આપણે ઘણા લોકો જોઈએ છીએ જેને ઘરે ખાવા માટે નથી હોતું તેઓનો ગુજરાન ચલાવવા માટે પણ પૈસા નથી હોતા આપણે તેવા લોકોને મદદ કરવી જોઈએ અથવા તો કોઈ ફાઉન્ડેશનમાં આ વાતની જાણ કરીને તેમની મદદ કરવાની કોશિશ કરવી જોઈએ અહીં એક મહિલા જેના ઘરમાં પૂરતું ખાવાનું ન હતું જેને કોઇ સપોર્ટ કરવા માટે ન હતું ત્યારે પોપટભાઈ ફાઉન્ડેશન દ્વારા તેમની જીવન જરૂરિયાત વસ્તુઓની ખરીદી કરી તેમને આપવામાં આવી આ મહિલાનું નામ લક્ષ્મીબેન છે.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તેમના ઘરે કોઈ કમાવવા વાળુ નથી ત્યારે તેમણે કહ્યું કે મારા બે દીકરા છે જેમાંથી એક દીકરો મારી સાથે રહે છે પરંતુ તે કંઈ કરતો નથી કોઈ કામ નથી કરતો મને મારો ગુજરાન અહીં બેસીને જે લોકો જે આપે તે ખાઈને કરવો પડે છે અને જ્યારે બીજા દીકરાનું પૂછ્યું ત્યારે તેમણે કહ્યું મારો બીજો દીકરો વિસનગરમાં રહે છે તે મને કોઈ પણ જીવન જરૂરિયાતની વસ્તુઓની જરૂરિયાત પૂરી પાડતું નથી અને મારા સગા સબંધી પણ કોઈ મારી મદદ કરતું નથી તે મહિલાની પરિસ્થિતિ જોઈને આપણને ખૂબ જ દુઃખ થશે બે બે દીકરાઓ હોવા છતાં તેમના આવા દિવસ આવી ગયા છે જે માતાએ તેમને પાલી પોષીને મોટા કર્યા આજે તે જ બે દીકરા તેમને પૂછવા માટે પણ નથી આવતા 60 વર્ષની ઉંમરે તેમને રોટલા અને મરચું ખાઈને જીવન જીવવું પડે છે.
પોપટભાઈ ફાઉન્ડેશન એ તે મહિલાને કહ્યું આપણે તમારા ઘરે જઈએ અને તમને જે પણ શિક્ષણની જરૂરિયાત છે એ તમે બોલી શકો છો અમે તમને સપોર્ટ કરીશું અને તમને જે જીવન જરૂરિયાત વસ્તુની જરૂરત હશે તે પૂરી પાડીશું જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યાં જોયું તેમની એક ઝૂંપડી હતી જ્યાં બેસવા માટે કોઈ વસ્તુ નહોતી આવા વરસાદના સમયમાં તેનું ગુજરાત કેવી રીતે ચલાવતા હશે તે કેવી રીતે સૂતા હશે આપણે તેમની પરિસ્થિતિ જોઈએ તો આપણું હૈયું ભરાઈ આવે.
પોપટભાઈ ફાઉન્ડેશનને તેમને પૂરતું રાશન ભરાઈ આપ્યું અને તેમને ખાતરી આપી કે દર મહિને તેઓ લક્ષ્મીબેનને રાશન કીટ આપશે અને તેમને રોટલો અને મરચું ખાઈને નહીં રહેવું પડે તેમના પાસે પૂરતાં વાસણો ન હતા અને તેમણે બે-ત્રણ વાસણની માંગ કરી પોપટભાઈએ ત્યારે ને ત્યારે તેમને માર્કેટમાંથી ઘણા વાસણો લઈને આપ્યા અને તેમની દરેક જીવન જરૂરિયાતની વસ્તુઓની તેમને માંગ પૂરી કરી આપી આમ પોપટભાઈ ફાઉન્ડેશન ઘણા જરૂરિયાત મન વ્યક્તિની મદદ કરીને તેમનું જીવન ઉજ્જવળ કરે છે.