Cli

બિસ્કિટમાં ઢોરનો ખોળ? તમે આ બિસ્કીટ ખાતા હોય તો ચેતી જજો! આ કંપની પર થઈ કાર્યવાહી.

Uncategorized

ચમકતી નોટો પાછળ એ કેવો કાળો કારોબાર રાખે છે નફાની ભૂખમાં માણસને એ કીડી મકોડા સમાન રાખે છે જે માસૂમ બાળકોને અમે અમૃત સમજીને ખવડાવતા રહ્યા એ બિસ્કિટમાં પણ એ લોકો ઢોરનો ખોળ રાખે છે નથી ડર કાયદાનો એમને નથી ચિંતા કોઈના જીવની કરોડોના એ વકીલો ખરીદીને પોતાનું મકાન આલીશાન રાખે છે વિચારું છું શું એમના ઘરમાં કોઈ માસૂમ બાળક નહીં હોય કે પછી સ્વાર્થ આગળ એ પોતાના લોહી જોઈને પણ અજાણ રાખે છે શું કિંમત છે.

તમારી અને મારી જિંદગીની આ અબજોપતિ કંપનીઓની નજરમાં સાચું કહું કંઈ જ નહીં આપણને તો માત્ર કીડી મકોળા સમજે છે આ અબજોપતિ કંપનીઓ જેમના સ્વાસ્થ્યના ભોગે એમનું આખું આર્થિક સામ્રાજ્ય ઊભું થાય છે જે બિસ્કિટ આપણે આપણા માસૂમ બાળકોના હાથમાં હેલ્થના નામે આપીએ છીએ એમાં ફાઇબરના નામે ઢોરને ખવડાવવાનો ખોડ અને ભૂસું ભેળવીને આપણને ને ખવડાવવામાં આવતું હતું. નફાની આંધળી લાલચબામાં નેસ્લે અને હિન્દુસ્તાન યુનલીવર કે પ્રિયા ગોલ્ડ જેવી વૈશ્વિક બ્રાન્ડસ આપણી જિંદગી સાથે રમત રમી રહી છે.

આ તો ફસઈએ સરસ કામ કર્યું કે નોટિસ આપી કેટલા એના લાયસન્સ સસ્પેન્ડ કર્યા એટલે આપણા સુધી માહિતી પહોંચી કે આપણે શું ખાતા હતા? વિચાર તો કરો કંપનીવાળાઓ માણસને શું પશુ સમજતા હશે? પ્રિય ગોલ્ડ બિસ્કિટમાંથી પશુઓને ખવડાવવામાં આવતો ખોડ મળ્યો. આ સિવાય નેસ્લે બાલાજી હિન્દુસ્તાન યુનિલીવર સહિતની કંપનીઓ સામે કાર્યવાહી થઈ છે લાયસન્સ કેટલાયના રદ્દ થયા છે કેટલાયની નોટિસ મળી છે શું છે વિગતો એના વિશે વાત કરીશું નમસ્કાર આપની સાથે હું સેજલ શું તમે જાણો છો કે જે બિસ્કિટને આપણે ફાઇબર અને ન્યુટ્રીશનના નામે ખાઈએ છીએ એમાં હકીકતમાં છે શું?

પ્રિય ગોલ્ડ બિસ્કિટ બનાવતી કંપની સામે ફસઈએ કાયદેસરનો મુકદમો કેસ શરૂ કર્યો તપાસમાં સામે આવ્યું કે બિસ્કિટના મેન્યુફેક્ચરિંગમાં માણસો માટે અયોગ્ય અને માત્ર ઢોરના ખોરાક માટે વપરાતા ભૂસાનો ઉપયોગ કરવામાં આવ્યો. આટલું ઓછું હોય એમ પ્રિયાગોલ્ડના બટર ડીલાઈટ બિસ્કિટની ચોક્કસ બેચ બેચ નંબર e25ko2fb માં સલ્ફાઈટનું પ્રમાણ પણ મર્યાદા કરતાં ઘણું વધારે મળ્યું. પ્રીમિયમ બ્રાન્ડ્સના નામે ગ્રાહકોને આવો કચરો ખવડાવવામાં આવી રહ્યો હતો. જે પશુઓને ખવડાવવામાં આવતું ખોડ છે એની અનેક ગુણીઓ મળી છે સ્થળ પરથી જેમાં સ્પષ્ટ લખ્યું છે કે માત્ર ને માત્ર પશુઓ માટે અને કેટલો તો માણસોને ખવડાવી દીધો હશે તો શું આ ગુનાહિત બેદરકારી નથી.

ફૂડ સેફટી ડિપાર્ટમેન્ટે દુકાનદારોને આ બિસ્કિટનો સ્ટોક તાત્કાલિક હટાવી દેવા અને ગ્રાહકોને એનો ઉપયોગ ન કરવા માટે એડવાઇઝરી જાહેર કરી છે. આ સિવાય ફસઈ દ્વારા ડોડલા ડેરીના ફૂલ ક્રીમ મિલ્કના સેમ્પલ લઈને લેબોરેટરીમાં તપાસ માટે મોકલાયા. સબસ્ટાન્ડર્ડ સાબિત થયું છે. કારણ કે એમાં જરૂરી મિલ્ક ફેટ ના માપદંડ નથી મળ્યા. આ સિવાય દૂધના સેમ્પલમાં ડિટર્જન્ટ અને કોસ્ટિક સોડા જેવી હાનિકારક વસ્તુઓની હાજરીના સંકેત મળ્યા છે. માણસો માટે આ કેમિકલ અત્યંત ઝેરી અને પાચનતંત્રને ગંભીર નુકસાન પહોંચાડનારા છે આ ગંભીર ભીડસેડ બદલ કંપની સામે કાયદેસરનો કેસ કરાયો છે. આ ઉપરાંત યુઈઆર આ કંપની ઓર્ગેનિક એટલે કુદરતી અને કેમિકલ મુક્ત હોવાનો દાવો કરીને પોતાના ઉત્પાદનો પ્રોડક્ટસ વહેંચે છે. ફસઈએ એમના યલ્લો રેઝિન્સ એટલે પીળા કિસમિસ છે એના સેમ્પલ ટેસ્ટ કર્યા. સરકારી લેબોરેટરીમાં કિસમિસ છે એ તદદન અસુરક્ષિત જાહેર થયા.

કંપનીએ રિપોર્ટને કોર્ટમાં પડકાર્યો એટલે સેમ્પલને સેન્ટ્રલ રેફરલ ફૂડ લેબોરેટરીમાં મોકલાયું જ્યાં ફરીથી સાબિત થયું કે આ કિસમિસમાં સ્વાસ્થ્ય માટે જોખમી એવા પેસ્ટીસાઈડસ એટલે જંતુનાશક દવાઓનું પ્રમાણ મર્યાદા કરતાં ઘણું વધારે છે. લેબ રિપોર્ટમાં કિસમિસની અંદર થાયમેક્થોઝામ, ફ્લુઓપાયરામ, એક્ઝોક્સી સ્ટ્રોબીન, એમીડાક્લોપ્રીડ જેવા ખતરનાક જંતુનાશકોના અંશો મળી આવ્યા છે. ઓર્ગેનિકના નામે ગ્રાહકો પાસેથી બમણા પૈસા પડાવી એમને કેમિકલ મુક્ત ખાદ્ય પદાર્થો આપવા બદલ આ કંપની સામે સખત કાયદાકીય કાર્યવાહી શરૂ કરાઈ છે. ફસઈની રડારમાં આવેલી અને જેમના પર સત્તાવાર પગલા લેવાયા છે એવી દેશની સૌથી બ્રાન્ડ મોટી જે બ્રાન્ડ છે એના વિશે પણ જાણી લો. એમાં પહેલી કાર્યવાહી થઈ છે નેસ્લે ઇન્ડિયા સામે નેસ્લે સામે હમણાં બે મોટા કિસ્સાઓમાં કાયદાકીય કાર્યવાહી છે તે જ કરવામાં આવી જેમાં શિશુ આહાર ઇન્ફન્ટ ફૂડ્સ અને રિસોર્સ રેનલ પાવડરમાં લેબલિંગના નિયમોના ઉલ્લંઘન બદલ કોર્ટમાં કાયદાકીય કેસ છે દાખલ કરાયો આ ઉપરાંત એમના લોકપ્રિય પ્રોડક્ટ લો ફેટ ડેરી વાઇટનરના વેચાણ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવામાં આવ્યો આ સિવાય નેસ કેફે રેડી ટુ ડ્રિંક કોફીના ઓનલાઇન ડિસ્ક્રિપ્શન બદલ નોટિસ અપાય બીજું છે હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ hયુએલ hયુએલ ને એમના હેલ્થ ડ્રિંક સેગમેન્ટ માટે સત્તાવાર નોટસ ફટકારવામાં આવી કંપની દ્વારા હોરલિક્સ મધર્સ પ્લસ અને હોરલ વિમન્સ પ્લસ પ્રોડક્ટસ પર બાળકના હેલ્ધી બર્થ વેઇટ અને હાડકાની મજબૂતીને લઈને ભ્રામક અને કાયદાની વિરુદ્ધના દાવાઓ કરવામાં આવ્યા. ત્રીજું છે ડાબર ઇન્ડિયા ડાબરની અગ્રણી પ્રોડક્ટસના વેચાણ પર પણ રોક લગાવવાનો આદેશ અપાયો .

ગ્રાહકોને ગેર માર્ગે દોરતા 100 ટકા શુદ્ધ કે 100% નેચરલ જેવા સંપૂર્ણ શ્રેષ્ઠતાના દાવા કરવા બદલ આ આદેશ હેઠળ ડાબરનું મધ ગાયનું ઘી અને નાળિયર તેલ જેવા ઉત્પાદનો લપેટમાં આવ્યા છે. ચોથું છે એવરેસ્ટ ફૂડ પ્રોડક્ટસ. એવરેસ્ટ કંપનીને માર્કેટમાંથી એનો ચોક્કસ મસાલો પાછો ખેંચી લેવા આદેશ અપાયો. સરકારી લેબ ટેસ્ટિંગ દરમિયાન એવરેસ્ટનું પ્રી પેકડ ક્યુમિન પાવડર એટલે જીરા પાવડર સેફટી સ્ટાન્ડર્ડના નિયમોમાં નાપાસ જાહેર થયો. આ સિવાયફલipકાર્ટ અને બીિગ બાસ્કેટ આ બંને દેશની સૌથી મોટી ઈકોમર્સ અને ક્વીક કોમર્સ પ્લેટફોર્મસ છે જેને કાયદાકીય નોટિસ આપવામાં આવી એમના પ્લેટફોર્મ પર વેચાતા ફ્રીડમ કુકિંગ રાઈસ બ્રાઈન્ડ ઓઇલની જાહેરાતોમાં કોલેસ્ટ્રોલ ઓછું કરવા અને હૃદયની હેલ્થ સુધારવા માટેના ગેરકાયદે ભ્રામક દાવાઓ દર્શાવવા બદલ કાર્યવાહી થઈ છે. આ સિવાય દિલ્હીની પ્રખ્યાત રેડિસન બ્લ્યુ ફાઈવ સ્ટાર હોટેલના કિચનમાં અત્યંત ગંદકી વાસી અને ફૂગવાળા શાકભાજી ફળોનો ઉપયોગ અને વંદા માખીઓનું સામ્રાજ્ય મળતા ફસઈએ કડક સુધારણા નોટિસ એટલે ઇમ્પ્રુવમેન્ટ નોટિસ આપી છે. આ સિવાય પશ્ચિમ બંગાળમાં કોલકત્તામાં ડીએનવી ફૂડ પ્રોડક્ટસ જે પાપડ અને ખાદ્ય ચીજો એકદમ અસ્વચ્છ જગ્યાએ અને માખીઓની વચ્ચે પેક કરતી હતી. એ પાપડ અથાણા સહિતની ગૃહ ઉદ્યોગ જેવી વસ્તુઓ બનાવે છે આ કંપની અને એ જગ્યા પર એકદમ અસ્વચ્છ માખીઓની વચ્ચે પેક કરવા બદલ કંપનીનું લાયસન્સ છે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યું છે આ સિવાય લીકર ક્ષેત્રની જાયન્ટ કંપની ડીયાજીઓ અને ઇન્ડુ બેવરેજીસના વિસ્કી અને રમના અમુક પ્રોડક્ટસના વેચાણ પર પણ પ્રતિબંધ મુકાયો છે.

આ સિવાય પેપ્સીકો આઈટીસી અને કોકાકોલાના તમામ દિગ્ગજ કંપનીઓને પણ જુદા જુદા પ્રોડક્ટસ પર લેબલિંગની ખામીઓ અને ન્યુટ્રીશનમાં ગેરમાર્ગે દોરતા દાવા બદલ કાયદાકીય સકંજામાં એને લેવાય છે આ સિવાય ખાદ્ય સુરક્ષાના જે માપદંડો છે એમાં યોગ્ય ન ઠરતા બાલાજી ફ્રૂટ પ્રોડક્ટ સામે પણ કાર્યવાહી કરવામાં આવી છે તાત્કાલિક અસરથી એનું ઉત્પાદન પ્રોસેસિંગ ની બધી જ પ્રક્રિયાઓ છે એને બંધ કરી દેવામાં આવી છે. ટૂંકમાં આ સમગ્ર કાર્યવાહી કોઈ એક નાનકડા વિસ્તાર પૂરતી સીમિત નથી. દેશની સેન્ટ્રલ ફૂડ સેફટી ઓથોરિટી દ્વારા આખા દેશમાં વ્યાપક લેવલે આ કાર્યવાહી અને આ ઝુંબેશ છે ચાલી રહી છે અને ઓવરઓલ કહીએ તો ટૂંકમાં બજારમાં મળતું પેકેજડ દૂધ હોય કે ઓર્ગેનિક ડ્રાયફ્રુટ્સ હોય કે મોટી બ્રાન્ડસ હોય ગ્રાહકોની મજબૂરી અને ભરોસાનો ફાયદો ઉઠાવીને નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરી રહી છે. ખરેખર અબજો રૂપિયાનું ટર્નઓવર ધરાવતી આ કંપનીઓની માનસિકતા એવી થઈ ગઈ છે કે જો પ્રોડક્ટમાં થોડી ઘણી ભેડસેડ પકડાઈ પણ જશે તો એ મોટી લીગલ ટીમો રોકીને કરોડો રૂપિયાનો દંડ ભરીને કાયદાની ચટકબારીઓ શોધીને છૂટી જશે. એમના માટે ગ્રાહકોનું સ્વાસ્થ્ય માત્ર એક આંકડો બની ગયું છે માનવીય સંવેદના જાણે કોર્પોરેટ કલ્ચરમાં ખોવાઈ ગઈ છે.

જ્યારે આપણે કોઈ મોટી ઇન્ટરનેશનલ કે દેશની નામાંકિત બ્રાન્ડ્સની પ્રોડક્ટ ખરીદીએ છીએ ત્યારે આપણે માત્ર એ પ્રોડક્ટના પૈસા નથી આપતા આપણે બ્રાન્ડના નામે આપણો ભરોસો એને આપીએ છીએ પણ જ્યારે એ જ ભરોસાની આડમાં પશુઓનો ખોળ બિસ્કિટમાં ભેળવીને આપણને ખવડાવવામાં આવે ત્યારે સાબિત થાય છે કે આ કંપનીઓ માટે આપણું સ્વાસ્થ્ય નહીં પણ માત્ર એમનો નફો સર્વોપરી ફસઈ દ્વારા અત્યારે લેવાયેલા પગલા એટલે લાયસન્સ સસ્પેન્ડ કરવા કે નોટિસ આપવી કે એ ચોક્કસપણે આવકારદાયક છે પણ સવાલ એ છે કે આવી કાર્યવાહી પ્રોડક્ટ બજારમાં વેચાઈ ગયા પછી અને ગ્રાહકોએ ખાઈ લીધા પછી કેમ થાય છે? જ્યાં સુધી પ્રોડક્ટ ફેક્ટરીમાંથી બહાર નીકળે એ પહેલાં જ એનું સખત ક્વોલિટી ચેકિંગ નિયમિત નહીં થાય ત્યાં સુધી ગ્રાહકો સુરક્ષિત નથી.

આપણા દેશમાં વસ્તીના પ્રમાણમાં ફૂડ સેફટી ઓફિસરસ અને લેબોરેટરીસની સંખ્યા બહુ જ ઓછી છે જેનો લાભ આવી મોટી બ્રાન્ડસ ઉઠાવે છે એટલે દુનિયાની અદાલતોમાં કદાચ મોટી કંપનીઓ પોતાના કરોડો રૂપિયાના વકીલો રોકીને કાયદાની છટકબારી શોધીને કે ટેકનિકલ કારણો આગળ ધરીને સજામાંથી બચી જાય પણ જે સર્વોચ્ચ અદાલત છે જેને આપણે ઈશ્વર કુદરત કે કર્મનો સિદ્ધાંત કહીએ છીએ .

ત્યાં કોઈ વકીલ કે પૈસા કામ નથી આવતા જ્યારે કોઈ પ્રોડક્ટ બનાવતી વખતે કોઈ એન્જિનિયર ક્વોલિટી કંટ્રોલર કે કંપનીનો માલિક એ જોતો હોય કે આમાં પશુઓનું ખોડ કે હાનિકારક કેમિકલ્સ ભળી રહ્યા છે અને છતાય એ પોતાના પ્રમોશન કે બોનસ કે કંપનીના નફા માટે ચૂપ રહે ત્યારે સાબિત થાય છે કે સમાજમાં નૈતિક મૂલ્યોનું કેટલું પતન થયું છે. પૈસાની દોડમાં માણસે માણસ પ્રત્યેની સંવેદના ગુમાવી દીધી છે. આ માત્ર કાયદાનો ભંગ નથી આ માનવતા વિરુદ્ધનો ગુનો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *