આજના આધુનિક સમયમાં લગ્નજીવનમાં ઉતાર ચડાવ આવવો એ કોઈ નવી વાત નથી. માત્ર સામાન્ય વ્યક્તિ જ નહિ બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં પણ લગ્નજીવનમાં ભંગાણના અનેક કિસ્સા સામે આવ્યા છે.
અનેકવાર બોલિવુડમાં બે બે લગ્ન બાદ પણ તલાકના કિસ્સા સામે આવતાં હોય છે.હાલમાં પણ આવો જ એક તલાકનો કિસ્સો સામે આવ્યો છે જેમાં અનેક હિન્દી સિરિયલમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી પોતાના બીજા લગ્નમાંથી પણ તલાક લઈ રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
ઉરી,પિકે,સરકાર જેવી ફિલ્મોમાં કામ કરી ચૂકેલી અભિનેત્રી રુખસાર રહેમાન જેને વર્ષ ૨૦૧૦માં ડાયરેકટર ફારુક કબીર સાથે બીજા લગ્ન કર્યા હતા તે હવે ફારુક કબીર સાથે તલાક લેવાની તૈયારી કરી રહી છે.
હાલમાં જ અભિનેત્રીએ ઇ ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે તે પોતાના પતિ સાથે તલાક લઈ રહી છે એ વાત સાચી છે તે બંને અલગ થઈ રહ્યા છે પણ આ તલાક કેમ થઈ રહ્યા છે એ વિશે તે વાત કરીને તે કોઈ મુશ્કેલી ઊભી કરવા કે આ બાબતને ખરાબ નથી કરવા માંગતી.અભિનેત્રીએ કહ્યું કે આ નિર્ણય તેના માટે મુશ્કેલ હતો.
જો કે સામે આવેલ ખબર અનુસાર રુખસારને પતિ વિશે કોઈ અણગમતી વાત જાણવા મળી હતી જે બાદથી બંને વચ્ચે ઝઘડા ઊભા થયા હતા.અનેક પ્રયત્નો છતાં આ ઝઘડા શાંત ન થતા બંનેએ તલાકનો નિર્ણય લીધો જણાવી દઇએ કે અભિનેત્રી ને પહેલા પતિ અસદ અહમદ થી એક દીકરી છે જે ઈન્ડસ્ટ્રીમાં કામ કરી રહી છે.એટલું જ નહિ રુખસાર પણ હાલમાં પોતાના કામ પર જ ધ્યાન આપી રહી છે.