આ વર્ષના જુલાઈ મહિનામાં ચંદ્રયાન -૩ના લોંચ બાદથી જ ચારે તરફ મૂન મિશન,ચંદ્રયાન,પ્રજ્ઞાન રોવર,વિક્રમ લેન્ડર આ તમામ વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે.હાલમાં જ ૨૩ઓગસ્ટ ના રોજ પ્રજ્ઞાન રોવર ને ચંદ્રની સપાટી પર લેન્ડિંગ કરાવવામાં ઈસરોને સફળતા પ્રાપ્ત થઈ છે જે બાદથી જ ચંદ્રની સપાટી વિશે,તેના પર પડેલા ખાડા વિશે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
જો કે આ વૈજ્ઞાનિક સવાલો વચ્ચે એક સામાન્ય સવાલ જે વર્ષોથી દરેક વ્યક્તિના મનમાં આવતો રહ્યો છે એ છે શું ચંદ્ર પર જીવન શક્ય છે?
નાસા દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ચંદ્ર પર માનવ જીવન શક્ય છે.સાથે જ ઈસરોની વાત કરીએ તો તેને પણ ચંદ્ર પર ખનિજ અને પાણી હોવાની સાબિતી આપી છે.જેનાથી કહી શકાય કે ચંદ્ર પર જીવન શક્ય છે.પરંતુ શું એ જીવન સરળ હશે?ના,જાણકારી અનુસાર ચંદ્ર પર માત્ર ૧૦૦ લોકોની કોલોની બનાવવાનો ખર્ચ પણ સવા લાખ કરોડ રૂપિયાનો થશે.
એટલું જ નહિ માનવ વસતી માટે ચંદ્ર પર હવા,ખોરાક અને પાણી અને વીજળી જરૂરી છે.જો કે વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જો ચંદ્ર પર પાણી હોય તો પાણીના રાસાયણિક સૂત્ર h2o અનુસાર હાઇડ્રોજન અને ઑક્સિજન બંને મળી શકે.સાથે જ પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરી શકાય છે.
સાથે જ અપોલો મિશન દરમિયાન વૈજ્ઞાનિકોએ ચંદ્ર પરથી લાવવામાં આવેલી માટી પર કરવામાં આવેલ પ્રયોગ અનુસાર ચંદ્ર પર ખેતી પણ શક્ય છે.એવામાં ત્યાં માનવ વસતીની ખોરાકની સમસ્યા પણ દૂર થઈ શકે છે.