Cli
this is aamathi kon chhe sauthi vadhare amir

આ છે બોલીવુડના સૌથી અમીર અભિનેતાઓ ! જાણો કોની જોડે કેટલી છે સંપતિ…

Bollywood/Entertainment

આજે આપણે બોલીવુડ કલાકારોની આખા વર્ષની કમાણી વિશે વાત કરવાના છીએ એ તો તમને ખબર જ છે કે બોલિવૂડ કલાકારો કરોડો રૂપિયા કમાય છે પરંતુ તમને એ ખબર છે કે ટોપ ટેનની લિસ્ટમાં કોન કોન શામેલ છે જેની કમાણી બહુ જ સરસ છે અને તે કયા કયા માધ્યમ દ્વારા આ કમાણી કરે છે તેના વિશે આજે વાત કરવાના છીએ.

સૌ પ્રથમ વાત કરીએ 45 વર્ષના વરુણ ધવનની તેમણે પહેલી ફિલ્મ સ્ટુડન્ટ અપ ધ યર થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી ત્યારે કોઈને ખબર ન હતી કે આ વ્યક્તિ આગળ જતાં ટોપ લિસ્ટમાં આવશે તેણે એક પછી એક સુપરહિટ ફિલ્મો કરી જેમકે બદલાપુર મે તેરા હીરો દિલવાલે અને લોકોના દિલ જીતી લીધા અને સાથે સાથે તેમણે ઘણી બ્રાન્ડમાં કામ પણ કર્યું જેમકે મારુતિ, લકસ કોઝી તે ઉપરાંત વરુણ ધવન પાસે ઘણી લક્ઝરિયસ ગાડીઓ પણ છે ૧૦ થી પણ વધારે ફિલ્મો કરનારા વરુણ ધવનની સાચી કમાણી ચારસો વીસ કરોડથી પણ વધારે છે.

રણબીર કપૂર ભારતના સારા કલાકારો માંથી એક છે તેમની કલાકારી જોઈએ તો તે વખાણવા લાયક છે રણબીરની ફિલ્મોમાં વાસ્તવિકતા નજર આવે છે તેણે બરફી રોકસ્ટાર જેવી ઘણી ફિલ્મો ઇન્ડસ્ટ્રીમાં આવીને કરી છે અને તેમની ફિલ્મ સંજુની વાત કરીએ તો તેમણે સંજય દત્તનો કિરદાર ખૂબ જ સરસ રીતે નીભવ્યો હતો તેમની કલાકારી આ પિક્ચર દ્વારા તમે જોઈ શકો છો રણબીર ઘણી બ્રાન્ડમાં કામ કરી રહ્યા છે તેમના પાસે ઘણી ગાડીઓ છે 18 થી વધારે ફિલ્મો કરનાર રણબીર કપૂરની સાચી કમાણી લગભગ ૪૫૦ કરોડ સુધી છે.

હવે વાત કરીએ રિતિક રોશનની તો તે તેના ચહેરા માટે આખી દુનિયામાં પ્રચલિત છે તેમની લીલા કલરની આંખો લોકોને પ્રેમ માં ડુબાડી દે છે રણબીરની ક્રિશ ફિલ્મથી ખૂબ જ કમાણી થઇ હતી અને ત્યાર પછી તેમની કિસ્મત બદલાઈ ગઈ અને ત્યારબાદ તેમણે ઘણી ફિલ્મો કરી અને તે સુપર હિટ ગઈ હતી રિતિક કોકો- કોલા ઓપ્પો બ્રાન્ડમાં કામ કરે છે રિતિક પાસે મર્સિડીઝ જેવી ઘણી ગાડીઓ છે શાયદ ૨૫ જેટલી ફિલ્મોમાં કામ કરનાર રિતિક રોશનની સાચી કમાણી 464 કરોડ છે.

હવે વાત કરીએ અજય દેવગનની તાનાજી ફિલ્મમાં ખૂબ જ વખાણવામાં આવેલા અજય દેવગન તેના પ્રભાવશાળી વ્યક્તિત્વ માટે ખુબ જ પ્રચલિત છે અજય દેવગણને ગોલમાલ, દ્રશ્યમ એવી ઘણી ફિલ્મો કરી છે વિમલ બોલો જુબાન કેસરી, હાજમોલા, વ્હિર્પૂલ જેવી ઘણી બ્રાન્ડમાં તેમણે કામ કર્યું છે અજય પાસે બી.એમ.ડબલ્યુ ફરારી જેવી ઘણી ગાડીઓ છે હમણાં તેમણે સો જેટલી ફિલ્મો કરી છે અને હમણાં 729 કરોડ જેટલી તેમની આવક છે.

હવે વાત કરીએ સેફ અલી ખાનની તો તેમણે પણ રેસ, તાનાજી જેવી મોટી ફિલ્મોમાં કામ કરીને સારી એવી કમાણી કરી છે સૈફ અલી ખાને સીરીઝમાં પણ કામ કર્યું છે અને લેસ, લિમ્કા જેવી બ્રાંડમાં પણ કામ કર્યું છે તેમની પાસે ઘણી લક્ઝરી ગાડીઓ છે તેમની આવક ની વાત કરીએ તો ૧૨૦૦ કરોડ જેટલી તેમના પાસે સંપત્તિ અને આવક છે.

હવે વાત કરીએ આમિર ખાનની તો તેમના માટે શું કહેવું તેમણે એવી ફિલ્મો કરી છે કે તેમણે રેકોર્ડ તોડી દીધા છે અને તેમની કમાણી પણ ઉપર ગઈ છે તેમને ફિલ્મ ધૂમ, પિકે જેવી ફિલ્મો તેમણે કરી છે દરેક ફિલ્મમાં આમિર ખાનનો અવતાર હંમેશા અલગ જોવા મળે છે અને તે બખૂબી નિભાવે પણ છે આમિર ખાન ફક્ત ભારતમાં જ લોકપ્રિય નથી પરંતુ બહારના દેશમાં પણ ખૂબ જ લોકપ્રિય છે ચાઇનાના લોકો તેમને ખૂબ જ પ્રેમ કરે છે તે ઉપરાંત તેમની ફિલ્મ લગાન લોકોને ખૂબ જ લોકપ્રિય થઈ હતી અને તે આજે પણ લોકોને લોકપ્રિય છે અમીરખાન કોઈક જ બ્રાન્ડમાં કામ કરે છે જેમકે વિવો ફોનેપે જેવી બ્રાન્ડ સામેલ છે આમિર એ આજ સુધી 45 ફિલ્મો જેવી કરી છે અને તેમની આવક 1641 કરોડ જેટલી છે.

હવે વાત કરીએ અક્ષય કુમારની તો તેમણે બોલિવૂડમાં ૧૨૦ થી પણ વધારે ફિલ્મો કરી છે તેને ખેલાડી કુમાર પણ કહેવામાં આવે છે એક સમય એવો હતો જ્યારે તેમની ઘણી ફિલ્મો ફ્લોપ જતી હતી પરંતુ આજે જોઈ શકો છો તમે તે એક વર્ષમાં પાંચ થી પણ વધારે ફિલ્મો કરે છે અને જે લોકોને ખૂબ જ લોકપ્રિય થાય છે અક્ષય દરેક પ્રકારની ફિલ્મો કરી છે પછી તે કોમેડી હોય કે એક્શન હોય કે પ્રભાવશાળી વ્યક્તિત્વની હોય તે હંમેશા દરેક કિરદાર નિભાવવામાં સફળ રહ્યા છે અક્ષયએ ભૂલભૂલૈયા લક્ષ્મી જેવી ઘણી ગોલ્ડન ફિલ્મો આપણા સામે પ્રસ્તુત કરી છે અને આપણે સૌએ વખાણી પણ છે અક્ષય આબાદ કાલીન પરિસ્થિતિઓમાં હંમેશાં સૌથી આગળ જોવા મળે છે તે ઈન્ડસ્ટ્રીમાં સૌથી વધારે બ્રાન્ડમાં કામ કરે છે અક્ષય કુમારની હરિઓમ પ્રોડક્શન હાઉસ નામની એક પ્રોડક્શન કંપની પણ છે અને તેમના પાસે ૧૦ થી પણ વધારે લક્ઝુરિયસ કાર પણ છે તેમની સંપત્તિ 2189 કરોડ જેટલી છે.

નંબર ત્રણ નામ આવે છે સલમાન ખાનનું તેમણે ઇન્ડસ્ટ્રીમાં ઘણી મોટી ફિલ્મો કરી છે સુલતાન, એક થા ટાઇગર જેવી ફિલ્મો કરીને પોતાનું પ્રદર્શન કર્યું છે સલમાન ખાનને લોકો ભાઈજાન પણ કહે છે સલમાન ખાન બિગ બોસ હોસ્ટ પણ કરેલ છે જેમાં તે એક એપિસોડના 500 કરોડથી વધારે કમાય છે સલમાન ખાનનું એક પ્રોડક્શન હાઉસ પણ છે સલમાન ખાન પાસે 11 થી પણ વધારે લક્ઝરી ગાડીઓ જોવા મળે છે સલમાન ખાનની બેઇંગ હ્યુમન નામની સંસ્થા પણ છે જેમાં તે ગરીબ બાળકોને ભણાવે છે અને તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવે છે તથા તેમની કુલ સંપત્તિ 2169 જેટલી છે.

નંબર ૨ પર આવે છે અમિતાભ બચ્ચન તેમને ખલનાયક, શહેનશાહ પણ કહેવામાં આવે છે તેમણે ઘણી હિન્દી ફિલ્મો દ્વારા તેમનું પ્રદર્શન કર્યું છે અને હમણાં તે કોન બનેગા કરોડપતિ શો પણ કરે છે તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીની 50થી પણ વધારે વર્ષ આપ્યા છે અને શોલે, શહેનશાહ જેવી સુપરહિટ ફિલ્મો કરી છે અમિતાભ બચ્ચન નવરત્ન જેવી ઘણી બ્રાન્ડના કામ કરે છે તેમનો પ્રોડક્શન હાઉસ છે અને તેમણે ઘણી બધી કંપનીઓમાં રોકાણ પણ કર્યું છે તેમની આવક 2876 કરોડ જેટલી છે.

નંબર વન પર આવે છે બોલીવુડના બાદશાહ શાહરૂખ ખાન તેમને ઘણા નામોથી ઓળખવામાં આવે છે તેમને સંપત્તિ ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ઘણી બધી છે તેમણે બોલિવૂડને ઘણી સુપરહિટ ફિલ્મો આપી છે જેમકે રહીસ દિલવાલે ડોન તે ઉપરાંત તે બાયજુસ એશિયન પેન્ટ જેવી ઘણી બ્રાન્ડમા કામ કરે છે અને શાહરુખ ખાન ઘણી જગ્યાએ રોકાણ પણ કરે છે જેથી તેમની આવક ખૂબ જ વધારે છે અને તેમનું એક પ્રોડક્શન હાઉસ પણ છે તે ઉપરાંત શાહરુખ ખાન કોલકત્તા નાઈટ રાઈડર્સના માલિક પણ છે અને તેમની આવક 5031 કરોડ જેટલી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *