કૉમેડીની ક્વીન ભારતી સિંહ એ ગણેશ ચતુર્થીના અવસરે પોતાનાં ઘેર ગણપતિ બાપ્પાનું આગમન ધૂમધામથી કર્યું. ખાસ વાત એ રહી કે ભારતીએ બાપ્પાની મૂર્તિ ઘેર લાવતી વખતે પરંપરાગત ઢોલ-તાશા સાથે ઝૂમીને ડાન્સ કર્યો.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વીડિયોમાં ભારતીનો ખુશીથી ભરેલો અંદાજ ચાહકોને ખૂબ ગમી રહ્યો છે. તે પરિવાર સાથે બાપ્પાની આરતી કરતી પણ જોવા મળી. હાસ્યથી ભરપૂર જીવન જીવતી ભારતીનો આ ધાર્મિક અને ભાવુક પાસો લોકોએ ખૂબ પસંદ કર્યો.
ભારતી કહે છે કે, “ગણપતિ બાપ્પા મારી માટે ફક્ત તહેવાર નથી, પરંતુ એક શ્રદ્ધાનો પળ છે. દરેક વર્ષ હું પૂરેપૂરી ભક્તિ સાથે બાપ્પાને ઘેર લાવું છું.”આ વર્ષે સેલિબ્રિટીઝમાં પણ ગણપતિ ઉજવણીનો રંગ જોવા મળ્યો છે, પરંતુ ભારતીનો ડાન્સિંગ સ્ટાઇલમાં બાપ્પાને આવકારવાનો અંદાજ બધાથી અલગ રહ્યો.