મહાઉસમાં પરીવારજનો અને નજીકના સગા સંબંધીઓ અને મિત્રોની હાજરી માં આ લગ્ન સંપન્ન થયા છે અથીયા અને રાહુલ લાંબા સમય થી એકબીજાને ડેટ કરી રહ્યા હતા આથીયા શેટ્ટી ચણિયાચોરી માં ખુબ જ સુંદર અંદાજમા જોવા મળી તો કે એલ રાહુલ શેરવાની માં ખુબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.
લગ્ન માં સુનીલ શેટ્ટી કુર્તા અને ધોતીમા જોવા મળ્યા હતા તો અથીયા શેટ્ટી નો ભાઈ આહાન શેટ્ટી પણ શેરવાની માં પહોંચ્યો હતો પોતાના લગ્ન માટે કે એલ રાહુલે ન્યુઝીલેન્ડ સામેની મેચ ની રજા માંગી હતી કે એલ રાહુલ ના લગ્ન માં ભારતીય ટીમના ખેલાડીઓ ઉપસ્થિત રહી શક્યા નહોતા.
હાલ ચાલી રહેલી ન્યુઝીલેન્ડ સામેની મેચના કારણે આજે ન્યુઝીલેન્ડ સામે ફાઈનલ વન ડે છે બે વન ડે ભારત જીતી ચુક્યું છે આ દરમિયાન કે એલ રાહુલ અથીયા શેટ્ટી સાથે લગ્ન જીવનમાં બંધાયા હતા ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ એ તેમને શુભેચ્છાઓ આપી હતી આપનો આ વિશે શું અભિપ્રાય છે.