વર્ષ ૨૦૨૩ ઈસરો માટે કેટલું ખાસ રહ્યું છે એ તો આપણે સૌ કોઈ જાણીએ જ છીએ.આ વર્ષે જુલાઈ મહિનાથી ભારતના ઈસરો દ્વારા મૂન મિશન ની શરૂઆત કરવામાં આવી. જે અંતર્ગત ૧૪ જુલાઈના રોજ. શ્રીહરિકોટા થી ચંદ્રયાન -૩ ને અંતરિક્ષમાં મોકલવામાં આવ્યું.
હાલમાં જ ચંદ્રયાન -૩ ના દક્ષિણ ધ્રુવ પર સફળ લેન્ડિંગ થી ઈસરોને ખુબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.આ સફળતાની ખુશી દરેક દેશવાસીઓમાં છે એ પણ તમે જાણતા જ હશો પરંતુ શું તમે જાણો છો કે પ્રજ્ઞાન રોવર જે દક્ષિણ ધ્રુવ પર લેન્ડ થઈ ચૂક્યું છે તે કેવી રીતે કાર્ય કરે છે અને તેનો હેતુ શું છે?
વાત કરીએ પ્રજ્ઞાન કઈ રીતે કાર્ય કરશે તે અંગે તો પ્રજ્ઞાન માં એક સોલર લગાવવામાં આવ્યું છે તે તે સોલર ઊર્જાથી જ કામ કરશે.તેની જમણી અને ડાબી બાજુ નેવિગેશન કેમેરા લગાવવામાં આવ્યા છે. તેની ટોચ પર એક એન્ટેના લગાવવામાં આવ્યું છે જેના દ્વારા સિંગલ મોકલી અને મેળવી શકશે.
પ્રજ્ઞાન કોઈપણ ખાડા અને વસ્તુને પાર કરવા સક્ષમ છે.સાથે જ જણાવી દઇએ કે પ્રજ્ઞાન ચંદ્રની જે જગ્યા પર જશે ત્યાં અશોક ચક્ર તેમજ ઈસરોના લોગોની છાપ છોડશે.વાત કરીએ પ્રજ્ઞાન રોવરના હેતુ અંગે તો તે ચંદ્રની સપાટીના ફોટા મોકલશે,ચંદ્રની સપાટી પર પાણી,આયર્ન,ઇલેક્ટ્રોન વગેરેના પ્રમાણ અંગે જાણકારી એકઠી કરશે.સાથે જ ચંદ્રની સપાટી વિશે અન્ય જાણકારી પણ આપશે.