Cli
બોલિવૂડ એક્ટર ખાન ની મુંબઈ પોલીસે કરી ધરપકડ, એરપોર્ટ પર આવતા જ થઈ ધરપકડ....

બોલિવૂડ એક્ટર ખાન ની મુંબઈ પોલીસે કરી ધરપકડ, એરપોર્ટ પર આવતા જ થઈ ધરપકડ….

Bollywood/Entertainment Breaking

ફિલ્મી દુનિયામાં થી એક પછી એક ચોંકાવનાર ન્યુઝ આવતા રહે છે ઘણીવાર ચાહકોને લોકપ્રિય અભિનેતાના મૃત્યુ ના સમાચાર મળે છે તો ઘણીવાર કેટલાક કલાકારો એવી હરકતો કરતા હોય છે જેના કારણે તે મુશ્કેલીમાં પણ મુકાઈ જતા હોય છે ત્યારે હાલ એક એવી જ ખબર આવી રહી છે જેમાં બોલીવુડના અભિનેતા.

રશીદ ખાન ની પોલીસે મુંબઈ એરપોર્ટ ઉપરથી ઉતરતા વેંત જ ધરપકડ કરી લીધી છ હંમેશા પોતાની ટ્વીટ પરથી વિવાદ માં રહેતા અને અવારનવાર ઘણા અભિનેતા ઉપર નિસાન સાધતા કમાલ રાસીદ ખાન વિવાદમાં ફસાયા છે કમાલ રાશિદ ખાનની સાલ 2020 માં વિવાદાસ્પદ ટ્વિટ કરવા બદલ મુંબઈની મલાડ પોલીસે ધરપકડ કરી છે.

મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ તેની ધરપકડ કરવામાં આવી હતી ત્યાર બાદ તેને આજે એટલે કે મંગળવારે બોરીવલી કોર્ટમાં રજૂ કરવામાં આવશે આપને જણાવી દઈએ કે મલાડ પોલીસ સ્ટેશનમાં ક્રિટીક અને અભિનેતા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આ ધરપકડ કાર્યવાહી કરવામાં આવી છે.

2020 માં કમાલ રાશીદ ખાને બોલિવૂડના બે ફેમસ કલાકારો ઈરફાન ખાન અને ઋષિ કપૂર ઉપર વાંધાજનક ટિપ્પણી કરી હતી બંનેના મૃત્યુ પછી ખાને લખ્યું હું ગંભીરતાથી વાત કરવા માંગુ છુંકે મેં થોડા દિવસો પહેલા કહ્યું હતું કે જ્યાં સુધી કેટલાક પ્રખ્યાત લોકોને સાથે નહીં લેવામાં આવે ત્યાં સુધી કોરોના જશે નહીં.

તેમના આ ટ્વિટ બાદ શિવ સેનાની કોર કમિટીએ મલાડ પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી કમિટીના સભ્ય રાહુલ કનાલે આરોપ લગાવ્યો હતો કે કમલે અભિનેતા ઈરફાન ખાન અને ઋષિ કપૂર વિશે વાંધાજનક ટ્વીટ કર્યા હતા આ કેસમાં પોલીસે કમલ વિરુદ્ધ કલમ 294 હેઠળ કેસ નોંધ્યો હતો.

આ પહેલા પણ કમાલ રાશીદ ખાને શાહરૂખ ખાન- સલમાન ખાન -અક્ષય કુમાર સહીત આમીર ખાન પર નિસાન સાધીને ટ્વીટ કરી ને જેમ તેમ કહી દીધું હતું અવાર નવાર વિવાદો માં રહેતા કમાલ રાશીદ ખાન જેવો KRK નામથી પોતાની આઈડીઓ ચલાવે છે એમના પર શું કાર્યવાહી થાય એ જોવું રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *